• Gujarati News
  • Lifestyle
  • Health
  • Covina borne Antibodies Are Being Passed From Mother To Child Receiving The Covid Vaccine, Which Protects The Baby From Infection.

કોવિડ સામે રક્ષણ:કોવિડ વેક્સિન લેનારી માતામાંથી બાળકમાં કોરોનાનો સામનો કરનારી એન્ટિબોડીઝ પહોંચી રહી છે, તે બાળકને સંક્રમિત થતાં બચાવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો
  • રિસર્ચમાં 21 માતાના બ્રેસ્ટ મિલ્ક અને લોહીની તપાસ કરવામાં આવી

કોવિડ વેક્સિન લીધા બાદ માતા દ્વારા બાળકોમાં એન્ટિબોડી પહોંચી રહી છે. રિસર્ચમાં તેનું પ્રમાણ મળ્યું છે. આ દાવો ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. સંશોધકોનું કહેવું છે બ્રેસ્ટ ફીડિંગનાં માધ્યમથી માતા અને તેનાં બાળકમાં પહોંચનારી એન્ટિબોડી તેમને કોરોનાથી બચાવે છે.

આ કારણે એન્ટિબોડી જરૂરી
સંશોધક જોસેફ નિયૂ જણાવે છે કે, જ્યારે બાકનો જન્મ થાય છે તો તેની ઈમ્યુન સિસ્ટમ એટલી ડેવલપ થયેલી નથી હોતી. સંક્રમણ સામે લડવું બાળક માટે મુશ્કેલ થઈ જાય છે. આવા સમયમાં બાળકોને કોઈ ખાસ વેક્સિન પ્રત્યે રિસ્પોન્સ આપવો મુશ્કેલ બને છે. આ ઉંમરમાં બ્રેસ્ટ મિલ્ક બાળકની ઈમ્યુનિટી વધારવા માટેનો સારો વિકલ્પ હોય છે.

રિસર્ચ

  • અમેરિકામાં ડિસેમ્બર 2020થી માર્ચ 2021 દરમિયાન સ્વાસ્થ્યકર્મીઓને ફાઈઝર અને મોડર્નાની વેક્સિન આપવામાં આવી. તેમાં 21 એવી મહિલાઓ સામેલ હતી કે જે પોતાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હતી અને તેમને કોરોના થયો નહોતો.
  • આ 21 માતાઓના બ્રેસ્ટ મિલ્ક અને લોહીના 3 વખત સેમ્પલ લેવામાં આવ્યા. વેક્સિન લેતાં પહેલાં, પહેલા ડોઝ અને બીજા ડોઝ બાદ સેમ્પલ લેવામાં આવ્યા. તમામ લોહી અને બ્રેસ્ટ મિલ્કના સેમ્પલની તપાસ કરવામાં આવી.
  • તપાસમાં સામે આવ્યું કે બીજો ડોઝ લીધા બાદ માતાના દૂધમાં 100ગણી વધારે એન્ટિબોડી બની. તેના સેમ્પલમાં એન્ટિબોડીનું લેવલ એક વખત સંક્રમિત થયેલાં લોકો કરતાં પણ વધારે હતું.

વેક્સિન લેવાની સાથે આ બાબતોનું ધ્યાન રાખો

વેક્સિન લીધા બાદ અનિદ્રા અને તણાવથી બચો

  • મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં લેક્ટેશન કન્સલ્ટન્ટ ડૉ. માનસી શાહ જણાવે છે કે, વેક્સિન લીધા બાદ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો તેવું નથી. તેથી ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.
  • વેક્સિન લીધા બાદ તણાવ ન લો અને 8 કલાકની ઊંઘ પૂરી કરો. આલ્કોહોલથી અળગા રહો કારણ કે તે ઈમ્યુન રિસ્પોન્સ ધીમો કરે છે. આ સિવાય શરીરમાં આલ્કોહોલનું લેવલ વધારે હોવાથી બ્રેસ્ટફીડિંગનાં માધ્યમથી બાળકોમાં આલ્કોહોલ પહોંચી તેમને નુક્સાન પહોંચાડે છે. જે જગ્યાએ વેક્સિન લીધી હોય ત્યાં બરફનો શેક કરો.