શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે મોમોઝ ખાવાથી કોઈનું મોત થઇ શકે છે? હા, મોમોઝ ખાવાથી મોત થઇ શકે છે. 50 વર્ષની વ્યક્તિના ગળામાં મોમોઝ અટકવાથી મોત નીપજ્યું છે. દિલ્હીની AIIMS ફોરેન્સિક ઇમેજિંગ જર્નલે આ પર એક રિપોર્ટ બનાવ્યો છે.
આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જો કોઈ ઉતાવળમાં મોમોઝના ઉપરનો ભાગ ગળી જાય છે તો એ શ્વાસનળીમાં ચાલ્યો જાય છે, જેનાથી શ્વાસનળી બ્લોક થવાથી થોડા જ સમયમાં મોત થઇ જાય છે.
ડોક્ટરોએ આપી ચેતવણી
AIIMSએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ કેસ ફોરેન્સિક માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્પોટ થયો હતો કે મોમોઝ શ્વાસ નળીમાં ફસાઈ ગયું હતું, જેને કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેનું મોત થયું હતું. તબીબોએ આ અંગે આરોગ્ય ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે જમતી વખતે હંમેશાં સાવધાની રાખો. ધીમે-ધીમે ચાવીને ખાઓ.
પટના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ, પટનાના, સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર (ENT) ડૉ. શાહીન ઝફર કહે છે, કોઈપણ ખોરાકને ખાતા પહેલાં બરાબર ચાવવું જોઈએ, જેને કારણે ખોરાકનો ટુકડો શ્વાસનળીમાં જશે નહીં. ઉપરાંત દરેક વ્યક્તિ જાણે છે કે ચાવીને ખોરાક ખાવાથી પાચન પણ બરાબર થાય છે.
જમતા સમયે વાત કરવાનું ટાળો
AIIMS નવી દિલ્હીના ભૂતપૂર્વ ડૉક્ટર અને રાંચીના બર્લિન ડાયગ્નોસ્ટિક સેન્ટરના જનરલ ફિઝિશિયન ડૉ. રવિકાંત ચતુર્વેદી જણાવ્યું હતું કે AIIMSનો આ રિપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. મોમોઝ ખાઓ છો કે માંસ, જમતી વખતે વાત ન કરવી જોઈએ. વાત કરીએ તો મોંમાંથી હવા પણ શરીરની અંદર જાય છે. ખોરાકના કણોને શ્વાસ નળીમાં પ્રવેશતાં અટકાવવા માટે એપિગ્લોટિસ ફ્લૅપ હોય છે. આ એક શટર જેવું છે, જે સંવેદનશીલ હોય છે.
જ્યારે આપણને જમતી વખતે વાત કરવાની ટેવ હોય છે, ત્યારે ખોરાકના ટુકડા શ્વાસ નળીમાં જાય છે અને અચાનક આપણને ઉધરસ આવવા લાગે છે. કેટલીકવાર તો નાકમાંથી પણ ખોરાકના ટુકડા બહાર આવે છે. જો આ ટુકડા મગજ તરફ જાય તો મૃત્યુ પણ થઈ શકે છે.
ગળામાં કઇ ફસાઈ ગયું હોય એવું ક્યારે લાગે?
ફેફસાંને પણ નુકસાન પહોંચાડે છે
RKLF મેટ્રો હોસ્પિટલ શાદીપુર નવી દિલ્હીના પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાકેશ કુમાર યાદવ જણાવે છે કે શ્વાસનળી અને અન્નનળી બંને ખૂબ જ નાજુક હોય છે. એપિગ્લોટિસ ફ્લૅપ ખોરાકને અન્નનળી અને ફેફસાંમાં પ્રવેશતાં અટકાવે છે. જો ઉતાવળમાં જમવામાં આવે અથવા તો વાત કરવામાં આવે તો ખોરાક ગળી જાય છે. જે એપિગ્લોટિસ ફ્લૅપને અસ્વસ્થ બનાવે છે. તો ખોરાકના કણો ફેફસાંમાં પણ જઈ શકે છે. આ સ્થિતિમાં ન્યુમોનિયાની સ્થિતિ પણ થઈ શકે છે.
શું ધ્યાન રાખવું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.