• Gujarati News
 • Lifestyle
 • Health
 • CT Score Greater Than 1000 Then The Risk Of Heart Attack Is 25% Higher; The Risk Remains Up To 42% If Cholesterol And Blood Sugar Are High

હાર્ટ હેલ્થ અલર્ટ:CT સ્કોર 1000થી વધારે હોય તો હાર્ટ અટેકનું જોખમ 25% વધારે, કોલેસ્ટેરોલ અને બ્લડ સુગર થવા પર 42% જોખમ રહે છે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ડેટા મુજબ, હૃદય રોગ દુનિયામાં થતાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. દર વર્ષે આશરે 1.79 કરોડ લોકો હૃદય રોગને લીધે મૃત્યુ પામે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે સમયાંતરે તપાસ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું કરી શકાય છે.

અમેરિકન હાર્ટ એસોસિએશનની જર્નલ 'સર્ક્યુલેશન'માં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, કેટલીક ખાસ તપાસ કરીને હાર્ટ અટેકનાં જોખમનું અનુમાન લગાવી શકાય છે. એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યુટ, મુંબઈના ડાયરેક્ટર ઓફ મેડિકલ અફેર્સ ડૉ. વિજય ડીસિલ્વા પાસેથી જાણો કેવા પ્રકારના મેડિકલ ટેસ્ટથી તમે હૃદય રોગનાં જોખમનું અનુમાન લગાવી શકો છો...

CT સ્કોર: તેને હૃદયનું CT સ્કેન પણ કહેવાય છે
કોરોનરી કેલ્શિયમ સ્કેનને હૃદયનું સ્કેન પણ કહેવાય છે. જો કોરોનરી કેલ્શિયમ સ્કેન સ્કોર 1000થી વધારે હોય તો આગામી 1 વર્ષમાં હાર્ટ અટેકની આશંકા 25% વધારે છે. જો સ્કોર શૂન્ય હોય તો આગામી 5 વર્ષમાં હાર્ટ અટેકનું જોખમ ઘણું ઓછું છે.

કોલેસ્ટેરોલ-બ્લડ સુગર: બંનેનું લેવલ વધ્યું તો જોખમ 42%
કોરિયન નેશનલ હેલ્થ ઈન્શ્યોરન્સ સર્વિસના 35 લાખ દર્દીઓના ડેટાનું એનાલિસિસ જણાવે છે કે, હાઈ કોલેસ્ટેરોલ અથવા હાઈ બ્લડ સુગરને કારણે હાર્ટ અટેકનું જોખમ 42% વધી જાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, 20 વર્ષની ઉંમર પછી 4થી 6 વર્ષના સમયાંતરે અને 40 વર્ષની ઉંમર પછી આ ટેસ્ટ કરાવવાનો સમય વધારવો જોઈએ.

કોરોનાકાળમાં હૃદયનાં સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી

હૃદય રોગી પહેલાંથી જ કોરોનાના રિસ્ક ઝોનમાં છે, પરંતુ રિકવરી બાદ પણ તેની અસર હૃદયમાં રહે છે. તેથી હૃદયનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

 • ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓને હાર્ટ પર ગંભીર અસર થાય છે. સંક્રમણની સારવાર બાદ તેમનામાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં બળતરા જેવાં લક્ષણ દેખાય છે. હૃદયની કાર્ય કરવાની ક્ષમતા પર અસર થઈ રહી છે. જે લાંબા સમય સુધી દેખાશે.
 • અમેરિકન મેડિકલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારા 100માંથી 78 દર્દીના હાર્ટ ડેમેજ થયાં અને હૃદયમાં સોજો જોવા મળ્યો. રિસર્ચ પ્રમાણે સંક્રમણ જેટલું વધારે વધશે ભવિષ્યમાં તેટલી વધુ આડઅસરનું જોખમ વધશે.
 • અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારા દર 7માંથી 1 વ્યક્તિ હાર્ટ ડેમેજથી પીડિત છે. તે સીધી રીતે તેમની ફિટનેસ પર અસર કરે છે.

હૃદય સ્વસ્થ રાખવાની ટિપ્સ

 • ઘઉંની રોટલીને બદલે બાજરા, જુવાર અથવા રાગી અથવા તમામના મિશ્રણની રોટલી લો. કેરી, કેળાં, ચીકુ સહિતનાં સ્વાદે વધારે ગળ્યાં ફળો ઓછાં લો. તેના બદલે પપૈયું, કિવી, નારંગી સહિતના ફળો લો. તળેલી અને ગળી વસ્તુઓનું જેટલું ઓછું સેવન કરશો તેટલું સારું છે. ભૂખ હોય તેનાથી 20% ઓછું ભોજન લો અને દર 15 દિવસે વજન ચેક કરો.
 • અઠવાડિયામાં 5 દિવસ 45 મિનિટ એક્સર્સાઇઝ કરો. વોકિંગ કરો છો તોપણ તેની અસર જોવા મળશે. હૃદયની બીમારીઓનું કારણ મેદસ્વિતા પણ છે. જેટલું વજન વધશે તેટલું હૃદયરોગનું જોખમ વધશે. ફિટનેસનું લેવલ ઊંચું લાવવા માટે પ્રયાસ કરો કે સીધા ઊભા રહો ત્યારે નીચે જોવા પર બેલ્ટનું બક્કલ દેખાય. જો 1થી 1.5 કિલોમીટરનાં અંતરે ક્યાંક જવું છે તો ચાલતા જાઓ.
 • દરરોજ મિનિમમ 7 કલાકની ઊંઘ લો. વહેલા સૂઈને વહેલાં જાગવાનું રૂટિન બનાવો. રાતે 10 વાગ્યે સૂઈને સવારે 6 વાગ્યે જાગવાનો આદર્શ સમય છે. તેનાથી શરીર નાઈટ સાઈકલમાં સારી રીતે કામ કરી શકશે. તણાવથી દૂર રહો. તેની સીધી અસર મસ્તિષ્ક અને હૃદય પર થાય છે.
 • ધૂમ્રપાન સંપૂર્ણ રીતે છોડી દો. સતત ધૂમ્રપાન કરવાથી તેનો ધુમાડો ધમનીઓની લાઈનિંગને નબળી કરી દે છે. તેનાથી ધમનીઓમાં ચરબી જમા થવાની આશંકા વધી જાય છે. આલ્કોહોલથી દૂર રહેવાથી હાર્ટ હેલ્ધી રહે છે.એક્સપર્ટના મતાનુસાર, સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ મેસેજમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. હાર્ટને લઈને પણ અનેક અફવાઓ વાઈરલ થાય છે. જેમ કે દિવસની શરૂઆત 4 ગ્લાસ પાણીથી કરીએ તો હૃદયરોગોનું જોખમ રહેતું નથી. આ પ્રકારના મેસેજથી બચો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ નિર્ણય લો. નહિ તો આવી અફવાઓ પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
 • તમામ પ્રકારનું ભોજન લિમિટમાં લો. જેટલી ભૂખ હોય તેનાં કરતાં 20% ઓછું ખાઓ. ઘરમાં વજન માપવાનું ડિજિટલ મશીન રાખો. દરરોજ સવારે વજન ચેક કરો. વધારે વજન હોય તો એક્સર્સાઈઝ કરો.
 • વૉકિંગ અથવા કસરત કરવાનો ટાઈમ ન મળતો હોય તો બીજી રીતે કેલરી બર્ન કરો. રૂટિન દરમિયાન હળવો વ્યાયામ કરો. ચા બનાવતી વખતે 4-5 મિનિટ એક્સર્સાઈઝ કરો.
 • જો તમારે 1 કિલોમીટરના અંતરે જ જવું છે અને તમારી પાસે સમય હોય તો ચાલતા જાઓ. હૃદય માટે તેના કરતાં સારું કશું જ નથી. ત્રીજા માળ સુધી બને તો સીડી ચઢીને જાઓ.
અન્ય સમાચારો પણ છે...