આજે કોઈ પણ ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ હાલમાં જ ઉંદર પર કરવામાં આવેલા એક સંશોધનમાં ખબર પડી છે કે, હાર્ટ એટેક બાદ પણ તમારું હાર્ટ સ્વસ્થ થઇ શકે છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં થયો છે. વૈજ્ઞાનિકોને રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, હાર્ટ એટેકથી ડેડ સેલ્સને હોર્મોન્સ દ્વારા ફરીથી જીવિત કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ કોષો એકદમ કુદરતી જ હશે. જે જીન થેરાપી પ્રક્રિયાઓના કિસ્સામાં પણ એકદમ ફાયદાકારક સાબિત થશે. આ પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો છે. માણસો પર પરીક્ષણ કરવાનું બાકી છે.
જો આ માણસો પર આ પરીક્ષણ કારગર રહ્યું તો, હાર્ટએટેક આવતા છતાં લોકોનો જીવ બચાવી શકાશે. ઉંદરો પર કરવામાં આવેલા આ પ્રયોગમાં સિન્થેટિક મેસેંજર રિબોન્યુક્લીક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેક્નિકમાં mRNA DNA સિક્વન્સની 'બ્લુપ્રિન્ટ' બનાવે છે, જેનો ઉપયોગ શરીર પ્રોટીન બનાવવા માટે કરે છે, જ્યાં પ્રોટીન આપણા કોષોનું નિર્માણ અને નિયંત્રણ કરે છે.
આ પાછળ વૈજ્ઞાનિકનો હેતુ mRNAમાં ફેરફાર કરીને વિવિધ જૈવિક પ્રક્રિયાઓ માટે અલગ-અલગ સૂચનાઓ આપવાનો છે. આ સંદેશ બે રીતે જન્મે છે. પ્રથમ સ્ટેમિન મારફતે છે અને બીજું Yap5sa દ્વારા છે. આ બંને હોર્મોન્સ હૃદયના સ્નાયુઓના કાર્ડિયોમાયોસાઇટ્સને એક્ટિવ કરી દે છે. જે હૃદયના કોષોને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકો ઇચ્છે છે કે મૃત કોષો નવા કોષોની શોધ કરે.
વિશ્વમાં કુલ મૃત્યુમાંથી 1 ચતુર્થાંશ મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે
હાર્ટ એટેક એક ગંભીર બીમારી છે. વિશ્વભરમાં કુલ મૃત્યુના ચોથા ભાગના મોત હૃદયરોગથી થાય છે. છેલ્લા 20 વર્ષમાં હૃદયરોગને કારણે થતા મૃત્યુની સંખ્યામાં 20 લાખથી વધુનો વધારો થયો છે. 2019 સુધીમાં આ સંખ્યા 90 લાખ સુધી પહોંચી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.