'સાયલન્ટ કિલર' તરીકે આળખાતી બીમારી ડાયાબિટીસનું જોખમ પુરુષોની સરખામણીએ મહિલાઓને વધારે હોઈ શકે છે. ડાયાબિટીસ ધીરે ધીરે શરીર એટલું નબળું બનાવી દે છે કે દર્દી માટે તે જીવલેણ બની જાય છે. ડાયાબિટીસને કારણે મહિલાઓને હાર્ટ ડિસીઝ, કિડની ડિસીઝ, બ્લાઈન્ડનેસ, ડિપ્રેશન, UTI અને ઈન્ફર્ટિલિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે જ મહિલાઓને હૃદય રોગનું જોખમ પણ રહે છે.
શરૂઆતનાં સ્ટેજમાં આ બીમારીની ઓળખ જરૂરી
નોએડાની એન્ડોક્રિનોલોજિસ્ટ શ્રુતિ ચહલ જણાવે છે કે ડાયાબિટીસ થવાનું સૌથી મોટું કારણ મેટાબોલિક ડિસઓર્ડર છે. તેને લીધે લોહીમાં સુગર લેવલ વધે છે. ડાયાબિટીસને કારણે પીડિત મહિલાઓમાં વજાઈનલ ડિસ્ચાર્જ, દુખાવો, PCOS, સેક્સ્યુઅલ સમસ્યા, વારંવાર યુરિન જવું જેવાં લક્ષણો દેખાય છે. આ સાથે પિરિયડ્સના ફ્લોમાં પણ ફેરફાર થાય છે.
મહિલાઓ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે તે જરૂરી છે. આ સાથે જ સમયાંતરે બ્લડ સુગર ટેસ્ટ પણ કરવો જોઈએ. બ્લડ સુગર લેવલ વધી જવા પર પગની ચામડીમાં ફેરફાર આવે છે. શરૂઆતમાં આ બીમારીની ઓળખ થઈ જાય તો તેને કન્ટ્રોલ કરવી સરળ રહે છે.
ડાયાબિટીસનાં લક્ષણો
લોહીમાં શર્કરા વધી જવાથી આ બીમારી થાય છે
શરીર લોહીમાં રહેલા ગ્લુકોઝ અથવા સુગરનો ઉપયોગ નથી કરી શકતું ત્યારે લોહીમાં સુગરની માત્રા વધવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરમાં ઈન્સ્યુલિન નથી બની શકતું. ડાયાબિટીસ થવાનાં આ મુખ્ય કારણો છે...
ડાયાબિટીસના પ્રકાર
ટાઈપ-1 ડાયાબિટીસ આનુવાંશિક રીતે થાય છે. અર્થાત ફેમિલીમાં માતા પિતા, દાદા દાદી કે કોઈને સુગર હોય તો આ બીમારી થાય છે. અયોગ્ય લાઈફસ્ટાઈલ અને ડાયટને કારણે ટાઈપ-2 ડાયાબિટીસ થાય છે.
બાળકને જોખમ
બેંગલુરુની ગાયનોકોલોજિસ્ટ લલીતા શ્રીનિવાસ જણાવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બ્લડ સુગરથી ગર્ભપાતનું જોખમ રહે છે. મિસકેરેજ અથવા બર્થ ડિફેક્ટની પણ સંભાવના રહે છે. ગર્ભવતી મહિલાઓને ડાયાબિટીસ હોય તો બાળકનાં જન્મ બાદ તેમને શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે.
આ આદત અપનાવો
નોએડાની મેટ્રો હોસ્પિટલની ડાયટિશિયન રિતુ ગિરી જણાવે છે કે ડાયાબિટીસનાં જોખમથી બચવું હોય તો ડાયટમાં શાકભાજી, ડેરી પ્રોડક્ટ અને ફાઈબર વધારે માત્રામાં લો. આ સાથે એક્સર્સાઈઝ પણ રૂટિનમાં સામેલ કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી ડાયાબિટીસનાં જોખમથી બચી શકાય છે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.