અઠવાડિયામાં કેટલાં મિનિટનો વ્યાયામ જરુરી?:કસરત રોજ કરો કે અઠવાડિયાનાં અંતે ફાયદો એક જ સરખો મળે છે, અભ્યાસમાં થયો ખુલાસો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સારૂં સ્વાસ્થ્ય મેળવવા માટે કસરત કરવી એ નિ:શંકપણે રામબાણ ઈલાજ છે. તમને તેના વિશે ઘણીવાર સલાહ પણ મળશે કે તમે આખો દિવસ બેસીને કામ કરો છો તો દરરોજ આમ કરો તો ફાયદો મળશે, વજન ઉતારવા માટે આ કસરત કરો અથવા સારાં સ્વાસ્થ્ય માટે દરરોજ જુદી-જુદી કસરતો કરો. એવું પણ કહેવામાં આવે છે, કે તમારે દરરોજ આટલાં કલાકો સુધી કસરત ફરજીયાતપણે કરવી જોઈએ. વ્યાયામ સંબંધિત આ સલાહ હજારો લોકો જે આ સલાહ અજમાવી ચુક્યાં છે, તેનાં સરેરાશ ડેટામાંથી એકત્રિત કરવામાં આવે છે અને મોટાભાગનાં લોકો પર આ સલાહ કારગર પણ સાબિત થાય છે.

યુ.એસ. નેશનલ હેલ્થ ઇન્ટરવ્યુ સર્વેએ 1997 થી 2013ની વચ્ચે 3.5 મિલિયનથી વધુ લોકો પર ડેટા એકત્રિત કર્યો હતો.
યુ.એસ. નેશનલ હેલ્થ ઇન્ટરવ્યુ સર્વેએ 1997 થી 2013ની વચ્ચે 3.5 મિલિયનથી વધુ લોકો પર ડેટા એકત્રિત કર્યો હતો.

18 વર્ષમાં 3.5 લાખ લોકો પર સર્વે થયો
ઘણીવાર લોકો તમામ સલાહોને અપનાવવાનો પણ પ્રયાસ કરતાં હોય છે, પરંતુ કસરત સાથે સંકળાયેલાં વિશ્વભરનાં લોકોની સમસ્યા એ છે કે તેમની પાસે આ માટે સમય નથી, આવાં લોકો માટે આજે એક મહત્વપૂર્ણ સમાચાર લઈને અમે આવ્યાં છીએ. વૈજ્ઞાનિકોએ 1997થી 2013ની વચ્ચે અમેરિકાના નેશનલ હેલ્થ ઇન્ટરવ્યૂ સર્વે દ્વારા 35 લાખથી વધુ લોકોનો ડેટા એકત્રિત કર્યો હતો. બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટીના એકસરસાઈઝ ફિઝિયોલોજી રિસર્ચરે આ આંકડાંઓમાંથી એક હકીકત શોધી કાઢી છે. તમને આપેલી સલાહ મુજબ જે શારીરિક પ્રવૃત્તિ અને કસરત તમે દરરોજ કરી રહ્યાં છો, તે તમે આ અઠવાડિયાનાં છેલ્લાં બે દિવસ કરો છો તો તેનાથી કોઈ ફરક પડે છે?

બંને પ્રકારના લોકોનાં સ્વાસ્થ્યમાં કંઈ ખાસ ફરક નથી પડતો
આ સંશોધનની લેખિકા માઉરિસિઓ ડોજ સાંટોસના જણાવ્યા મુજબ જે લોકો દરરોજ હળવીથી ભારે કસરત કરે છે અને જે અઠવાડિયાનાં અંતે કસરત કરે છે તે બંનેના સ્વાસ્થ્ય વચ્ચે કંઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. બંને પ્રકારનાં લોકોમાં તમામ કારણોથી મૃત્યુનું જોખમ સમાન દ્રષ્ટીએ ઓછું જોવા મળ્યું હતું.

જે લોકો અઠવાડિયે એકવાર પણ કસરત કરે છે, તેમનામાં મૃત્યુનું જોખમ ઓછું રહે છે.
જે લોકો અઠવાડિયે એકવાર પણ કસરત કરે છે, તેમનામાં મૃત્યુનું જોખમ ઓછું રહે છે.

સાંટોસ સૂચવે છે કે, સમાન માત્રામાં શારીરિક પ્રવૃત્તિ વધુ દિવસોમાં થવી જોઈએ અથવા તેનો સારાંશ થોડાં મર્યાદિત દિવસોમાં આપવો જોઈએ, તે મૃત્યુદરને અસર કરતું નથી. તમારે કેટલી વાર કે ક્યારે કસરત કરવી જોઈએ તેની ચિંતા કરવાને બદલે તમારે એ બાબતની ખાતરી કરવી જોઈએ કે, દર અઠવાડિયે તમને જે શારીરિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે તે પૂરી કરવાનો તમે પ્રયાસ કરો તો જ તમને શરીરમાં કસરતના ફાયદા સૌથી વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

WHO મુજબ પુખ્ત વયના લોકોએ દર અઠવાડિયે 75-150 મિનિટની સખત કસરત કરવી જોઈએ.
WHO મુજબ પુખ્ત વયના લોકોએ દર અઠવાડિયે 75-150 મિનિટની સખત કસરત કરવી જોઈએ.

અઠવાડિયામાં કેટલાં મિનિટનો વ્યાયામ જરુરી?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની માર્ગદર્શિકામાં જણાવાયું છે, કે પુખ્ત વયનાં લોકોએ દર અઠવાડિયે 150-300 મિનિટની મધ્યમ શારીરિક પ્રવૃત્તિ અથવા 75-150 મિનિટની ભારે કસરત કરવી જોઈએ. તાજેતરનાં સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે, જે લોકો શારીરિક પ્રવૃત્તિ કરે છે પછી તે અઠવાડિયાનાં અંતે હોય કે રજાના દિવસે તે કસરત ના કરતાં લોકો કરતાં વધુ જીવે છે.