દિવાળીના તહેવાર પહેલાં જ કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનનાં બે નવા સબ વેરિઅન્ટે પગ-પેસારો કર્યો છે. આ વેરિઅન્ટનું નામ BA.5.1.7 અને BF.7 છે. એકસપર્ટના કહેવા અનુસાર, તહેવાર નજીક આવતા જ કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ શકે છે. તો બીજી તરફ નવા વેરિઅન્ટને કારણે મંગળવારે કેન્દ્ર સરકારે પણ કોરોના સંક્રમણને કારણે દાખલ થનારા લોકો પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.
બંને વેરિઅન્ટ કેટલા જોખમકારક?
બંને સબ વેરિઅન્ટ ખુબ જ જોખમકારક છે આ સબ વેરિઅન્ટના સૌ પ્રથમ કેસ ચીનમાં જોવા મળ્યા હતા. જેના કારણે ચીનમાં કોરોના કેસમાં વધારો થયો છે. હાલમાં અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયામાં સબ વેરિઅન્ટના કેસ જોવા મળી રહ્યા છે. આ વેરિઅન્ટને કારણે સરળતાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ભારતમાં BF.7 વેરિઅન્ટનો પહેલો કેસ ગુજરાતનાં અમદાવાદમાં જોવા મળ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના સબ વેરિઅન્ટ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.
આ વેરિઅન્ટસથી ડરવાની જરૂર કેમ?
દેશમાં દિવાળીના તહેવારની ઉજવણીની શરૂઆત થઇ ચુકી છે. તેથી ઘણા લોકો ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી જેવા નિયમોનો ઉલાળ્યો કરશે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ કમજોર છે, તે લોકો પર જોખમ વધારે છે. આ લોકોને સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને મૃત્યુ સુધીનું જોખમ થઇ શકે છે. આ માટે મહત્વનું છે કે લોકોએ ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઇએ અને માસ્ક પહેરીને જ ઘરની બહાર નિકળવું જોઇએ.
3-4 અઠવાડિયાંમાં ફેલાઇ શકે છે સંક્રમણ
વેક્સિનેશન પર રાષ્ટ્રિય ટેકનિકલી સલાહકાર સમૂહ (NTAGI)ના ચેરમેન ડો. એન કે અરોડાના જણાવ્યા અનુસાર, જો થોડી પણ લાપરવાહી કરવામાં આવે તો આવનારા 3-4 અઠવાડિયાંમાં દેશમાં સંક્રમણ ફેલાઇ શકે છે. તહેવારને કારણે લોકોની ભીડ બજારમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ શિયાળાની પણ શરૂઆત થઇ ચુકી છે અને વાઇરલનાં કેસ પણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ લોકોને આ લક્ષણો અને કોરોનાના લક્ષણોમાં પણ મુંઝવણમાં મુકાઇ શકે છે. ૃ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.