રિસર્ચ / ડિવોર્સી અને વિધુર પુરુષોમાં મહિલાઓની સરખામણીએ હાર્ટ અટેકથી મૃત્યુ થવાનું જોખમ વધારે હોય છે

Divorces and widowers are more likely to die of heart attack than women

Divyabhaskar.com

Jun 07, 2019, 11:52 AM IST

હેલ્થ ડેસ્કઃ હૃદયના રોગોથી થતાં મૃત્યુનો સંબંધ ડિવોર્સી જીવન સાથે પણ છે. તાજેતરના સંશોધનમાં આ વાત સામે આવી છે. બ્રિટીશ સંશોધકોના જણાવ્યા અનુસાર, ડિવોર્સી અને વિધુરનું હાર્ટ અટેકથી મૃત્યુ થવાનું જોખમ ડિવોર્સી અને વિધવા મહિલાઓની સરખામણીએ વધુ હોય છે. એવા પુરુષ જેમની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે તેમનામાં હાર્ટ અટેકથી મૃત્યુ થવાની આશંકા 11% વધુ હોય છે. આ સંશોધન બર્મિંગહામની એસ્ટન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.


ઉત્તર ઈંગ્લેન્ડમાં રિસર્ચ થયું
સંશોધનકર્તાઓનો ધ્યેય એ જાણવાનો હતો કે હાર્ટ અટેક આવ્યા બાદ પરિણીત વ્યક્તિ એમાં પણ ખાસ કરીને મહિલાઓની બચવાની સંભાવના કેટલી હોય છે. આ સમજવા માટે ઉત્તર ઇંગ્લેંડની હોસ્પિટલોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં 18 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા જેઓ વર્ષ 2000 અને 2014માં હાર્ટ ફેલ્યર અથવા અનિયંત્રિત હૃદયના ધબકારાની સમસ્યા સામે લડી ચૂક્યા હતા.


પરિણીત પુરુષોમાં હૃદય રોગોથી મૃત્યુનું જોખમ ઓછું
સંશોધકો અનુસાર, આવા વિધુર પુરુષ જે પહેલેથી જ અનિયંત્રિત હાર્ટ બીટની સમસ્યા સાથે લડી રહ્યા છે તેમનામાં હાર્ટ ફેલ્યર થવાનો ચાન્સ 11% અને મૃત્યુની આશંકા 13% વધુ હોય છે. આ જ આંકડો ડિવોર્સી પુરુષોમાં 14% સુધી હોય છે. જ્યારે કે અનિયંત્રિત હાર્ટ બીટથી પીડિત પરિણીત પુરુષોમાં મહિલાઓની સરખામણીએ મૃત્યુ થવાનું જોખમ આશરે 6% વધારે હોય છે.


અપરિણીત પુરુષોની સ્થિતિ વધુ સારી
અપરિણીત પુરૂષોમાં કુંવારી મહિલાઓની સરખામણીએ હાર્ટ ફેલ્યરનું જોખમ 13% સુધી હોય છે. કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. રંજિત મોરેનું કહેવું છે કે, મહિલાઓ અને પુરુષોમાં આ તફાવતનું કારણ તેમની પાસે રહેલી મદદ અથવા સ્વેચ્છાએ મદદ માગવાનું હોઈ શકે છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના અસોસિયેટ મેડિકલ ડિરેક્ટર મેટિન એવકિરણના જણાવ્યાં અનુસાર, હૃદય હુમલા, અનિયંત્રિત ધબકારા અને હૃદયની નિષ્ફળતા ત્રણેયની સ્થિતિ ઉંમરમાં ઘટાડો કરે છે.

X
Divorces and widowers are more likely to die of heart attack than women

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી