બ્રેસ્ટ ફીડિંગ મહિલા અને બાળક બંનેનાં સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. બ્રેસ્ટ મિલ્કથી શિશુને પોષણ મળે છે સાથે જ એન્ટિબોડી પણ બને છે. જે બાળકને ઇન્ફેક્શન, એલર્જી, અસ્થમા અને સ્થૂળતાથી દૂર રાખે છે. બ્રેસ્ટ ફીડિંગથી માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ કયારેક સ્થિતિ એવી આવે છે કે, નવી બનેલી માતાઓને આસાનીથી દૂધ નથી આવતું અને વધુ બ્રેસ્ટ મિલ્ક બનવું મુશ્કેલ છે. તેથી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓએ ડાયટમાં ધ્યાન આપવું જરૂરી છે. આવો જાણીએ માતાએ ડાયટમાં એવી કઈ વસ્તુને સામેલ કરવી જોઈએ જેનાથી દૂધ વધુ બને.
દૂધ ન આવવાનું કારણ?
રાજસ્થાનનાં અલ્વર જિલ્લા હોસ્પિટલમાં ડો. અમનદીપ મિન્હાસે મધર મિલ્ક બેન્કની શરૂઆત કરી હતી જેના કારણે દેશમાં રાજસ્થાન રોલ મોડેલ બન્યું હતું. ડો જણાવે છે કે, માતાને દૂધ ના આવવાના ઘણાં કારણો છે. જેમાં પહેલું કારણ પુઅર લેક્ટેશન જેનું કારણ હોઈ શકે છે દૂધ ઓછું બનવું.
બીજું, ડિલિવરી બાદ બે દિવસની અંદર બાળકને બ્રેસ્ટ ફીડિંગ ના કરાવવાથી દૂધ બનાવવાની પ્રક્રિયા ઓછી થઇ જાય છે જેનાથી દૂધ પણ ઓછું આવે છે. ત્રીજું, કજે મહિલાઓને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય અથવા તો બ્રેસ્ટમાં પરુ હોય તો માતા બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવી શકતી.
ચોથું, સપાટ નિપ્પલ હોવું, અંદર તરફ અને ક્રેક નિપ્પલ હોવાને કારણે મહિલાઓ સ્તનપાન કરાવી શકતી નથી.
પાંચમું, બ્રેસ્ટમાં વધુ દૂધ ભરાઈ જવાને કારણે બ્રેસ્ટ પથ્થર જેવી થઇ જાય અને બાળક દૂધ પી નથી શકતું. આ સ્થિતિમાં બ્રેસ્ટમાં પરુ થઇ જાય છે તેથી માતા તેના બાળકને દૂધ પીવડાવી નથી શકતી. ઘણીવાર બાળક બીમાર થઇ જાય છે જેનાં કારણે દૂધ નથી પી શકતું.
દિલ્લીની અપોલો હોસ્પિટલમાં ન્યુટ્રીનિસ્ટ ડો. પુનિત શ્રીવાસ્તવ કહે છે કે. ડિલિવરી બાદ માતાના શરીરની અંદર દૂધ બનવાની એક હોર્મોનલ પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ મહિલાનું ડાયટ બેલેન્સ સારું હોય હોય તો બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્તનપાન કરાવતી માતાને વધુ 800 થી 1000 કેલરીની જરૂર હોય છે. તેથી જ તંદુરસ્ત આહાર લેવો મહત્વપૂર્ણ છે. માતાઓએ તેમના ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
કાચાં પપૈયા
કાચાં પપૈયામાં પપૈન અને કાઈમોપૈપેન હોય છે, જે બ્રેસ્ટ મિલ્કમાં વધારો કરે છે. પપૈયાનું શાક, સલાડ, પાકેલું પપૈયું ખાવાથી બ્રેસ્ટ મિલ્ક વધે છે. એક જ દિવસમાં 200થી 250 ગ્રામ પપૈયું ખાઈ શકાય છે. પપૈયામાં ફાઈબર પણ હોય છે જે પેટ માટે ફાયદેમંદ રહે છે.
અજમાનું પાણી
એક ચમચી અજમાને ત્રણ લિટર પાણીમાં ઉકાળો. તેને એક બોટલમાં સ્ટોર કરો અને દિવસભર તેનો ઉપયોગ કરો. અજમાના પાણીમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિફંગલ પ્રોપર્ટી અને એનેસ્થેટિક પ્રોપર્ટી હોય છે, જે શરીરને ગરમ રાખે છે, પાચનમાં સુધારો કરે છે અને દૂધનું ઉત્પાદન વધારે છે. આ પાણી પીવાથી પેશાબ દરમિયાન બળતરા અને એસિડિટીની સમસ્યા નથી થતી.પરંતુ ધ્યાન રાખો કે અજમાનો વધુ પડતો ઉપયોગ ન કરો. અજમાનું પાણી 6 મહિનાના બાળકને પણ પીવડાવી શકાય છે, જે તેનાથી થતા ગેસને દૂર રાખશે.
મેથી દાણા
મેથી દાણામાં એસ્ટ્રોજન નામનું તત્વ હોય છે જે દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે. મેથીના દાણાથી શાકનો વધાર કરી શકો છો. મેથીનો માપસર ઉપયોગ કરો.
વરિયાળી અને ગોળ
ભોજન કર્યા પછી તમે ગોળ સાથે થોડી વરિયાળી લઈ શકો છો, તેનાથી દૂધ પણ વધે છે. સ્તનપાન દરમિયાન સ્ત્રીઓમાં એસિડિટી અને કબજિયાતની સમસ્યા વધી જાય છે, તેથી વરિયાળીનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. જે વસ્તુની તાસીર ગરમ હોય છે તે ખાવાથી બ્રેસ્ટ મિલ્ક વધે છે.
લસણ અને દૂધ
લસણની બે કળી સવારે દૂધ સાથે પી શકાય છે. લસણમાં એરોમેટિક પ્રોપટી હોય છે. જેના કારણે મોંનો ટેસ્ટ પણ સારો રહે છે અને તેમાં જોવા મળતા ગેલેક્ટોઝ, એસ્ટ્રોજન પ્રોપટીથી બેસ્ટ મિલ્ક બને છે. ભલે ગમે તેટલી ગરમી હોય પરંતુ હુંફાળું પાણી જ પીવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.