બહારથી ફિટ, અંદરથી રિસ્ક:પુનિત કુમાર અને સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી મૃત્યુ, દાંતમાં દુખાવો પણ હાર્ટ અટેકનો સંકેત છે, આ લક્ષણની અવગણના ના કરો

રાધા તિવારી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધારે વેટલિફ્ટિંગ અને પુશ અપ્સ જોખમી બની શકે છે
 • જરૂર કરતાં વધારે કસરત હાર્ટ અટેકનું કારણ બને છે

પહેલાંનાં ટાઈમમાં દીકરો તેના પિતાને હાર્ટ સંબંધિત બીમારીને લીધે હોસ્પિટલ લઈને જતો હતો, પરંતુ હવે સ્થિતિ એકદમ ઊંધી થઈ ગઈ છે. હવે પિતાએ તેના દીકરાને હોસ્પિટલ લઈને જવું પડે છે. બિઝી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સને લીધે હાર્ટના પેશન્ટની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

છેલ્લા ઘણા દિવસોમાં એવા કેસ આપણે જોયા કે જેમાં અંડર-50 ફિટ લોકો હાર્ટ અટેકનો શિકાર થયા છે. ઘણીવાર લોકો પોતે જ સમજી શકતા નથી કે તેમને હાર્ટ અટેક આવ્યો છે અને ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય છે. કન્નડ એક્ટર પુનિત રાજકુમાર અને સિદ્ધાર્થ શુક્લાને આવેલો હાર્ટ અટેક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

મહિલાને હાર્ટ અટેકનું રિસ્ક વધારે
ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા પ્રમાણે, ભારતમાં દર વર્ષે 17 લાખ લોકોના મૃત્યુ હાર્ટની બીમારીને લીધે થાય છે. તેમાં 50% હાર્ટ અટેક 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આવે છે. હાર્ટની બીમારીનું રિસ્ક પુરુષો કરતાં મહિલાઓને વધારે છે

મેડિકલ ટેક્નોલોજી કંપની હાર્ટ ફ્લોના સર્વે પ્રમાણે, સામાન્ય રીતે કોરોનરી હાર્ટ ડિસીઝને લઈને માન્યતા છે કે, આ પુરુષોને થતી બીમારી છે. પણ આ બીમારી મહિલા અને પુરુષ એમ બંનેને અસર કરે છે.

 • દર 8માંથી એક પુરુષને કોરોનરી હાર્ટ ડિસીઝ
 • દર 13માંથી એક મહિલાને આ બીમારીનું જોખમ
 • 13% મહિલાઓ આ બીમારીના લક્ષણ પર ધ્યાન આપતા નથી
 • દર 4માંથી એક મહિલા ડોક્ટર પાસે જતી નથી

દાંતનો દુખાવો, હાર્ટ અટેકનો સંકેત
ઘણીવાર લોકો દાંતના દુખાવાને સામાન્ય સમજીને ડેન્ટિસ્ટ પાસે જતા નથી. તેઓ વિચારે છે કે, આ દુખાવો થોડા સમયમાં જતો રહેશે. પરંતુ લોકો માટે જાણવું જરૂરી છે કે, દાંતનો દુખાવો હાર્ટ અટેકનો સંકેત હોય છે. રૂટિન ચેકઅપની સાથોસાથ શરીરમાં કોઈ અસામાન્ય લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે જવું.

ફિટ રહેવું હોય તો ટેંશન ના લો
​​​​​​​દરેકની બોડી અલગ-અલગ હોય છે. આથી બધાના શરીર પર ફિઝિકલ એક્ટિવિટીની અલગ-અલગ અસર પડે છે. યુવાનો ફિટનેસને લઈને સ્ટ્રેસમાં રહે છે. ફિટનેસ જરૂરી છે, પરંતુ સતત ફિટ રહેવાનું દબાણ જોખમી છે. જિમમાં વધારે વજન ઉઠાવવું અને યોગ્ય ડાયટ ના લેવાથી હાર્ટ અટેકનું જોખમ રહે છે.

વધારે વેટલિફ્ટિંગ અને પુશ અપ્સ જોખમી બની શકે છે
​​​​​​​ફિઝિકલ ટ્રેનર મંટુ સિંહે કહ્યું કે, જો તમને હાર્ટની તકલીફ હોય તો વેટ લિફ્ટિંગ અને પુશઅપ્સ ના કરવા જોઈએ. જિમ્નેશિયમમાં ડોક્ટરની દેખરેખ હેઠળ એક્સર્સાઈઝ કરવી જોઈએ અને ડાયટ પ્રોટોકોલ ફોલો કરવું જોઈએ. વધારે પડતી કસરત અને ફૂડ સપ્લિમેન્ટ્સ શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છે. જરૂર કરતાં વધારે કસરત હાર્ટ અટેકનું કારણ બને છે.

ઓછી ઉંમરમાં હાર્ટ અટેકના જોખમનું કારણ

 • વધારે સ્ટ્રેસ
 • સુસ્ત જીવનશૈલી
 • ઊંઘવામાં તકલીફ
 • સેચ્યુરેટેડ ફેટ્સ
 • નોર્મલ કરતાં વધારે ફેટ
 • નોર્મલ કરતાં વધારે સુગર
 • સ્મોકિંગ અને દારૂની ટેવ
 • ખોટી ફૂડ હેબિટ​​​​​​​

આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જાઓ

 • ​​​​​​​બ્રેસ્ટ કે છાતીમાં દુખાવો
 • શ્વાસ ચઢવો
 • હાથ અને પગ સુન્ન થઈ જવા કે ઠંડા પડી જવા
 • ગળા, પેટ અને કમરના ઉપરના ભાગમાં દુખાવો થવો
 • ગભરામણ થવી
 • અચાનક પરસેવો વળવો
અન્ય સમાચારો પણ છે...