ફિટનેસ / બાવડાં મજબૂત બનાવવા અને ફિટ રાખવા ચેસ્ટ પ્રેસ અને રોમ્બોઇડ પુલ્સ જેવી કસરત કરો

Do exercises like chest presses and rhomboid bridges to strengthen arm and chest

Divyabhaskar.com

Nov 03, 2019, 12:09 PM IST

હેલ્થ ડેસ્કઃ ખભા અને બાવડાંને મજબૂત બનાવવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. કસરત એવી કરવી જે અસરકારક હોવાની સાથે સરળતાથી કરી પણ શકાય. તો આજે કેટલીક એવી કસરત કરીએ જેને સરળતાથી કરી શકાય. આ એ પી.ટી. એક્સર્સાઇઝ જેવી છે જેને આપણે બાળપણમાં સ્કૂલમાં કરતાં હતાં. બધી કસરતો એક મિનિટ અને એક પછી એક કરવાની છે.

સ્લાઇડિંગ ફોરઆર્મ પ્રેસિસ​​​​​​​

બંને પગને કમરની સમાન ફેલાવો. હથેળીઓને તસવીર અનુસાર એકબીજા સાથે જોડતા ચહેરાની સમાન રાખો. કોણીઓને એકબીજા સાથે જોડો. હવે હથેળી અને કોણીને એકબીજા પર ભાર આપતા ઉપરની તરફ લઈ જાઓ. પછી દબાવતા સામાન્ય અવસ્થામાં નીચે લાવો. ફરી ઉપર લઈ જાઓ. આ પ્રક્રિયાનું અનેકવાર પુનરાવર્તન કરો.

ચેસ્ટ પ્રેસિસ​​​​​​​​​​​​​​

સીધા ઊભા રહો અને બંને પગને કમર સમાન ફેલાવો. બંને હાથની મુઠ્ઠી વાળી ચહેરાની સમાન લાવીને એકબીજા સાથે જોડી લો. તસવીર અનુસાર, કોણીઓને પણ એકબીજા સાથે જોડો અને જોરથી દબાવો. હવે મુઠ્ઠીથી હાથ પર જોર દેતા હાથને એકસાથે તસવીર અનુસાર ખોલો અને ખભાની સમાન લઈ જાઓ. દબાણ આપતા હાથને ફરી ચહેરાની સામે લઈ જાઓ. આ પ્રક્રિયા અનેકવાર કરો.

રોમ્બોઇડ પુલ્સ​​​​​​​​​​​​​​

સીધા ઊભા રહી જાઓ અને પગને કમરની સમાન ફેલાવો. હાથને ખભાની લાઇનમાં સીધા ફેલાવો અને મુઠ્ઠી વાળી દો. બંને હાથની કોણી ફેરવતા એકસમાન આકાર આપો. હવે મુઠ્ઠીથી હાથ પર ભાર મૂકી હાથને આગળની તરફ લઈ જાઓ અને કોણીને પાછી ખસેડો. હાથને પાછળ લઈ જતા ખેંચો. આ કસરતનું ઘણી વખત પુનરાવર્તન કરો.

ટ્રાયસેપ કિકબેક​​​​​​​​​​​​​​

પગને સહેજ ફેલાવીને ઘૂંટણને થોડા વાળો અને તસવરી અનુસાર ખભાને આગળની તરફ ઝુકાવો. કોણીને વાળતા મુઠ્ઠી વાળો અને તેને ખભાની સામે રાખો. આ સ્થિતિમાં મુઠ્ઠીથી હાથને ભાર આપી તસવીર અનુસાર કમરની પાછળ લઈ જાઓ. ફરી ભાર આપતા ખભા તરફ લઈ જાઓ. હાથમાં ડંબેલ્સ પકડ્યા હોય એ રીતે આ એક્સર્સાઇઝ કરવાની છે.

X
Do exercises like chest presses and rhomboid bridges to strengthen arm and chest

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી