તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Do These 6 Stretching Exercises Before Going To Bed For Deep Sleep, It Will Reduce The Risk Of Alzheimer's, Diabetes, And Hard Disease.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારી ઊંઘ માટે આટલું કરો:ગાઢ ઊંઘ માટે સૂતા પહેલાં આ 6 સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરો, અલ્ઝાઈમર્સ, ડાયાબિટીસ, અને હાર્ટ ડિસીઝનું જોખમ ઘટશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઊંઘતા પહેલા ઝડપી અને ભારે એક્સર્સાઈઝની જગ્યાએ સ્ટ્રેચિંગ અને ધ્યાન કરવા જેવી એક્ટિવિટી ફાયદાકારક છે

વિજ્ઞાન કહે છે કે, પોષક તત્ત્વો શરીર માટે જેટલા જરૂરી છે, એટલી જ જરૂરી સારી ઊંઘ પણ છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે, એક્સર્સાઈઝ કરવાથી જલ્દીથી સારી ઊંઘ આવી જાય છે. સારી ઊંઘ એટલે વારંવાર ઊંઘમાં ખલેલ ન પહોંચવી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સૂતા પહેલા ઝડપી અને ભારે એક્સર્સાઈઝ કરવાની સરખામણીમાં સ્ટ્રેચિંગ અને ધ્યાન કરવા જેવી પ્રવૃતિ વધારે ફાયદાકારક છે.

ઝડપી અને ભારે એક્સર્સાઈઝ કરવાથી હાર્ટ બીટ અને બોડીનું ટેમ્પ્રેચર વધી જાય છે, જેનાથી ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. જ્યારે સ્ટ્રેચિંગ અને યોગ જેવી પ્રવૃતિઓ શરીરને શાંત કરતા હોર્મોન્સનો પ્રવાહ વધારે છે, માનસિક ક્રિયાઓ થાય છે જેનાથી નવર્સ સિસ્ટમ શાંત થાય છે. ઊંઘ તે ક્રિયા છે, જે શરીર અને મન બંન્ને આરામ આપે છે. તે ઘણી બીમારીઓથી આપણને બચાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઊંઘતા પહેલા આ 6 સ્ટ્રેચિંગથી આપણી ઊંઘ સુધરી શકે છે.

કાઉ પોઝને કેટ પોઝ પણ કહેવામાં આવે છે.
કાઉ પોઝને કેટ પોઝ પણ કહેવામાં આવે છે.

કાઉ પોઝઃ આ પોઝને 2થી 3 વખત કરવો
ફ્લોર પર ઘૂંટણ અને હાથથી ટેબલ જેવી પોઝિશન બનાવો. કમર ઢીલી રાખવી. હવે શ્વાસ લો. માથું આગળની તરફ રાખો. આ રીતે શ્વાસ છોડતા સમયે દાઢીને છાતીની તરફ લાવો અને કમરને ઉપરની તરફ ગોળાકાર સ્થિતિમાં લઈ જાવ. આ રીતે બંન્ને પોઝનું પુનરાવર્તન કરવું. શ્વાસ લેતા સમયે બિલાડીની અને શ્વાસ છોડતા સમયે ગાયની સ્થિતિ બનશે. આવું ત્રણથી પાંચ વખત કરવું. તે કમર અને ગરદનના તણાવને ઘટાડે છે.

ચાઈલ્ડ પોઝ
ચાઈલ્ડ પોઝ

ચાઈલ્ડ પોઝ: તેને ઊંડા શ્વાસ સાથે 2 મિનિટ સુધી કરી શકાય છે
ઘૂંટણના બળે બેસી જાઓ. હવે આગળની બાજુ શરીર વાળો. છાતીના ભાગને જાંઘ વચ્ચે લઈ જાઓ. પગના અંગુઠા પરસ્પર જોડાયેલા રાખો. ઘૂંટણ વચ્ચે એટલું અંતર રાખો કે તમે સરળતાથી ઊંડા શ્વાસ લઈ શકો. હવે તમારા હાથને સામેની બાજુ નમાવી જમીનને એવી રીતે અડાડો કે તમારુ માથું જમીનને સ્પર્શ કરે. હળવા મસાજ માટે ટેનિસ બોલ અથવા મસાજ બોલને માથાની નીચે રાખી હળવેથી તેને રોટેટ કરો.

થ્રેડ ધ નિડલ
થ્રેડ ધ નિડલ

થ્રેડ ધ નિડલ: આ અવસ્થામાં 5 વાર શ્વાસ લો
શરીરને ટેબલની પોઝિશિનમાં રાખો. હવે શ્વાસ લેતા ડાબા હાથને આકાશ તરફ લઈ જાઓ. પંજો શરીરની બહારની બાજુએ રાખો. હવે શ્વાસ છોડતા સમયે ડાબો હાથ છાતીના નીચે ત્યાં સુધી લઈ જાઓ કે ખભો જમીનને સ્પર્શે. આ દરમિયાન પંજો આકાશ તરફ ખુલ્લો રાખો. જમણા ગાલેથી જમીન સ્પર્શ કરો. શ્વાસ લેતા સમયે ડાબા હાથને આકાશ તરફ લઈ જાઓ. શ્વાસ છોડતી વખતે આ અવસ્થામાં પરત ફરો. હવે બીજા હાથથી પણ આ પ્રક્રિયા કરો.

લૉ લંઝ
લૉ લંઝ

લૉ લંઝ: આ પોઝિશનમાં 5થી 10 વાર ઊંડા શ્વાસ લો
આ પોઝિશનમાં બેસી જાઓ અને જમણો પગ આગળ કરો. ડાબા ઘૂંટણને પાછળની તરફ લઈ જાઓ. બંને હાથ ઘૂંટણ પર રાખો. આ એક્સર્સાઈઝ એક વિશેષ પ્રકારની માંસપેશીઓને ઓપન કરે છે. આ માંસપેશી કરોડરજ્જુને પગ સાથે જોડે છે. આ માંસપેશીઓ ચાલવામાં અને દોડવામાં મદદ કરે છે. આંતરિક અંગો અને ડાટફ્રૉમની મદદ કરે છે. આપણા શ્વાસની ગતિવિધિ પર સીધી અસર કરે છે.

ગરદનની મસાજ
ગરદનની મસાજ

ગરદનની મસાજ: આ અવસ્થામાં 5 વખત શ્વાસ લો
પીઠના બળે સૂઈ જાઓ. ગરદનના નીચે યોગા બ્લોક અથવા મોટી પુસ્તક રાખો. હવે ગરદનને જમણી બાજુ ફેરવતા ગરદનની ઉપર તરફ કાનની પાછળ મસાજ બોલ અથવા ટેનિસ બોલ રાખો. આ અવસ્થામાં 5 વાર શ્વાસ લો. હવે હળવેથી 5 વાર હા બોલી માથું હલાવો અને આ જ રીતે ના બોલી માથું હલાવો. આ જ પ્રક્રિયા બીજી બાજુ પણ કરો. આ રીતથી ગરદનમાં તણાવ ઓછો કરી શકાય છે.

દીવાલની મદદથી સ્ટ્રેચિંગ કરીને L આકાર બનાવો.
દીવાલની મદદથી સ્ટ્રેચિંગ કરીને L આકાર બનાવો.

દીવાલની મદદથી સ્ટ્રેચિંગઃ આ દરમિયાન 5થી 10 વખત ધીમે ધીમે શ્વાસ લો
દીવાલ પર પગ મૂકીને સૂઈ જવું. L આકાર બનાવી લો. સપોર્ટ માટે તમે ધાબળાને વાળીને નીચે રાખી શકો છો. હવે જમણા હાથની પહેલી આંગળીથી જમણું નસકોરું બંધ કરી લો. પાંચથી 10 વખત ધીમે ધીમે શ્વાસ લો. આ ક્રિયા બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન, અને એન્ક્ઝાઈટીને ઘટાડશે. હવે હાથને હટાવી લો અને ધીમે ધીમે નાકના બંને છિદ્રોમાંથી ઊંડો શ્વાસ લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો