કામના સમાચાર:કાપેલાં ફ્રૂટ્સ પર ચાટ મસાલો કે મીઠું નાખવાની ભૂલ ન કરવી જોઈએ, નહીં તો અનેક બીમારીઓ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણા લોકો ફ્રૂટ્સ ચાટ પર મીઠું અથવા તો ચાટ મસાલો છાંટીને ખાતા હોય છે. આ ચાટ મસાલો સ્વાદ તો વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. આજે કામના સમાચારમાં અમે તમને જણાવીશું કે ફ્રૂટ્સ ખાવાની સાચી રીત શું છે, ચાટ મસાલો, મીઠું કે ખાંડ નાખીને ખાવાથી શું નુકસાન થાય છે, ને ફળ ખાવાના શું નિયમો છે...

આજે ડાયટિશિયન અંજુ વિશ્વકર્મા અને મુંબઈનાં ડાયટિશિયન નિહારિકા બુધવાની સમગ્ર માહિતી આપશે.

સવાલ : લોકોને 'ફ્રૂટ્સ ચાટ' હેલ્ધી લાગે છે. ફ્રૂટ્સમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરીને ખાવાથી નુકસાન થાય છે?
જવાબ : ફ્રૂટ્સ ચાટ પર મીઠું છાંટ્યા પછી ફળોમાંથી પાણી છૂટે છે, જેને કારણે પોષકતત્ત્વો નીકળી જાય છે. મીઠું અને ચાટ મસાલામાં રહેલું સોડિયમ પણ કિડની માટે સારું નથી. યાદ રાખો કે ચાટ મસાલામાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે.

સવાલ : ઘણા લોકો ફ્રૂટ્સ પર ખાંડ નાખીને ખાઈ છે, શું થશે?
જવાબ :
ફ્રૂટ્સ પર ખાંડ નાખવું ખોટું છે, ફ્રૂટમાં કુદરતી મીઠાશ હોય છે, ગ્લુકોઝ પણ હોય છે, જેનાથી કેલરી વધે છે, તેથી એક્સ્ટ્રા શુગર શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે, જેને કારણે વજન વધે છે, તો ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ વધારે નુકસાન કરે છે.

સવાલ : ઘણા લોકો જમવાની સાથે ફળ ખાઈ છે, શું આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
જવાબ :
ભારતીયોની ખાવાની રીત પ્રમાણે જમવા સાથે ફળો ખાવા યોગ્ય નથી. આપણો ખોરાક કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરીથી ભરપૂર હોય છે, તેથી જો તમે ખોરાક સાથે ફળો ખાઓ છો, તો કાર્બ અને કેલરી વધે છે. તેથી નોર્મલ ખોરાકમાંથી કાર્બ ઓછો કરીને જમવાની સાથે સાથે ફળો ખાઈ શકો છો. જે લોકો આ કરી શકતા નથી, તેમણે ખોરાક અને ફળો મિક્સ કરવા જોઈએ નહીં.

સવાલ : ઘણા લોકો ફળ કાપીને નાહવા જાય છે, બજારમાં જાય છે અને પાછા આવીને એ ખાય છે. કેટલાક લંચ માટે કાપેલાં ફળો લઈને ઓફિસ જાય છે, એનાથી શું નુકસાન થાય છે?
જવાબ :
ફળો અને શાકભાજી કાપ્યા પછી ન્યૂટ્રિશન વેલ્યુ ઓછી થઇ જાય છે. મોટા ભાગનાં ફળોમાં વિટામિન સી હોય છે. જેમ જેમ આપણે એને થોડા સમય માટે ખુલ્લામાં છોડી દઈએ છીએ ત્યારે એમાં વિટામિન સીની ઊણપ થઈ જાય છે. કાપેલાં ફળો પવન અને ગરમીને કારણે ઝડપથી બગડી જાય છે.

તેથી જ્યારે ફળ ખાવાનું હોય ત્યારે એને કાપીને ખાવાં જોઈએ. રસ્તાની બાજુમાં વેચાતાં ફ્રૂટ્સ ચાટ અને સલાડ ખાવાનું ટાળવું જોઈએ, જેને કારણે ટાઈફોઈડ, ઝાડા અને ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ વધુ રહે છે.

  • જો તમને કોઈ બીમારી હોય તો કયાં ફળ ખાવાં જોઈએ અને કયાફળ ન ખાવાં જોઈએ
  • જો તમે વજન ઘટાડવા માટે ફળો ખાતા હોવ તો સફરજન, કેળાં, કેરી, ચીકુ, દ્રાક્ષ અને ફળોનો રસ ન લો.
  • ડાયાબિટીસના દર્દીઓએ કેરી, કેળાં, ચીકુ, દ્રાક્ષ અને ફળોના રસ પણ ન લેવા જોઈએ.
  • ડાયાબિટીસના દર્દીઓ સફરજન, એવોકાડો, ચેરી, પીચીસ, નાસપતી, આલુ ખાઈ શકે છે. એમાં ખાંડનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ કોઈપણ ફળ ન ખાવું જોઈએ.જો એસિડિટી વધારે હોય તો અડધું કેળું ખાધા પછી ખાઈ શકાય છે.