તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વસ્થ રહેવામાં ભોજન જરૂરી છે તેવી જ રીતે વાસણ પણ જરૂરી છે. મોટાભાગે આપણે વાસણની અવગણના કરીએ છીએ. જુદી-જુદી ધાતુના વાસણના ફાયદા અલગ છે. જેમાં રસોઈ કરવામાં આવે છે, તે ધાતુની અસર આખા શરીર પર થાય છે. માટીના પાત્રમાં રાખેલું પાણી પીવાથી શરીર લાંબા સમય સુધી ઠંડુ રહે છે અને તાંબાનું પાણી શરીર માટે ફાયદાકારક છે.
આ દિવાળીએ ખરીદી કરતી વખતે ધ્યાન રાખો કે કઈ ધાતુનાં વાસણ ખરીદી રહ્યા છો. રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, જયપુરના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. હરીશ ભાકુની જણાવી રહ્યા છે અલગ-અલગ વાસણના ફાયદાઓ:
તાંબુ: આ વાસણમાં 8 કલાક રાખેલું પાણી કિડની, લિવર અને પેટ માટે ફાયદાકારક છે
શા માટે જરૂરી: આયુર્વેદ પ્રમાણે તાંબુ શરીરમાં કફ અને પિત્તને સંતુલિત કરે છે. આ ધાતુ પાણીને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે. તે શરીરમાંથી ચરબી અને ઝેરી તત્ત્વો દૂર કરવાની સાથે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું પણ કામ કરે છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પેટ, કિડની અને લિવર માટે ફાયદાકારક છે. વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી પાણી રાખવું જોઈએ.
ધ્યાન રાખો: તાંબાના વાસણમાં ક્યારેય દૂધ ભરવું નહિ કે પીવું પણ નહિ. તેમાં દૂધ મૂકવાથી તે ઝેરી થઇ જાય છે.
ચાંદી: આ વાસણમાં રાખેલું પાણી રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે
શા માટે જરૂરી: આ ધાતુનો સંબંધ મગજ સાથે છે અને તે શરીરના પિત્તને કંટ્રોલ કરે છે. નાના બાળકોનું મગજ ઝડપી કરવા અને તેમની યાદશક્તિ વધારવા માટે તેમને ચાંદીના વાસણમાં ભોજન કે પાણી આપવામાં આવે છે. તેની પ્રકૃતિ શરીરને ઠંડુ રાખે છે. ચાંદીના વાસણમાં ભોજન કરવાથી તન-મન શાંત થાય છે.
જે લોકોને બોલવાનું હોય છે કે અભ્યાસ કરતા હોય તેઓ ચાંદીનાં વાસણનો ઉપયોગ કરી શકે છે. આ ધાતુ 100% બેક્ટેરિયા ફ્રી હોય છે આથી ઇન્ફેક્શનથી બચી શકાય છે. ચાંદીના વાસણ ઈમ્યુનિટી વધારીને બીમારીઓથી પણ બચાવે છે.
ધ્યાન રાખો: ચાંદીના વાસણમાં જમવાથી કોઈ નુકસાન થતું નથી.
લોખંડ: આ વાસણમાં જમવાથી આયર્નની અછત પૂરી થાય છે
શા માટે જરૂરી: ઘણા સમયથી રસોઈ બનાવવાની કઢાઈમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે કારણકે તે સરળતાથી મળે છે અને આયર્નની ઊણપ પૂરી કરે છે. લોખંડની કઢાઈમાં બનેલું ભોજન ખાસ કરીને મહિલાઓએ ખાવું જોઈએ કારણ કે આયર્નની અછત મહિલાઓમાં જ વધારે હોય છે.
આ વાસણમાં બનાવેલું ભોજન શરીરની ફીકાશ અને સોજા દૂર કરે છે. તેમાં દૂધ પીવાથી પણ ફાયદો થાય છે.
ધ્યાન રાખો: તેમાં ભોજન બનાવો પણ તેમાં ભોજન ના કરો.
સોનું: તે આંખોનું તેજ અને સ્કિનની ચમક વધારે છે
શા માટે જરૂરી: સોનાની પ્રકૃતિ ગરમ અને ચાંદીની ઠંડી હોય છે. તે મોંઘું હોવાથી ઘણા ઓછા લોકો તેના વાસણનો ઉપયોગ કરે છે. ઠંડીમાં સોનાના વાસણમાં ભોજન કરવાથી ફાયદો થાય છે. તે સ્પર્મ કાઉન્ટ વધારે છે. તેની અસર શરીરની અંદર અને બહાર એમ બંને જગ્યાએ દેખાય છે. સોનું શરીરને મજબૂત બનાવવાની સાથે આંખોનું તેજ અને સ્કિન પર ચમક વધારે છે.
સ્ટીલ: સ્ટીલનાં વાસણો ન તો ફાયદો પહોંચાડે છે ન તો નુક્સાન
શા માટે જરૂરી: સ્ટીલનાં વાસણો મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. સસ્તાં અને સરળતાથી મળતા હોવાથી તેમનું ચલણ વધું છે. આ વાસણો ન તો ફાયદો પહોંચાડે છે ન તો નુક્સાન. તેમાં ખાવાનું બનાવવાથી અથવા ભોજન લેવાથી શરીરમાં તેની કોઈ અસર થતી નથી. સ્ટીલનાં વાસણો ગરમ થવા પર કે એસિડની કોઈ અસર થતી નથી. તેથી તે સુરક્ષિત છે.
માટીનાં વાસણ: તેમાં બનેલાં ભોજનથી પેટ રોગ દૂર થાય છે
શા માટે જરૂરી: પેટના રોગીઓ માટે માટીના વાસણોમાં ભોજન લેવાથી ફાયદો રહે છે. માટીના વાસણોમાં ભોજન તૈયાર કરવાથી તેના પોષક તત્વો નાશ પામતા નથી. તે ભોજનને પૌષ્ટિક રાખવામાં મદદ કરે છે. તેના ફાયદા લેવા માટે શરત એ છે કે માટીમાં કોઈ ભેળસેળ ન હોવી જોઈએ.
ઘણી વખત માટીના વાસણો સુંદર બનાવવા માટે તેને પેઈન્ટ કરવામાં આવે છે અથવા ચિકણી માટી ઉમેરવામાં આવે છે. વધતી જતી બીમારીઓને લીધે લોકો ફરી એક વાર માટીનાં વાસણોના ઉપયોગની ચલણ અપનાવી રહ્યા છે. માટીના વાસણમાં ભોજન લેવાથી બ્લડ પ્રેશર અને નાકથી લોહી આવવું જેવી સમસ્યામાં રાહત મળે છે. ગરમીઓમાં માટીનાં વાસણોમાં રાખેલું પાણી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે.
એલ્યુમિનિયમ: તેના ઉપયોગથી બચવું
શા માટે જરૂરી: એલ્યુમિનિયમ ધાતુથી બનેલાં વાસણોમાં ભોજન લેવાથી કે તૈયાર કરવાથી નુક્સાન થાય છે. તે બોક્સાઈટથી બનેલાં હોય છે. તેમાં ભોજન લેવાથી શરીરને નુક્સાન થાય છે. આ ધાતુનાં વાસણોમાં બનાવેલો ખોરાક તેનાં પોષક તત્ત્વો ગુમાવી દે છે. આયર્ન, કેલ્શિયમ જેવાં તત્ત્વો નાશ પામે છે. તેનાથી હાડકાં નબળાં પડે છે. આ સિવાય અસ્થમા, ડાયાબિટીસ જેવી બીમારીનું જોખમ વધે છે. એલ્યુમિનિયમ શરીરને અનેક રીતે નુક્સાન પહોંચાડે છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.