પ્રેગ્નન્સીના આઠ મહિના પૂરા થાય ત્યારે ચીડિયાપણું, ગુસ્સો, ઉલ્ટી, અને થાક લાગવો તે સામાન્ય વાત છે. આ દરમિયાન વજન વધવાની સાથે મહિલાઓમાં આળસ પણ આવી જાય છે. આવી સ્થિતિમાં મૂડ સ્વિંગ એટલે કે વારેઘડીયે મૂડ બદલવા પર એક્સર્સાઈઝ, યોગ, પ્રાણાયામ અને રેગ્લુર વોક કરીને મહિલાઓ ફિટ અને ખુશ રહી શકે છે. તે ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટાડી શકાય છે. તે લેબર પેઈનમાં પણ રાહત રહે છે. ફિટનેસ એક્સપર્ટ રાજકુમાર કુમાવત પાસેથી જાણો બટરફ્લાઈ એક્સર્સાઈઝ કેવી રીતે કરવી...
બટરફ્લાઈ એક્સર્સાઈઝ કયા મહિનાથી શરૂ કરવી?
બટરફ્લાઈ એક્સર્સાઈઝ પ્રેગ્નેન્સીના ત્રીજા મહિનાથી શરૂ કરી શકાય છે. તે પેલ્વિક એરિયાને એસર કરે છે. સાથે જ પગ અને જાંઘને પણ લચીલા બનાવે છે. જાંઘની સ્ટ્રેચિંગ પણ થાય છે. લોઅરબોડીની સ્ટ્રેચિંગ થવાથી આ ભાગનો ફેટ ઘટવા લાગે છે અને થાક પણ ઓછો લાગે છે.
તેને કરવાની યોગ્ય રીત કઈ છે?
સૌથી પહેલાં જમીન પર બેસી જાઓ. બંને પગને ઘૂંટણથી વાળી પગના અંગૂઠાને એકબીજા સાથે જોડો. પછી બંને હાથને પગ પર રાખો અને જાંઘને ફ્લોર પર ટચ કરો અને ઊઠાવો. બટરફ્લાઈની જેમ આ રીતે રીપીટ કરો. કમર એકદમ સીધી રાખો. તેનાથી લોઅરબોડીના સ્નાયુઓ ખુલે છે. નોર્મલ ડિલિવરી થવાના ચાન્સિસ વધે છે અને પેઈન પણ ઓછું થાય છે. આ એક્સર્સાઈઝ કરતી વખતે કમરના નીચેના ભાગમાં દુખાવો થાય તો તેને ક્યારેય ન કરો.
તે ઉપરાંત કઈ એક્સર્સાઈઝ અથવા યોગ કરી શકાય છે?
કેટલાક યોગ અને પ્રાણાયામ પણ કરી શકાય છે. જેમ કે, અનુલોમ-વિલોમ અને શવાસન.
અનુલોમ-વિલોમ કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. બીપી કંટ્રોલમાં રહે છે. સ્ટ્રેસ ઓછો થાય છે. અનુલોમ-વિલોમ કરવા માટે જમીન પર આરામથી બેસો. પછી જમણા હાથના અંગૂઠાથી નાકની ડાબી નાસિકા બંધ કરો અને જમણી નાસિકાથી ઊંડો શ્વાસ લો. પછી એ જ હાથની મીડલ અને રીંગ ફિંગરથી ડાબી નાસિકા બંધ કરો અને જમણી નાસિકાથી શ્વાસ છોડો. આ પ્રક્રિયા જમણી નાસિકાથી પણ રીપીટ કરો.
માનસિક શાંતિ અને સ્ટ્રેસથી બચવા માટે શવાસન કરો
પ્રેગ્નન્સી દરમિયાન શવાસન કરવાથી મહિલાઓને શાંતિ મળે છે. આ આસનથી ગર્ભમાં ઊછરી રહેલા શિશુનો વિકાસ યોગ્ય રીતે થાય છે. તેના માટે પીઠના બળે સીધા સૂઈ જાઓ. હાથ અને પગના ખુલા છોડી દો. સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ અને ધીરે-ધીરે શ્વાસ લો અને છોડો. તેનાથી થાક અને સ્ટ્રોસ પણ દૂર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.