વિન્ટર સ્પેશિયલ:ડાયટિશિયને જણાવ્યા 7 હેલ્ધી ડ્રિંક્સ, મેરેજમાં કોઈ પણ ચિંતા વગર સ્વાદિષ્ટ વાનગીઓ ખાઓ, આ ડ્રિંક્સ તમારું વજન કન્ટ્રોલ કરશે

શ્વેતા કુમારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક ડ્રિંક્સનું બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે સવારે ભૂખ્યા પેટે પીવું
  • સ્મૂધી સવારના નાસ્તા સાથે પીવી જોઈએ

ઠંડીની સીઝન ચાલુ છે. ઘર, સંબંધી કે પછી ફ્રેન્ડ સર્કલમાં આપણને કોઈના પણ લગ્નમાં જવા આમંત્રણ મળી રહ્યું છે. મેરેજ ફંક્શનમાં આપણે વધારે પડતું તેલ-મસાલાવાળું ભોજન પણ કરી રહ્યા છીએ. જો તમે હાલમાં જ કોઈ લગ્નમાં ગયા હો અને પેટ ભરીને ભોજન ખાવા પર ગિલ્ટ ફીલ કરતા હો તો ડોન્ટ વરી, તમને ડિટોક્સ થેરપીની જરૂર છે.

અમે તમને જણાવી રહ્યા છીએ સ્પેશિયલ ડિટોક્સ ડ્રિંક્સ વિશે..ડાયટિશિયન ડૉ. ખુશ્બુ શર્મા જણાવી રહ્યા છે આવા જ અમુક ડ્રિંક વિશે, જે લગ્નની સીઝન અને ઠંડીની સીઝનમાં હેલ્થ મંત્રની જેમ કામ કરશે.

ઠંડીમાં મિત્ર બનશે આ ડિટોક્સ ડ્રિંક્સ
સફરજન-લીંબુનું પાણી: 1 સફરજનને છોલીને તેના નાના ટુકડા કરી લો. અડધા લીંબુનો રસ નીચોવીને આખી રાત એક ગ્લાસ પાણીમાં રાખો. સવારે આ પાણીને ગાળીને પી લો. આ વિટામિન સીનો સારો સોર્સ છે.

ફુદીના-તજનું પાણી:1 ગ્લાસ પાણીમાં ફુદીનાના 10થી 12 પત્તા અને તજના બે મોટા ટુકડા નાખીને આખી રાત રહેવા દો. સવારે આ પાણીને ગાળીને પીવાથી શરીરમાં સુગર કન્ટ્રોલમાં રહે છે. એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર આ ડ્રિંક વજન ઓછું કરવા અને મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સમાં રાહત આપે છે.

ખીરા કાકડી-ફુદીનાનું પાણી: ઠંડીની સીઝનમાં આપણે પાણી પીવાનું ઓછું કરી દઈએ છીએ. એક ખીરા કાકડી અને ફુદીનાના 10 પત્તાને આખી રાત પાણીમાં પલાળો અને સવારે આ પાણી ગાળીને પી લો. આ ડિટોક્સ કરવાની સાથે શરીરમાં પાણીની અછત નહીં થવા દે.

બીટ અને દાડમનું પાણી: અડધા બીટના ટુકડા અને 2 ટેબલ સ્પૂન દાડમના દાણાને આખી રાત 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણી ગાળીને પી લો. આ બોડી ડિટૉક્સિફિકેશનની સાથોસાથ એન્ટિ-એજિંગ અને ડાયજેશનમાં પણ અસરકારક છે.

આ 3 સ્મૂધી શિયાળામાં રાખશે હેલ્ધી
ડૉ. ખુશ્બુ શર્માએ કહ્યું, ઠંડીમાં શાકભાજી ભરપૂર માત્રામાં મળે છે. જો ફળ અને શાકભાજીને મિક્સ કરી ડ્રિંકસ તૈયાર કરવામાં આવે આ આપણા શરીરની જરૂરિયાત પૂરી કરશે.

પાલક+બીટ+આંબળા: આ ત્રણેયને મિક્સ કરેલી સ્મૂધીમાં ફોલેટ, વિટામિન A અને C હોય છે. આ ઉપરાંત તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ હોય છે.

ખીરા+કોથમીર+લીંબુ: આ ડ્રિંક વાળ માટે બેસ્ટ છે. ઠંડીમાં ડેન્ડ્રફની તકલીફ ઓછી કરે છે. લીવર માટે બેસ્ટ છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન A અને C હોય છે.

સંતરા+સફરજન+ગાજર: આ ત્રણેય મિક્સ કરીને બનાવેલી સ્મૂધી વજન ઓછું કરવામાં મદદ કરે છે. શિયાળામાં જો તમે ડાયટ કન્ટ્રોલ ના કરી શકતા હો તો આ ડ્રિંક તમારા રૂટિનમાં સામેલ કરો.

ડૉ. ખુશ્બુ શર્માએ જણાવ્યું, આ દરેક ડ્રિંક્સનું બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે સવારે ભૂખ્યા પેટે પીવું. જો તમે સ્મૂધી પીવાનું વિચારતા હો તો સવારના નાસ્તા સાથે લો. સાંજે કે રાત્રે પીવાથી શરદી-ઉધરસ થઇ શકે છે. આમાંથી કોઈ પણ વસ્તુની તમને એલર્જી હોય તો તે ડ્રિંક ના પીવું.