રિસર્ચ / દિવસમાં બેથી વધુ ઈંડાં ન ખાવાં જોઇએ, હૃદય રોગનો ભોગ બની શકાય છે

Do not eat more than two eggs a day, it can cause heart attack

Divyabhaskar.com

Jun 12, 2019, 12:14 PM IST

હેલ્થ ડેસ્કઃ ઈંડાં ખાવાથી અનેક ફાયદા થાય છે. ઈંડાંને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. એક ઈંડાંમાં આશરે 13 ગ્રામ પ્રોટીન હોય છે. પરંતુ તાજેતરમાં ઈંડાં સંબંધિત અમેરિકન મેડિકલ અસોસિએશન જર્નલમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં બેથી વધુ ઈંડાં ખાવાથી હૃદય સંબંધિત રોગો થઈ શકે છે.


અમેરિકાની મેસાચુસેટ્સ લોનેલ યુનિવર્સિટીની પ્રોફેસર કેથરીન ટકરે જણાવ્યું કે, સંશોધકોએ અમેરિકામાં લગભગ 30,000 પુખ્ત લોકોના આહાર, સ્વાસ્થ્ય અને જીવનશૈલીની આદતોનો 31 વર્ષ સુધી અભ્યાસ કર્યો. તેમાં તેમને જાણવા મળ્યું કે ઈંડાં વધુ માત્રામાં ખાવાથી તેમાં રહેલું કોલેસ્ટેરોલ બીમારીઓ નોંતરે છે.


અમેરિકાના કૃષિ વિભાગ અનુસાર, એક મોટાં ઈંડાંમાં 200 મિલિગ્રામ કોલેસ્ટેરોલ મળે છે. જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 300 મિલિગ્રામથી વધુ કોલેસ્ટેરોલ લે છે તો તેને હૃદય રોગ થવાનું જોખમ 17% વધી જાય છે. આટલું જ નહીં, મૃત્યુ થવાનું જોખમ પણ 18% વધી જાય છે.


કેથરીન જણાવે છે કે, દરરોજ ઈંડાં ખાવાનું ટાળવું જોઇએ. એક ઈંડાંમાં લગભગ 75 કેલરી હોય છે. જો તમે નાસ્તામાં ત્રણ ફ્રાય કરેલાં ઈંડાં ખાશો તો તેનાથી તમને આશરે 225 કેલરી મળે છે, જે તમારી સ્થૂળતાનું કારણ બની શકે છે.


આ લોકોએ ઈંડાં ન ખાવાં જોઇએ
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત રોગો અને ડાયાબિટીસ હોય તેમણે ઈંડાંનો પીળો ભાગ ખાવાનું ટાળવું જોઇએ કારણ કે, તેમાં વધુ પ્રમાણામાં કોલેસ્ટેરોલ હોય છે. વધુ માત્રામાં ઈંડાંનું સેવન કરવાથી લકવો, નપુંસકતા અને પગમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

X
Do not eat more than two eggs a day, it can cause heart attack
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી