તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Discovering A New Way To Know Depression, If The Heartbeat Increases During The Day And Night, It Means That The Person Is Suffering From Severe Depression.

રિસર્ચ:ડિપ્રેશન જાણવાની નવી રીત શોધાઈ, દિવસ અને રાત દરમિયાન હાર્ટબીટ વધી જતી હોય તો તેનો અર્થ એ કે વ્યક્તિ ગંભીર ડિપ્રેશનથી પીડાઈ રહી છે

4 દિવસ પહેલા
  • સંશોધકોએ દાવો કર્યો કે હાર્ટ રેટની મદદથી 81% સુધી ડિપ્રેશનની સચોટ આગાહી કરી શકાય છે
  • જો ડિપ્રેશનને કારણે હૃદયના ધબકારા વધી રહ્યા હોય તો કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા હાર્ટ ફેલ પણ થઈ શકે છે

આજના સમયમાં ઘણા લોકો ડિપ્રેશનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પરંતુ બહુ ઓછા લોકોને પોતે ડિપ્રેશનમાં હોવાની જાણ થાય છે. તેમજ, આજે પણ લોકો ડિપ્રેશનની સમસ્યાને લઇને ડોક્ટર્સ સાથે ખુલ્લા દિલે વાત કરતા અટકાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ દર્દી ડિપ્રેશનથી પીડાય છે કે નહીં તે જાણવા એક નવી રીત શોધી કાઢી છે. જો દર્દીના ધબકારા ઝડપી હોય અને રાત્રે પણ એટલા જ રહે તો તે ડિપ્રેશનની નિશાની છે. આવા લોકોમાં ધબકારા દર મિનિટે 10થી 15 વખત વધી જાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટબીટ દિવસ દરમિયાન વધુ હોય છે. જેમ-જેમ રાત પડે તે ઘટવા લાગે ચે. પરંતુ સામાન્ય લોકો કરતાં રાત્રે પણ વધારે રહે છે.

32 લોકો પર રિસર્ચ થયું
રિસર્ચ કરનારી જર્મનીની ગોથે યુનિવર્સિટીએ તેને સમજવા માટે 32 લોકો પર રિસર્ચ કર્યું. તેમાંથી 16 લોકો એવા હતા કે જેઓ ડિપ્રેશનથી પીડિત હતા અને તેમના હાર્ટ રેટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ સિવાય, 16 એવા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો જેમાં આગામી 4 દિવસ અને 3 રાત સુધી ડિપ્રેસન જોવા મળ્યું ન હતું. ડિપ્રેશનના 90% કેસોમાં હાર્ટ રેટમાં વધારો જોવા મળ્યો હતો. આ રિસર્ચ બાદ નવી માહિતી જાણવા મળી.

હાર્ટ રેટ આ રીતે ચકાસો
એક્સપર્ટ્સનું માનવું છે કે વધુ સ્ટ્રેસ અને બેચેનીની સ્થિતિમાં વ્યક્તિના હ્રદય પર દબાણ વધે છે અને તેણે વધારે કામ કરવું પડે છે. શરીરમાં સોજા આવવાનું એક કાર માનસિક સ્વાસ્થ્ય પણ હોઈ શકે છે, જેની અસર નર્વ અને હાર્ટ રેટ પર પણ પડે છે. આને સમજવા માટે 24 કલાક ફિટનેસ ટ્રેકર લગાવીને હાર્ટ રેટ માપી શકાય છે.

મિનિ ઇકોકાર્ડિયોગ્રામ પેચ દ્વારા મોનિટર કરવામાં આવ્યું
રિસર્ચર ડો. કાર્મેન શીવેક જણાવે છે કે, અભ્યાસ દરમિયાન લોકોની છાતી પર મિની ઇકોકાર્ડિયોગ્રામ પેચ લગાવવામાં આવ્યા. દિવસ-રાત તેની પર નજર રાખવામાં આવી. રિપોર્ટમાં ખુલાસો થયો કે, ડિપ્રેશનથી પીડિત લોકોના હાર્ટ રેટ સામાન્ય લોકો કરતાં વધારે છે.

સંશોધકોએ દાવો કર્યો કે, હાર્ટ રેટની મદદથી 81% સુધી ડિપ્રેશનની સચોટ આગાહી કરી શકાય છે.

વધારે હાર્ટ રેટ એટલે ગંભીર ડિપ્રેશન
​​​​​​​યુરોપિયન કોલેજ ઓફ ન્યુરોસાયકો ફાર્માકોલોજીના જણાવ્યા મુજબ, હાર્ટ રેટથી એવા દર્દીઓ વિશે માહિતી મળે છે જે બહુ ગંભીર ડિપ્રેશનથી પીડાય છે. આવા લોકોમાં ડિપ્રેશન દૂર કરવા માટે 2 પ્રકારના એન્ટિ-ડિપ્રેસન્ટ્સ આપવામાં આવ્યા, પરંતુ તે બિનઅસરકારક રહ્યા.

રિસર્ચરનું કહેવું છે કે, જો પ્રારંભિક તબક્કામાં ડિપ્રેશન વિશે જાણ થઈ જાય તો કાઉન્સેલિંગ અને એક્સર્સાઇઝથી સારવાર કરી શકાય છે. જો ડિપ્રેશનને કારણે હાર્ટ રેટ વધારે વધી રહ્યો હોય તો કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા હાર્ટ ફેલ પણ થઈ શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો