• Gujarati News
  • Lifestyle
  • Health
  • Deficiency Of Vitamin C, Hemoglobin And Iron In The Body Is Responsible For Varicose Veins, If You Have Frequent Varicose Veins, Do This Remedy.

હેલ્થ ટિપ્સ:નસ પર નસ ચઢવા પાછળ શરીરમાં વિટામિન સી, હિમોગ્લોબિન અને આયર્નની ઊણપ જવાબદાર હોઈ શકે, વારંવાર નસ ચઢતી હોય તો આ ઉપાય કરો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે, ઊઠતાં-બેસતાં કે આળસ મરડતી વખતે શરીરના કોઈ પણ અંગમાં નસ ચઢી જાય છે. નસ ચઢી જવાથી ગભરાવાની જરૂર નથી. આ એક સામાન્ય સમસ્યા છે. જો તમને વારંવાર નસ ચઢી જતી હોય તો તમે કોઈ ઉપાય કરીને આ દુખાવાથી છુટકારો મેળવી શકો છો. ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા જણાવે છે નસ પર નસ ચઢી જવાનાં કારણો અને તેના ઉપાયો વિશે.

નસ ચઢવા પાછળ આ કારણો જવાબદાર
ખ્યાતિ શર્મા જણાવે છે કે, રાત્રે સૂતી વખતે ખભા, ગરદન અને હાથ અને પગમાં અચાનક નસો ચઢી જવાનું કારણ શરીરમાં પોષણની ઊણપ હોય છે. તેની પાછળનાં કારણો ખાવા પીવાની આદત, લાઇફસ્ટાઇલ અને ચિંતા છે. નસ ચઢી જવાને કારણે અમુક સમયે સખ્ત દુખાવાનો સામનો કરવો પડે છે. રાત્રે સૂતી વખતે ખભા, ગરદન અને હાથ-પગમાં અચાનક દુખાવો થવા લાગે છે, જેના કારણે તે બીજા દિવસે સવારે પણ સમસ્યા થાય છે.

જો તમને પણ આ સમસ્યા હોય તો આ રહ્યા દૂર કરવાના ઉપાય

વિટામિન સીની ઊણપ
વિટામિન સીની ઊણપથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે જેમ કે, ત્વચાની સમસ્યા અને શરદી-ઉધરસ. વિટામિન સી બ્લડ સેલ્સને મજબુત કરવામાં મદદ કરે છે, જેના કારણે સ્કિન હેલ્ધી રહે છે. જે લોકોને વિટામિન સીની ઊણપ હોય છે તે લોકોને નસ પર નસ વધારે ચઢી જાય છે. નસ ચઢવાને કારણે દુખાવો થાય છે. આ સમયથી બચવા માટે તમે ડૉક્ટરની સલાહ લઇ શકો છો. આ સાથે જ ડાયટમાં વિટામિન સીથી ભરપૂર વસ્તુને સામેલ કરો. આ માટે લીંબુ, ટામેટાં, ખાટાં ફળો, બ્રોકલી, પાલક જેવા લીલા શાકભાજીમાં વિટામિન સી ભરપુર પ્રમાણમાં હોય છે.

હિમોગ્લોબિનની કમી
જે લોકોમાં હિમોગ્લોબિનની ઉણપ હોય છે તે લોકોને સૂતી વખતે પગ અને ખભાની નસો ચઢી જાય છે. શરીરમાં હિમોગ્લોબિનની ઊણપને કારણે બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી. જેના કારણે નસો ચઢી જાય છે. હિમોગ્લોબિન રક્ત વાહિનીઓ મારફતે શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો નસો ચઢી જાય છે, તેથી આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે આયર્નયુક્ત ખોરાક લો. આયર્નયુક્ત ડાયટથી શરીરમાં હિમોગ્લોબિનની ઊણપ નથી થતી. આ વસ્તુથી હિમોગ્લોબિન વધે છે, કેરી, બીટ, દ્રાક્ષ, જામફળ, સફરજન, લીલા શાકભાજી, નારિયેળ, તલ, તુલસી, ગોળ, ઈંડાં, તલ, પાલક.

આર્યનની ઊણપ
જે લોકોને આયર્નની ઊણપ હોય તે લોકોને સૂતી વખતે પગ અને ખભાની નસો ચઢી જાય છે. તમે અમુક આહાર દ્વારા આયર્નની ઊણપનો ખાડો પૂરીને આ સમસ્યાઓ દૂર કરી શકો છો. શરીરમાં આયર્નની ઊણપને કારણે ફકત નસો જ નથી ચઢતી, પરંતુ બીજી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આયર્નની ઊણપને કારણે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે નસોમાં ચઢવાની ફરિયાદ રહે છે.આયર્નની ઊણપને પુરી કરવા આ વસ્તુને ડાયટમાં સામેલ કરો. પાલક, લીલાં પાંદડાવાળાં શાકભાજી, દાળ, કઠોળ, ઘઉં, બદામ, ડ્રાય ફ્રૂટ્સ, બ્રાઉન રાઈસ.

નસ ચઢી જવા પાછળ આ કારણો

  • ચિંતા
  • નબળાઈ
  • પાણીની ઊણપ
  • નસોમાં નબળાઈ
  • વધુ પડતો દારૂ પીવો
  • ખોટી મુદ્રામાં બેસવું
  • લોહીમાં સોડિયમ, પોટેશિયમની ઊણપ
  • માંસપેશીઓમાં પૂરતું લોહી ન આવવું

નસો માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

કાનના પોઇન્ટ દબાવો
જો ડાબા પગમાં નસ ચઢી હોય તો જમણા હાથની આંગળી વડે કાનના નીચેના પોઇન્ટને દબાવો. એ જ રીતે જમણા પગની નસ ચઢી હોય ત્યારે ડાબા હાથની આંગળી વડે કાનના પોઇન્ટને દબાવો.

બરફનો શેક કરો
નસ ચઢ્યા પછી તે અંગ પર ઓછામાં ઓછી 3થી 15 મિનિટ સુધી બરફ લગાવો.

તેલનું માલિશ કરો
તેલને હુંફાળું ગરમ કરો અને જે જગ્યાએ નસ ચઢી હોય ત્યાં હળવા હાથે માલિશ કરો.

મીઠાનું સેવન કરો
ઘણી વાર શરીરમાં સોડિયમની ઊણપને કારણે નસ ચઢી જવાની સમસ્યા રહે છે. તે સમયે નસ પર નસ ચઢી જાય ત્યારે હથેળી પર થોડું મીઠું નાખીને ચૂસો.

આ બીમારીથી બચવાના ઉપાયો આ રહ્યા

  • મસલ્સમાં માલિશ કરવાથી રાહત મળશે
  • સૂતી વખતે પગની નીચે તકિયો રાખો
  • દિવસમાં ત્રણ વખત ઓછામાં ઓછા 15 મિનિટ સુધી બરફ લગાવો.
  • મોઢામાં મીઠું નાખીને નસને સ્ટ્રેચ કરો.
  • શરીરમાં પોટેશિયમની માત્રા ઓછી ન થવા દો.
  • જો સમસ્યા ચાલુ રહે તો ડૉક્ટરનો સંપર્ક કરો.

ડિસ્ક્લેમર :
આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડૉક્ટરની સલાહ અચૂક લેવી.