તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Do Fasting While Maintaining Body Health And Maintaining Stamina, Learn The Right Way To Fast In Times Of Epidemic

વ્રત-વિજ્ઞાન:શરીર સ્વાસ્થ્યને સંભાળીને અને સ્ટેમિના જાળવીને કરો ઉપવાસ, મહામારીના સમયમાં જાણો ઉપવાસ કરવાની સાચી રીત

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: લિઝા શાહ
  • કૉપી લિંક
  • ઇમ્યુનિટી જાળવીને ઉપવાસ કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખો

ઉપવાસ શરીર પર અને હેલ્થ પર સીધી અસર કરે છે. ખાસ કરીને આ વર્ષે સ્વાસ્થ્ય જળવાઇ રહે તે ખૂબ જ જરૂરી છે. આડેધડ કે દેખાદેખીમાં ઉપવાસ કરવાને બદલે શરીરનો સ્ટેમિના જળવાઇ રહે એવો વૈજ્ઞાનિક અભિગમ દાખવીને ઉપવાસ કરવા જેથી શરીરની ઇમ્યુનિટી ઓછી ન થાય. બીમારીથી બચવું જરૂરી છે માટે આ વરસે બને તો નવ દિવસ નહીં પણ 3-4 દિવસ ઉપવાસ કરવા

ઉપવાસ કે એકટાણાંમાં એકસાથે ન ખાવું
ઘણી વખત ઉપવાસ કે એકટાણાં દરમિયાન મોટા ભાગના લોકો અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ એક જ વખત ફરાળ કરવાનું પસંદ કરે છે. આ વખતે આપણે ત્યાં હજુ પણ શિયાળાની શરૂઆત થઇ નથી. દિવસ દરમિયાન ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે. આવી પરિસ્થિતિમાં અલૂણા કે નકોરડા ઉપવાસ કરવાથી શરીર ડિહાઇડ્રેટ થઇ ન જાય એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. જો એકટાણાં કરવાના હો તો એક જ વાર ભરપેટ ભોજન કરવાનું ટાળો. એકીસાથે વધુ પડતો ખોરાક ન લેવો. વચ્ચે વચ્ચે પનીર, ડ્રાયફ્રૂટ, ફ્રૂટ વગેરેનો ઉપયોગ કરવો. 3 થી 4 કલાકના અંતરાલમાં થોડું થોડું ખાવ.

બને તેટલા ઓછા તેલમાં ભોજન બનાવો
લગભગ દરેકે દરેક ફરાળી વાનગીઓ ઓછા તેલ માં બનાવી શકાય છે. દૂધ, દહીં, પનીર વગેરે મલાઈ વગરના દૂધનું વાપરો. મોરૈયો, રાજગરો, કુટ્ટુ વગેરે બધું જ ઓછા તેલ માં બનશે. કોઈ ખોરાકમાં ઘી જ વાપરવુ પડે તો બને તેટલું ઓછું વાપરો. મીઠાઈમાં રસગુલ્લાં, ખીર વગેરેનો વપરાશ કરો. દૂધનો માવો અને માવાની વાનગીઓથી દૂર રહો. ખાંડની જગ્યાએ ખજૂર અને અંજીરનું સેવન કરો. ફળફળાદિનો ઉપયોગ કરવો.

શાકનો સૌથી વધુ ઉપયોગ કરો
દૂધી, કાકડી વગેરે શાક ઉપવાસમાં ઉપયોગમાં લેવાય છે. ફક્ત મોરૈયો બનાવવા કરતાં તેમાં દૂધી વગેરે ઉમેરી શકાય છે. બટાકા, સૂરણ, રતાળુ વગેરેને તળવાનું ટાળો. તેને બાફીને ઓવનમાં શેકીને આહારમાં ઉપયોગમાં લઇ શકાય છે.

રાજગરાની રોટલી બનાવો
રાજગરાનાં થેપલાંને બદલે રોટલી બનાવો. બને તેટલું ઓછું ઓઇલી ફૂડ- ફરાળ લેવું.

નકોરડા ઉપવાસ ન કરો
બને ત્યાં સુધી અખા દિવસ પાણી પર ના કાઢો. જેટલું બને તેટલું વધુ પ્રવાહી અને ફરાળનો ઉપયોગ રાખો. બને તો દિવસમાં એકવખત મીઠાંનો ઉપયોગ રાખો જેથી વધુ પડતી અશક્તિ ન આવે. ભૂખ્યા રહીને ઉતારેલું વજન તરત જ પાછું વધી જશે. અશક્તિ આવી જશે.

સૂકો મેવો અને સીડ્સનું સેવન કરો
વચ્ચે વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે સૂકો મેવો અને સીડ્સ ખાઈ શકાય છે. અહીં એ યાદ રાખવું પડે કે બદામ, સીંગ, તલ વગેરે હેલ્ધી છે પરંતુ તેમાં કેલરી ઘણી વધુ છે. તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો. દિવસ દરમિયાન 4 થી 5 બદામ, 2-3 અખરોટ, 5-7 પિસ્તાનું સેવન કરવું. 1 મોટો ચમચો અળસી, તલ, સનફ્લાવર સીડ્સ વગેરેનો ઉપયોગ કરી શકાય. આવા સીડ્ઝ અને ડ્રાયફ્રુટ ખાવાથી વારંવાર લાગતી ભૂખથી દૂર રહી શકાય છે.

તીખું-તળેલું ફરાળ ન કરવું
બને ત્યાં સુધી તળેલું ખાશો નહીં. સાબુદાણા વડાં અને પોટેટો ચિપ્સ સ્વાદ તો આપશે પરંતુ હાલના મહામારીના સમયમાં તમારું સ્વાસ્થ્ય જોખમાઇ શકે છે. ભજિયાં અથવા ચિપ્સ શેકીને બનાવી શકાય છે. મીઠાઈ પણ ઓછી ખાંડમાં દૂધીનો હલવો, ગાજરનો હલવો વગેરે મલાઈ વગરના દૂધમાંથી બનાવી શકાય.

અહીં એક યાદ રાખવી વધુ પડતાં ભૂખ્યા રહેશો અને લાંબો સમય ફક્ત પાણી પર જ રહીને વજન ઉતારશો તો વજન તો ઊતરી જશે. આ વર્ષે ગરબા ગાવાના નથી તેથી નવ દિવસના લાગલગાટ ઉપવાસ પણ થાક્યાં વગર થઇ જશે, પરંતુ આમ કરવાથી શરીરનું મેટાબોલિઝમ નબળું પડશે. વજન તો બીજા બે અઠવાડિયાંમાં પાછું વધી જશે, પરંતુ તમને નબળાઈ પણ ખૂબ આવી જશે. વધુ પડતા ઉપવાસ કરવાથી ત્વચા પણ બગડી જાય છે અને વાળ પણ ખરાબ થઇ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો