ઓરલ હેલ્થ અલર્ટ:કેન્સર અને ડાયાબિટીસનું જોખમ ટાળવું હોય તો ઓરલ હેલ્થનું ધ્યાન રાખો, આ 4 હેલ્ધી ઓરલ હેલ્થ હેબિટ્સ અપનાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાદે ખાટાં હોય તેવાં ફળોનું સેવન કર્યા બાદ તરત બ્રશ કરવાથી બચવું જોઈએ
  • સારી ઓરલ હેલ્થ માટે સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક અને જંક ફૂડ ન લેવા જોઈએ

ખરાબ ઓરલ હેલ્થ અર્થાત દાંત અને પેઢાં અસ્વસ્થ હોય તેવા લોકોમાં કોરોના વાઈરસના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. આ વાત ગયા વર્ષે જૂનમાં થયેલાં બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચર્સને જાણવા મળ્યું કે, ફેફસાંનાં સંક્રમણ દરમિયાન મોંમા થતી લાળ અથવા લોહી ફેફસાંમાં જવાનું જોખમ હોય છે. તેનાથી સંક્રમણ ફેફસાંમાં ફેલાઈ શકે છે.

મેયો ક્લીનિકના રિપોર્ટ પ્રમાણે, ખરાબ ઓરલ હેલ્થને લીધે હૃદય રોગ, ગર્ભધારણ અને જન્મ સંબંધિત સમસ્યા, ન્યૂમોનિયા, ડાયાબિટીસ, હાડકાં સંબંધિત રોગ અને અલ્ઝાઈમર્સનું જોખમ વધી જાય છે. WHOના જણાવ્યા પ્રમાણે, ઓરલ હેલ્થ દુનિયામાં મોટી સમસ્યા છે. 60-90% સ્કૂલે જતાં બાળકો અને યુવાનો તેનાથી પીડિત છે. નવી દિલ્હીના એન્ડોડોન્ટિસ્ટ ડૉ. અનુપમ ભાર્ગવ પાસેથી જાણો કેવી રીતે ઓરલ હેલ્થનું ધ્યાન રાખી તમે મસમોટાં જોખમથી બચી શકો છો...

ઓરલ હેલ્થની સુરક્ષાની 4 રીત
1. બ્રશ ક્યારે ન કરવું: ખાટું ખાધાના 30 મિનિટ સુધી

જોન્સન એન્ડ જોન્સન કન્ઝ્યુમર ઈન્કોર્પોરેશનમાં ગ્લોબલ ડાયરેક્ટર ઓફ ઓરલ કેર ડૉ. માઈકલ લિંચ કહે છે કે, ખાટાં ફળ અને જ્યુસ પીધા બાદ ઈનેમલ મુલાયમ થઈ જાય છે. તરત બ્રશ કરવાથી તેને નુક્સાન થઈ શકે છે. તેથી ખાટાં પદાર્થો લીધાના 30થી 60 મિનિટ પછી બ્રશ કરવું.

2. સાફ કેવી રીતે કરવા: 45 ડિગ્રી એંગલથી ચાર ભાગમાં વહેંચો
દાંત સાફ કરવા માટે મોંની પાછળના ભાગથી શરૂઆત કરો. મોંના 4 ભાગ માની તેને ટોપ લેફ્ટ, ટોપ રાઈટ, બોટમ લેફ્ટ અને બોટમ રાઈટમાં બ્રશ કરો. બ્રશને 45 ડિગ્રી એંગલે રાખો. અર્થાત બ્રશ અડધું પેઢાં અને અડધું દાંત પર હોવું જોઈએ. દરેક સેક્શનમાં 30 સેકન્ડ સુધી બ્રશ કરો.

3. ડાયટમાં વધારે શું સામેલ કરવું: કાચા અને ફાઈબરયુક્ત ફળ
કાચ્ચાં અને ફાઈબરયુક્ત ફળ જેમ કે, નાશપતિ, ગાજર દાંતને સ્ક્રબ કરે છે. તેનાથી પ્લેક અર્થાત દાંતમાં રહેળી છારી નીકળી જાય છે. તેને ચાવવામાં પણ સમય જાય છે. તેનાથી લાળ બને છે અને તે એસિડને બેઅસર કરે છે.

4. ડાયટમાં કોનું પ્રમાણ ઓછું કરવું: સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક અને જંક ફૂડથી બચો
સુગરવાળી વસ્તુઓ વધારે નુક્સાનદાયક છે કારણ કે પ્લેકના બેક્ટેરિયા તેનાથી જ એસિડ બનાવે છે. કેચઅપ, સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક, ફ્લેવર્ડ યોગર્ટ, પાસ્ટા સોસ જેવી જંક ફૂડ આઈટેમ્સથી દૂર રહો.

આ 3 જોખમ રોકી શકાય છે

  • હૃદયનું જોખમ: ખરાબ ડેન્ટલ હેલ્થથી લોહી પ્રવાહમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધે છે. તે હૃદયના વાલ્વને પ્રભાવિત કરે છે. દાંતની તૂટવાની પેટર્ન પણ હૃદયની ધમનીઓ સાથે સંબંધ રાખે છે.
  • કેન્સર: વેબ એમડીના જણાવ્યા પ્રમાણે, ખરાબ ઓરલ હેલ્થવાળા લોકોમાં હ્યુમન પેપિલોમા વાઈરસથી મોંનાં સંક્રમણમું જોખમ વધારે છે. સમય જતાં તે મોઢાંના કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે.
  • ડાયાબિટીસ: ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યાનુસાર, ખરાબ પેઢાં સમય જતાં બ્લડ ગ્લુકોઝ લેવલને અસર કરવા લાગે છે. તેનાથી સુગર લેવલ વધે છે.
અન્ય સમાચારો પણ છે...