હેલ્થ ટિપ્સ:પગની દુર્ગંધને દૂર કરવા માટે કરો આ ઘરગથ્થુ ઉપાય, ડેડ સ્કિન અને પરસેવાથી થતા બેક્ટેરિયા દૂર થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પગમાંથી દુર્ગંધ આવવી એ એક સામાન્ય તકલીફ છે. પગમાંથી દુર્ગંધ આવવા પાછળનું કારણ તળિયામાં વધારે પરસેવો થવો અથવા એકના એક મોજા ઘણા દિવસો સુધી પહેરવાથી પગમાંથી તીવ્ર અને અસહ્ય દુર્ગંધ આવે છે. જો મેડિકલની ભાષામાં કહેવામાં આવે તો પગમાંથી આવતી દુર્ગંધને બ્રોમોડોસિસ કહે છે. એકાર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ફરીદાબાદના ઇન્ટર્નલ મેડિસિન અને રૂમેટોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ અને યુનિટ હેડ ડો.જયંત ઠાકુરિયા જણાવે છે, પગમાંથી દુર્ગંધ શા માટે આવે છે અને આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

પગની દુર્ગંધથી પાછળ કયાં કારણો જવાબદાર છે?
પગમાં 1, 25, 000 પરસેવાની ગ્રંથિ હોય છે. શરીરના અન્ય ભાગો કરતાં તળિયામાં ચોરસ સેન્ટિમીટરદીઠ વધુ ગ્રંથિ હોય છે. શરીરને ઠંડું રાખવા અને ત્વચાને ભેજયુક્ત રાખવામાં મદદ કરવા માટે આ ગ્રંથિઓથી આખો દિવસ પરસેવો બહાર આવે છે. આ પરસેવાની ગ્રંથિઓ દરરોજ 2 ગ્લાસ બિયર જેટલો પરસેવો બનાવે છે.

આ સિવાય પગમાં ત્વચાના સૌથી વધુ ડેડ સ્કિન સેલ્સ હોય છે. જ્યારે ડેડ સ્કિન સેલ્સ અને પરસેવો મિક્સ થાય છે ત્યારે બેક્ટેરિયા અને ફૂગ થાય છે, જેને કારણે પગમાંથી દુર્ગંધ આવે છે. બ્રોમોડોસિસને કારણે ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

દરેક વ્યક્તિને પગમાં વધારે પરસેવો થાય છે?
નોર્મલી બધા લોકોને પગમાં પરસેવો થાય છે, પરંતુ ટીનેજ અને પ્રેગ્નન્સી દરમિયાન પગમાં ખૂબ જ પરસેવો થાય છે. આ સમય દરમિયાન શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ બને છે, જેને કારણે પરસેવો વધુ થાય છે. જે લોકો આખો દિવસ ઓફિસમાં જૂતા પહેરે છે અથવા ખૂબ જ તણાવમાં રહે છે તેમના પગ ઘણીવાર પરસેવાથી ભીના થઈ જાય છે.

જો પગમાંથી ખરાબ વાસ આવે તો કરો આ ઘરગથ્થુ ઉપાયો
જો તમે નિયમિત રીતે પગની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખશો તો આ ટિપ્સ તમારા પગની દુર્ગંધને ઓછી કરવામાં મદદ કરી શકે છે-

પગમાં સ્ક્ર્બ કરો
દિવસમાં ઓછામાં ઓછા એકવાર પગ ધોવા માટે હળવા સાબુ અને બ્રશથી સ્ક્રબ કરો. સ્નાન કરતી વખતે તમારે પગની સફાઈ અચૂક કરી શકો છો. પગને ધોયા પછી સંપૂર્ણપણે લૂછી લેવા જોઈએ. પગની આંગળીઓ વચ્ચે ભેજ ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ભીનાશને કારણે બેક્ટેરિયા સરળતાથી વધી શકે છે.

નખ પર ધ્યાન આપો
પગના નખ ઘણીવાર કોઈના ધ્યાનમાં ન આવે. પગના નખને અઠવાડિયામાં એકવાર કાપો, જેથી તે નાના હોય અને એની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે.

ડેડ સ્કિનને રિમૂવ કરો
ડેડ સ્કિન અને પરસેવાને કારણે પગમાં બેક્ટેરિયા પણ વધી જાય છે. સ્કિન ભીની થાય છે, બેકટેરિયા એવી જગ્યા બનાવે છે, જ્યાં રહેવું ગમે છે, તેથી પગની હાર્ડ અને ડેડ સ્કિનને ફૂટ ફાઇલરથી દૂર કરો. અઠવાડિયામાં એકવાર આ ઉપાય અચૂક કરો.

મોજા બદલો
કોઈ કારણસર તમારા પગમાં વધારે પરસેવો થતો હોય તો દિવસમાં એકવાર મોજા અચૂક બદલો. કસરત કરો છો તો નિયમિત રીતે મોજા બદલવા જોઈએ.

શૂઝ બદલો
ઉનાળામાં ગરમીને કારણે શૂઝને બદલે ખુલ્લા સેન્ડલ પહેરો, જો તમે શૂઝ પહેરો છો તો બે શૂઝ રાખો. જો પરસેવાને કારણે શૂઝમાં ભેજ હોય તો એમાં ફંગસ અને બેક્ટેરિયાનો ખતરો વધી જાય છે.

ફૂટ સ્પ્રે અથવા ફૂટ-પાઉડર લગાવો
દરરોજ પગ પર એન્ટીફંગલ ફૂટ સ્પ્રે અથવા મેડિકેટેડ ફૂટ-પાવડર લગાવો.

દુર્ગંધથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય
જો તમે ઝડપથી પગની દુર્ગંધ ઓછી કરવા ઇચ્છતા છો, તો પછી પગ પર એન્ટીપરસ્પાઇરન્ટ અથવા ડિઓડરન્ટ સ્પ્રે લગાવો.

સાબુનો ઉપયોગ કરો
અલગ-અલગ એન્ટીફંગલ અને બેક્ટેરિયાથી છુટકારો મેળવવા માટે સાબુનો ઉપયોગ કરો. તમારા પગ પર કયો સાબુ વધુ સારો છે એ મુજબ જ ઉપયોગ કરો.

આ ફૂટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો
આ ઘરગથ્થુ ઉપાયથી પગની દુર્ગંધ ઘટાડવામાં અથવા દૂર કરવામાં મદદ કરશે, પરંતુ જો તમે ઘરગથ્થુ ઉપચારથી બ્રોમોડોસિસને ઓછું નથી કરી શકતા અથવા પરસેવાની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે અને તમે તેને લઈને શરમ અને પરેશાન છો, તો ડોક્ટરની અચૂક સલાહ લો. ડૉક્ટર તમારી સમસ્યાને સમજશે અને મજબૂત એન્ટીપરસ્પાઇરન્ટ અથવા પગના સાબુનો ઉપયોગ કરવાની સલાહ આપશે.

લવન્ડર તેલથી પગની દુર્ગંધ ઓછી થશે
લવન્ડર તેલથી ફંગસને રોકી શકાય છે. આ સાથે જ એ બેક્ટેરિયાને મારીને પગની વાસને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

આ રીતે કરો ઉપયોગ
સૌપ્રથમ પાણી હૂંફાળું કરો. આ પાણીને ટબ અથવા ડોલમાં નાખી એમાં 10-15 ટીપાં લવંડર એસેન્શિયલ ઓઇલ ઉમેરો. આ પાણીમાં પગને 15-20 મિનિટ સુધી ડુબાડી રાખો. આ પછી ટુવાલથી લૂછી લો. રાત્રે સૂતાં પહેલાં આ ઉપાય અચૂક કરો.

બેકિંગ સોડા પણ છે બેસ્ટ
બેકિંગ સોડા પગની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે પણ ખૂબ અસરકારક છે. આ પરસેવાના pH મૂલ્યને સંતુલિત કરે છે અને બેક્ટેરિયા ઘટાડે છે.