તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂબોર્ન કેર વીક:માતા સંક્રમિત હોય તો પણ બાળકને સ્તનપાન કરાવવાનું ન છોડવું, રૂમનું તાપમાન 28થી 32 ડિગ્રી રાખવું; આ રીતે નવજાતની સંભાળ રાખો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકની પાસે માત્ર માતા અને પરિવારના સભ્યોએ જ જવું, એ પણ માસ્ક અને હાથને સેનિટાઈઝ કર્યા બાદ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં દરરોજ 7 હજાર નવજાત બાળકોનાં મોત થાય છે. 2018માં 25 લાખ બાળકો જન્મના પહેલા જ મહિનામાં મોતને ભેટ્યાં હતાં. આ સમયે નવજાત શિશુઓની સંભાળ રાખવી જરૂરી બની ગઈ છે કેમ કે, કોરોના હજી પણ ગયો નથી.

તાજેતરમાં માતા બનેલી મહિલાઓના મનમાં ઘણા સવાલ છે, જેમ કે, પોતે સંક્રમિત હોય, તો બાળકને સ્તનપાન કરાવવું કે નહીં, નવજાત બાળકને કોરોનાનું કેટલું જોખમ છે, કોરોનાકાળમાં બાળકોની સંભાળ કેવી રીતે રાખવી... 15થી 21 નવેમ્બર સુધી ન્યૂબોર્ન બેબી કેર વીક મનાવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે જયપુરની જે.કે લોન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રિયાંશુ માથુરે કોરોનાકાળમાં બાળકોની સંભાળ સંબંધિત સવાલોના જવાબ આપ્યા છે. જાણો બાળકોની સંભાળ કેવી રીતે રાખવી...

કોરોનાકાળમાં નવજાતની સંભાળ સંબંધિત 3 પ્રશ્નો

બાળકોમાં કોરોનાના કેસ કેમ ઓછા છે?
બાળકોમાં કોરોનાના કેસ ઘણા ઓછા છે કારણ કે કોરોના જે ACE2 રિસેપ્ટરની મદદથી શરીરમાં એન્ટ્રી લે છે, બાળકોમાં આ રિસેપ્ટર ઘણાં ઓછાં હોય છે. તેથી મોટી ઉંમરના લોકોમાં આવે તેટલા ગંભીર કેસ બાળકોમાં આવતા નથી. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે બેદરકારી રાખવી. બાળકોની આજુબાજુ માતા અને ફેમિલી મેમ્બર્સને જ જવા દેવા જોઈએ અને તે પણ માસ્ક અને હાથ સેનિટાઈઝ કર્યા પછી જ જવું જોઈએ.

આ પણ વાંચોઃ અજાણ્યા કરતાં માતાપિતાનું આલિંગન બાળકોને વધારે પસંદ છે, કેમ કે, તેઓ તેમને ઓછા દબાણથી પકડે છે

માતા કોરોના સંક્રમિત છે, તો શું સ્તનપાન કરાવવું કે નહીં?
માતા સંક્રમિત હોય તો પણ તે સ્તનપાન કરાવી શકે છે, શરત એટલી જ કે તેણે માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત ઉધરસ કે છીંકથી બાળકોને બચાવો. નવજાતને બહાર ના લઇ જવું જોઈએ. તમારી મરજી પ્રમાણે સ્તનપાન કરાવવું ક્યારેય બંધ ન કરવું જોઈએ. માતાના દૂધથી જ બાળકોને રોગ સામે લડવાની શક્તિ મળે છે. 6 મહિના સુધી બાળકોને માતાનું જ દૂધ પીવડાવવું જોઈએ.

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં બાળકોને રસી અપાવવાનું મુલતવી ન રાખો, અન્યથા જોખમ બમણું થઈ શકે છે, રસી અપાવતી વખતે 10 બાબતો ધ્યાનમાં રાખો

ઠંડીમાં કેવી રીતે ધ્યાન રાખવું?
ઠંડીની સીઝન શરૂ થઇ ગઈ છે અને સૌથી વધારે જોખમ પણ આ જ સમયે છે. થોડી પણ બેદરકારીથી હાઈપોથર્મિયા થઇ જાય છે. આવું થવા પર શરીરનું તાપમાન ઓછું થઇ જાય છે. બાળકોમાં ઝડપી શ્વાસ, શરીર ઠંડું પડવું, ધ્રુજારી જેવાં લક્ષણો દેખાય છે. આવાં લક્ષણ દેખાય તો ડૉક્ટરની સલાહ લો. ઠંડીથી બચવા માટે શરીર પર ત્રણ કપડાંનું લેયર હોવું જોઈએ. ધ્યાન રાખો કે જે રૂમમાં બાળક છે, ત્યાંનું તાપમાન 28થી 32 ડિગ્રી હોવું જોઈએ.

ક્યારે કઈ રસી અપાવવાની છે, તે ના ભૂલો
યુનિસેફના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોવિડ 19ને કારણે આખા દક્ષિણ એશિયામાં આશરે 40.5 લાખ બાળકો રેગ્યુલર રસી મુકાવી શક્યા નથી. કોરોનાની પહેલાં પણ આવી સ્થિતિ હતી, પણ હવે તે ચિંતાજનક બની ગઈ છે. રિપોર્ટ પ્રમાણે, જો બાળકોને સમય પર રસી કે વેક્સીન નહિ આપવામાં આવે તો દક્ષિણ એશિયામાં હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવો પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો