વર્લ્ડ બ્રેન ટ્યૂમર ડે / સામાન્ય દેખાતા બિહેવિયરલ ચેન્જિસ અવગણશો નહીં, બ્રેન ટ્યૂમરનાં લક્ષણો હોઈ શકે છે

Do not ignore general-looking behavioral changes, symptoms of brain tumor

Divyabhaskar.com

Jun 08, 2019, 12:14 PM IST

હેલ્થ ડેસ્કઃ મોટેભાગે એવું થાય છે કે માથામાં દુખાવો, અચાનક ચક્કર આવવા અથવા વર્તનમાં ચીડિયાપણું આવી જવું વગેરે લક્ષણોને આપણે સામાન્ય રીતે લઇએ છીએ. ક્યારેક લાગે છે કે વર્ક પ્રેશર અથવા પછી કોઈ ટેન્શનના કારણે માથામાં દુખાવો અથવા વર્તનમાં ફેરફાર થયો છે. તો ક્યારેક લાગે છે કે આવી ભાગદોડથી ભરેલાં જીવનમાં ચક્કર આવવાં સામાન્ય છે. પરંતુ આ બધાં લક્ષણો ક્યારેક જોખમી પણ સાબિત થઈ શકે છે. આ સામાન્ય દેખાતા ફેરફારો ક્યારેક ગંભીર બીમારીઓનો પ્રથમ તબક્કો હોય છે અને આ સામાન્ય વાતોનો બ્રેન ટ્યૂમર એટલે કે મગજની ગાંઠ સાથે ઊંડો સંબંધ હોય છે. આજે એટલે કે 8 જૂનના રોજ વર્લ્ડ બ્રેન ટ્યૂમર ડે છે. તો ચાલો તેનાં લક્ષણો અને સારવાર વિશે વિસ્તૃતમાં જાણીએ.


આ રીતે શરૂઆત થઈ હતી
વર્ષ 1998માં જર્મન બ્રેન ટ્યૂમર એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે 8 જૂનના રોજ દર વર્ષે વર્લ્ડ બ્રેન ટ્યૂમર ડે ઉજવવામાં આવે છે. બ્રેન ટ્યૂમરના સૌથી વધુ દર્દીઓની સંખ્યા જર્મનીમાં વધારે છે. તેમજ દર વર્ષે વિશ્વમાં 500 નવા કેસો સામે આવે છે. જર્મનીની બ્રેન ટ્યૂમર એસોસિએશનમાં વિશ્વના 14 દેશોમાંથી 500 સભ્યો નોંધાયેલા છે. આ બ્રેન ટ્યૂમરના દર્દીઓને જરૂર પડતી દરેક મદદ કરે છે.


બ્રેન ટ્યૂમર અત્યંત ખતરનાક રોગ છે. તેમાં મગજમાં ધીમે ધીમે એક ગાંઠ બને છે જેને ટ્યૂમર કહેવાય છે. કારણ કે, આ મગજની અંદર બને છે તેથી તેને બ્રેન ટ્યૂમર નામ આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા આ રોગની પકડમાં આવતાં સ્ત્રી અને પુરુષની ઉંમર 3થી 15 વર્ષની ઉંમર અથવા 50 વર્ષની ઉંમર પછી નોંધવામાં આવી છે.


માથાનો દુખાવો અવગણવો નહીં
ડોક્ટર્સ જણાવે છે કે જો ક્યારેય પણ સવારે ઊઠ્યા પછી તીવ્ર માથામાં દુખાવો થાય પણ પછી દિવસની સાથે તે ઓછો થવા લાગે ત્યારે પેઇન કિલરનો પ્રયોગ કરવાને બદલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે, આ પ્રકારનો માથાનો દુખાવો બ્રેન ટ્યૂમરનું લક્ષણ પણ હોય છે.


આ ફેરફારો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જવું
જો અચાનક કોઈ વિષય પર વાત કરવાથી અથવા વિચારવાથી માથામાં બહુ ભાર લાગે, કંઈ સાંભળામાં સમસ્યા આવી રહી હોય, ચાલવામાં લથ્થડિયા ખાવાં પડતાં હોય, ઊલટી થાય, અચાનક ચક્કર આવવા લાગે, બોલવામાં તકલીફ પડે અથવા જોવામાં તકલીફ પડે તો આ લક્ષણોને સામાન્ય લક્ષણો સમજવાની ભૂલ ન કરવી. તે બ્રેન ટ્યૂમરનું કારણ પણ હોઈ શકે છે.

X
Do not ignore general-looking behavioral changes, symptoms of brain tumor

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી