હેલ્થ ટિપ્સ:અઠવાડિયામાં 150 મિનિટ સુધી સાઇકલિંગ કરવાથી સ્વાસ્થ્ય રહે છે સારું, અનેક બીમારી થાય છે દૂર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઇકલિંગથી તમે શરીરને સ્વસ્થ રાખી શકે છે. જો તમે 19થી 21 કિલોમીટરની ઝડપે દરરોજ અડધો કલાક સાઇકલિંગ કરો છો તો 472 કેલેરી બર્ન થાય છે, એટલે કે, દર અઠવાડિયે 1500થી વધુ કેલેરી બર્ન થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં 150 મિનિટ સાઇકલિંગથી તમારા સ્વાસ્થ્યને સારું રાખી શકો છો.

ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલી રિમ્સ ફિઝિયોથેરાપિસ્ટ દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, સાઇકલિંગથી સ્વાસ્થ્ય સારું રહે છે. બહાર જવું હોય કે, માર્કેટ જવું હોય કે પછી ઓફિસ જવું હોય સાઇકલ તમને ફિટ રાખે છે. અડધો અથવા એક કલાક સુધી સાઇકલિંગ કરવાથી શરીરનું બેલેન્સ બરાબર રહે છે.

બ્લડ સર્ક્યુલેશન વધશે
રેગ્યુલર સાઇકલિંગ કરવાથી આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધે છે. ત્વચાની કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચે છે. ફક્ત માંસપેશીઓ જ નહીં પરંતુ લાંબા સમય સુધી પેડલિંગ કરવાથી સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.

સ્ટેમિના વધે છે
રમતગમતની દુનિયામાં ઘણા રિસર્ચમાં ખબર પડી છે કે, સાઇકલ ચલાવવાથી સ્ટેમિના વધે છે. સાઇકલિંગ દરમિયાન પેડલિંગ, ઊંચાઈ પર ચઢવું, પુષ્કળ

પરસેવો થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તો ફેફસાંને વધુને વધુ ઓક્સિજન મળે છે.

કંટ્રોલમાં રહે છે બ્લડપ્રેશર
હાલમાં એક સર્વમાં જાણવા મળ્યું છે કે, ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત 60થી 70 વર્ષની મહિલોઓએ 12 અઠવાડિયા સુધી દરરોજ અડધી કલાક સાઇકલિંગ કર્યું હતું. તેમના બ્લડ ગ્લુકોઝના લેવલમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિયમિત સાયકલ ચલાવવાથી હૃદયની બીમારીઓ 40 ટકા ઓછી થાય છે.

સ્ટ્રેસ દૂર થાય છે
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંઘમિત્રા ગોડી જણાવે છે કે, સાઇકલિંગ એ ઍરોબિક પ્રવૃત્તિ છે. તેનાથી તણાવ અને હતાશાનો અંત આવે છે. આપણે જે પ્રકારની લાઇફસ્ટાઇલ ફોલો કરીએ છીએ તેમાં સાયકલ ચલાવવાની જરૂરિયાત વધુ છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.