વિન્ટર ફ્રૂટ્સ / શિયાળામાં વિવિધ ફળોનું સેવન કરવાથી સ્વાસથ્યને ફાયદો થશે, અંજીરનું સેવન હાડકાંઓ મજબૂત કરશે

Different fruits will be healthy in winter, fig intake strengthens bones

  • દરરોજ સવારે 12 વાગ્યા પહેલાં 1 કેળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
  • દ્રાક્ષનું સેવન કરવાથી ચામડીના ડાઘાઓ દૂર થાય છે
  • જામફળ તણાવ દૂર કરવામાં મદદ કરે છે

Divyabhaskar.com

Dec 02, 2019, 01:02 PM IST

હેલ્થ ડેસ્કઃ શિયાળાની ઋતુમાં સ્વાથ્યની વિશેષ તકેદારી રાખવી પડે છે. તાજી શાકભાજી સાથે શિયાળામાં આવતા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. શિયાળાના ફળોનું સેવન કરવાથી જરૂરી પોષક તત્ત્વ મળી રહે છે. આ ફળોનું સેવન કરવાથી મશલ ટીશ્યુને ફાયદો થાય છે.

સફરજન
આંખોની નીચે આવતા ડાર્ક સર્કલને દૂર કરવામાં સફરજન ફાયદાકરક સાબિત થાય છે. સફરજનનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. સફરજનનું સેવન કરવાથી સ્કિન કેન્સર અને ડાયાબિટીસની બીમારીમાં રાહત મળે છે.

કેળા
દરરોજ સવારે 12 વાગ્યા પહેલાં 1 કેળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદયનું સ્વાથ્ય જળવાઈ રહે છે.

ક્રેનબેરી
અડધો કપ ક્રેનબેરીમાં 25 કેલરી હોય છે. તેનું સેવન કરવાથી કેન્સર અને બ્લડ પ્રેશર સામે રક્ષણ મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ક્રેનબેરી ફાયદાકારક છે.

સ્ટ્રોબેરી
આંખોની સમસ્યાથી બચવા માટે સ્ટ્રોબેરી ફાયદાકારક છે. હૃદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારીઓ સામે પણ તે રક્ષણ આપે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ સ્ટ્રોબેરી ફાયદાકારક છે.

નાશપતિ
નાશપતિનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત બને છે. ગર્ભવતી મહિલાઓ માટે તે વધારે ફાયદાકારક છે.

દ્રાક્ષ
દ્રાક્ષનું સેવન કરવાથી ચામડીના ડાઘાઓ દૂર થાય છે. તેનું સેવન બ્રેસ્ટ કેન્સર સામે લડવામાં મદદ કરે છે.


મોસંબી
મોસંબીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. અસ્થમાના દર્દીઓએ ખાસ તેનું સેવન કરવું જોઈએ.


સીતાફળ
સીતાફળ ખાવાથી પાચનક્રિયા જળવાઈ રહે છે. એનિમિયા સામે પણ આ ફળ રક્ષણ પૂરું પાડે છે.

ચીકૂ
ચીકૂ હાડકાંઓને મજબૂત કરે છે. તેનું સેવન કરવાથી ચામડી ખીલે છે અને વજન નિયંત્રણમાં રહે છે.

પાઈનેપલ
પાઈનેપલ હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે. તે કેન્સર સામે રક્ષણ આપે છે. શરદી-ઉધરસમાં પણ તે લાભદાયી છે.

અંજીર
અંજીરનું સેવન કરવાથી હાડકાંઓ મજબૂત બને છે. તેમાં રહેલા ફાઈબર વજન ઘટાડવામા મદદ કરે છે.

જામફળ
જામફળનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે. તેનાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે.

ખજૂર
ખજૂર એક વેટ ગેઇન ટોનિક છે. તેનાં સેવનથી હાડકાઓ મજબૂત બને છે.

નારંગી
નારંગીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી રહેલું છે. તેનાં સેવનથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

કિવી
કિવીનું સેવન કરવાથી અનિદ્રાની બીમારીમાં રાહત મળે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

X
Different fruits will be healthy in winter, fig intake strengthens bones

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી