ઓડકાર એ સંકેત છે કે ખોરાકનું યોગ્ય રીતે પાચન થઈ રહ્યું છે. ઘણી વખત ખાવાનું ખાતી વખતે અથવા જમ્યા પછી પણ ઓડકાર આવે છે, જે સંકેત આપે છે કે પેટ ભરાઈ ગયું છે. આ બધા કરતા અલગ હોય છે ખાટા ઓડકાર. ગરમીમાં આ સમસ્યા અમુક હદ સુધી વધી જાય છે. તેના કારણ અને ઉપાય વિશે વાત કરી રહ્યા છે શ્રી વૈદ્ય આયુર્વેદિક હૉસ્પિટલના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. સોનિયા.
ઓડકાર અને ખાટા ઓડકાર કેવી રીતે અલગ છે?
સામાન્ય ઓડકારની જગ્યાએ જો ખાટા ઓડકાર આવે તો તે સ્વાસ્થ્ય અને ખરાબ લાઈફસ્ટાઈલ તરફ સંકેત કરે છે. ખાટા ઓડકારની સાથે ઘણી વખત જીભ પર કડવાશ, છાતીમાં બળતરા અને ગળા સુધી ખાટા પ્રવાહી આવવાની ફરિયાદ પણ હોઈ શકે છે.
ખાટા ઓડકારનું કારણ શું છે?
એસિડિક બર્પ એટલે કે ખાટા ઓડકાર આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, ખોરાક ચાવવાને બદલે ગળી જવો, જંક ફૂડ વધુ ખાવું, ધૂમ્રપાન કે દારૂ પીવાના કેટલાક કારણ હોય છે. તે સિવાય જે કારણોથી એસિડિક બર્પની ફરિયાદ રહે છે તે આ છે-
મેદસ્વિતા- વજન વધવાના કારણે પણ ખાટા ઓડકારની ફરિયાદ રહી શકે છે. હકીકતમાં વધતા વજન અને પેટ નીકળવાના કારણે એસિડ અન્નનળીમાં આવવા લાગે છે, જે ઓડકારની સાથે ગળા સુધી આવી જાય છે. આ એસિડ જ ખાટા ઓડકારનું કારણ હોય છે.
ડાઈજેશનમાં સમસ્યા- ઈર્રિટેબલ બાઉલ સિન્ડ્રોથી પીડિત લોકોને પણ એસિડિક બર્પમાંથી પસાર થવું પડી શકે છે. ઈર્રિટેબલ બાઉલ સિન્ડ્રોમની સ્થિતિમાં પેટમાં સોજો, દુખાવો, કબજિયાત જેવી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં એસિડ અન્નનળીમાં જાય છે, જેનાથી ખાટા ઓડકાર આવે છે.
કાર્બોનેટેડ ડ્રિંક- જે લોકો બિયર, કોલ્ડ ડ્રિંક અથવા કોઈપણ પ્રકારના કાર્બોનેટેડ ડ્રિંક લાંબા સમય સુધી લે છે, તેમને પણ એસિડિક બર્પની ફરિયાદ રહે છે. તે ઉપરાંત કેફિનનું વધારે સેવન પણ એસિડિક રિફ્લક્સ (ફૂડ પાઈપમાં એસિડ ભરાઈ જવું)ની સમસ્યા થઈ શકે છે.
પ્રેગ્નન્સી સ્ટેજમાં- પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભાશયનો આકાર વધે છે, જેના કારણે શરીરના નીચલા ભાગ પર દબાણ આવે છે. આ સ્થિતિમાં એસિડ ખાવાની પાઈપમાં આવવું અથવા સ્વાદ માટે ચટપટું ખાવાની આદત ખાટા ઓડકારનું કારણ બની શકે છે.
જંક ફૂડમાં વપરાતી વસ્તુઓ શરીરને પોષણ આપવાની જગ્યાએ મેદસ્વિતા વધારે છે. ખાટા ઓડકાર માટે તળેલા અને મસાલેદાર ખોરાકને બદલે લીલા-પાંદડાવાળા શાકભાજી, મોસમી ફળ અને દહીં-છાશ જેવી વસ્તુઓ સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
શું રૂટિનના કારણે પણ આવું થાય છે?
ખાવા-પીવામાં સાવધાની રાખવી. શું ખાઓ છો અને કયા સમયે તેના પર ધ્યાન આપો. સૂવાના સમયે ન ખાવું. ડિનર હળવું લો. વધતી ગરમીમાં ખાટા ઓડકારની સમસ્યાથી બચવા માટે નારિયેલ પાણી, જ્યુસ અને છાશને તમારી ડાયટમાં સામેલ કરો. સૂવા-જાગવાનું એક ટાઈમ ટેબલ સેટ કરો. રૂટિનમાં યોગ, પ્રાણાયામ અને વોક કરવાની આદત સામેલ કરો.
ખાટા ઓડકારને અવગણવું શું યોગ્ય છે?
કોઈપણ નાની મોટી સમસ્યાને અવગણવાનાં પરિણામો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ખાટા ઓડકારની સાથે પણ આવું જ છે. લાંબા સમય સુધી આ સમસ્યા રહે અને જો તેને અવગણવામાં આવે તો આગળ જઈને ‘એસોફેજાઈટિસ’જેવી ગંભીર બીમારીમાં બદલાઈ શકે છે. આ સ્થિતિમાં ગળામાં દુખાવો, સોજો, શ્વાસ લેવામાં સમસ્યા, દાંત સડવા અથવા અન્નનળીમાંથી લોહી નીકળવા જેવી સમસ્યા થઈ શકે છે. આ બધાથી બચવા માટે ખાટા ઓડકારને અવગણશો નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.