તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રાઈવિંગ કરતી વખતે અલર્ટ રહેવું:અડધો કેન બિયર પીધા બાદ ડ્રાઈવિંગ કરવાનું જોખમકારક, આંખ અને હાથનો તાલમેલ બગડી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસા અને સેન જોજ સ્ટટે યુનિવર્સિટીએ મળીને રિસર્ચ કર્યું
  • આલ્કોહોલો પીને ડ્રાઈવિંગ કરવાનું જોખમી સાબિત થઈ શકે છે

બિયર પીધા પછી ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાન રહેવું જોઈએ. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને સેન જોજ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, અડધો કેન બિયર પીને ડ્રાઈવિંગ કરો છો તો હાથ અને આંખ વચ્ચે તાલમેલ બગડી શકે છે. રિસર્ચ અલર્ટ કરે છે કે ડ્રાઈવિંગ અથવા હેવી મશીનરી પર કામ કરતા સમયે આલ્કોહોલ નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિ જોખમકારક છે.

બ્લડમાં આલ્કોહોલ વધવાથી જોખમ
વૈજ્ઞાનિકોના અનુસાર, આ વાત પહેલી વખત સામે આવી છે કે 75 કિલોની વ્યક્તિના બ્લડમાં આલ્કોહોલનું લેવલ વધવા પર 20 ટકા આંખો અને હાથની વચ્ચે સંતુલન બગડવાનું જોખમ વધે છે. રિસર્ચ કરનાર ટેરેન્સ ટાયસનના જણાવ્યા પ્રમાણે, તેને સમજવા માટે અમે ઘણા લોકો પર પ્રયોગ કર્યો.

20 વર્ષના યુવાનો પર રિસર્ચ થયું
રિસર્ચમાં 20 વર્ષની ઉંમરના એવા યુવાનોને સામેલ કરવામાં આવ્યા જે દર સપ્તાબમાં 1થી 2 ડ્રિંક લઈ રહ્યા હતા. તેમને આલ્કોહોલની વિવિધ માત્રાવાળા ડ્રિંક્સ પીવડાવવામાં આવ્યા. ત્યારબાદ તેમની આંખોની મૂવમેન્ટ, કોર્નિયા રિએક્શન અને બ્લડમાં આલ્કોહોલની માત્રા તપાસવામાં આવી હતી.

આલ્કોહોલની અસર જોવા મળી
વૈજ્ઞાનિકોના અનુસાર, રિસર્ચમાં સામે આવ્યું કે બ્લડમાં આલ્કોહોલની માત્ર વધવા પર આંખોની મૂવમેન્ટ બગડી શકે છે. ડ્રાઈવિંગ પહેલા આલ્કોહોલ ન લેવું તે વધારે સારું છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો