ચિંતામાં ડૂબેલા રહેશો તો ડિપ્રેશનના શિકાર બનશો:બચવા માટે મગજને ભટકાવો, માતૃભાષામાં પોતાની જાતને કહો-‘આ બંધ કરો’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વધારે પડતી ચિંતા કરવી અને વધુ પડતું વિચારવું તમને બીમાર બનાવી રહ્યું છે. તે તમને ડિપ્રેશન અને એન્ઝાઈટી તરફ ધકેલી શકે છે. આવી સ્થિતિમાં તે વાત મહત્વની છે કે, તમે તમારા મનને બીજી બાજુ ભટકાવો અને માનસિક રીતે તમારી જાતને થોડો આરામ આપો. એવું નથી કે, તમે એકલા જ વધુ પડતી ચિંતા અને વિચારો કરનારા છો.

અમેરિકાની યેલ યૂનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર રહી ચૂકેલા સુસાન નોલેન હોએકસેમા કહે છે કે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ પ્રકારના સમયમાંથી પસાર થાય છે, જે વ્યક્તિ પોતાની જાત પર નિયંત્રણ નથી રાખી શકતા તે ડિપ્રેશનના શિકાર બને છે. ચિંતા ભવિષ્ય માટે પરેશાન કરે છે તો ઓવરથિંકિંગ પસ્તાવો લાવે છે. હોએકસેમા કહે છે કે, આપણું મગજ સંભવિત પરેશાનીઓની એક પ્રકારની લિસ્ટ બનાવી લે છે. કોઈપણ સમસ્યાની જડ લોકોમાં ખાવાની ક્રેવિંગ જગાડે છે. કોઈને વધારે ભૂખ લાગે છે તો કોઈને સાવ ભૂખ જ લાગતી નથી. આ સ્થિતિમાં ઘણા લોકો નશાના રવાડે ચડે છે.

મગજને ઓવરથિંકિંગથી આ રીતે બચાવો
રુયબેન બર્જર બૉન યુનિવર્સિટીની હોસ્પિટલમાં સાઇકોથેરાપિસ્ટ છે. તે આ પ્રકારની સ્થિતિમાં મનને ભટકાવવાના રસ્તાઓ જણાવે છે. તે કહે છે- ‘જ્યારે પણ તમને ચિંતા કરવાનું મન થાય કે વધારે પડતું વિચારવાનું મન થાય ત્યારે તમારી માતૃભાષામાં તમારી જાતને બૂમો પાડીને કહો ‘બંધ કરી દો.’ તમને આ વાત કદાચ હાસ્યાસ્પદ લાગશે પરંતુ, જ્યારે પણ આવું થાય ત્યારે તેને અજમાવી જુઓ. મનને ખલેલ પહોંચાડતી વસ્તુઓ વિચારવાનું બંધ કરી દે છે.

હાથમાં રબર બેન્ડ બાંધીને અને આ વાત બોલતા-બોલતા તેને ખેંચો. તમે આવી ફોટોઝ પણ તમારી આસપાસ મૂકી શકો છો. ખરેખર, આપણું ધ્યેય મનને સ્થિર કરવાનું છે. આ રીત આપણી જાતને કહે છે કે, આપણી વિચારસરણી યોગ્ય નથી. ઘણા અભ્યાસોમાંથી બહાર આવ્યું છે કે, ‘જે લોકો તેમના અનુભવથી સમસ્યાઓનું સમાધાન શોધે છે, તે હતાશાનો ભોગ બને છે. તો તમારા અનુભવોને સાંભળો.’

મિત્રો સાથે વાત કરો, તમારી જાતને વ્યસ્ત રાખો
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ડૉ. એડવર્ડ સેલ્બી ચિંતા અથવા વધુ પડતા વિચારોથી બચવા માટે મનને વિચલિત કરવાના કેટલાક વધુ માર્ગો સમજાવે છે. તે કહે છે, ‘મનને ભટકાવીને તમારી જાતને ખુશ રાખો. મિત્રો સાથે વાત કરવાની ઘણી રીતો છે, પરંતુ તેમને તમારી સમસ્યાઓ જણાવશો નહીં. તેમને સમસ્યા કહેવાથી તમારું મન ત્યાં જ રહેશે.’​​​​​​​ જુદા-જુદા વિષયો પરની ફિલ્મો જુઓ, જેને સમજવા માટે મનને ખૂબ જ મહેનત કરવી પડે છે. જ્યારે પણ તમે અસ્વસ્થ હો ત્યારે સ્નાન કરો. મન હળવું થશે. નવા ગીતો સાંભળો. ડાન્સ કરો અથવા જીમમાં જાઓ. તમે કોઈ પુસ્તક વાંચો છો અથવા ધ્યાન કરો છો તો તમારી જાતને તેમાં વ્યસ્ત રાખો.

બ્રેકઅપ પછી વધુ પડતું વિચારવું તમને ડિપ્રેશનનો શિકાર બનાવે છે
તે ઓવરથિંકિંગ છે એટલે કે વધારે પડતું વિચારવું છે કે સંબંધોમાં બ્રેકઅપ થયા પછી, લોકો સામાન્ય રીતે ડિપ્રેશનમાં જતા હોય છે. તે બ્રેકઅપ માટે પોતાને જવાબદાર માને છે અને વિચારે છે કે, હવે તેમને કોઈ પ્રેમ નહીં કરે. એ પણ સમજે છે કે, તેણે બધું જ ગુમાવી દીધું. તેના પર સમયસર વધુ ધ્યાન આપવું જોઈએ. તે તેમની અગાઉની મોટાભાગની વસ્તુઓમાં તેમની ભૂલ શોધવાનું શરૂ કરે છે.