અમેરિકાની કંપની રિજબેકનો દાવો:કોવિડની નવી દવા 5 દિવસમાં વાઈરલ લોડ ઘટાડશે, શરીરમાં કોરોનાની વધતી સંખ્યાને અટકાવશે

2 વર્ષ પહેલા
અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની ટેબલેટ તૈયાર કરી.
  • અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની ટેબલેટ તૈયાર કરી છે
  • મોલ્નુપિરાવીર ડ્રગથી નવી દવા તૈયાર કરનારી અમેરિકાની કંપની રિજબેક બાયોથેરાપ્યુટિક્સે શનિવારે રિસર્ચના પરિણામ જાહેર કર્યા

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની ટેબલેટ તૈયાર કરી છે. આ દવા પર કરવામાં આવેલી શરૂઆતની સ્ટડીમાં સામે આવ્યું કે તે વાઈરલ લોડને ઘટાડે છે. 5 દિવસ સુધી ચાલેલી સારવારમાં દર્દીમાં વાઈરસની સંખ્યા ઘટી. મોલ્નુપિરાવીર ડ્રગથી નવી દવા તૈયાર કરનારી અમેરિકાની કંપની રિજબેક બાયોથેરાપ્યુટિક્સે અત્યાર સુધી થયેલી પ્રી-સ્ટડીના પરિણામ શનિવારે જાહેર કર્યા. જો ટ્રાયલમાં દવા સફળ થયા છે તો તે કોરોનાની સામે પહેલી ઓરલ એન્ટિવાઈરલ દવા હશે.

કોરોનાના રેપ્લિકેશનને અટકાવે છે
કંપનીના કો-ફાઉન્ડર વાયન હોલમેનના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના અત્યાર સુધીના પરિણામો દર્શાવે છે કે, નવી દવા શરીરમાં કોરોનાની વધતી સંખ્યાને (રેપ્લિકેશન) રોકે છે. તે સાબિત કરે છે કે આ દવા કોરોનાની સામે લડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, રિસર્ચના અત્યાર સુધીના પરિણામ 100 ટકા એ વાત સાબિત નથી કરતા કે તે સંપૂર્ણ રીતે બીમારીની અસરને ઘટાડશે. હજી વધુ રિસર્ચ થવાનું બાકી છે.

આ રીતે કામ કરે છે દવા
કોરોનાની સામે અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલી દવા તેના સ્પાઈક પ્રોટીનને ટાર્ગેટ કરે છે અને સંક્રમણને વધારવાથી રોકે છે. પરંતુ અમેરિકાની ડ્રગ કંપનીની આ નવી દવા કોરોનાના તે ભાગ પર અટેક કરે છે જેનાથી તે શરીરમાં પોતાની સંખ્યાને વધારે છે.

રિસર્ચના વિસ્તૃત પરિણામ માર્ચના અંત સુધી આવશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, માર્ચના અંત સુધી રિસર્ચના વિસ્તૃત પરિણામ આવશે અને તેનાથી જાણી શકાશે કે, કોરોનાના દર્દીઓને હોસ્પિટસમાં દાખલ થવાથી અટકાવામાં નવી દવા મોલ્નુપિરાવીર કેટલી અસરકારક છે. તે સાથે મૃત્યુનું જોખમ કેટલું ઘટાડે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યટૂ ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર કાર્લ ડિફેનબેકના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના પરિણામ રસપ્રદ છે પરંતુ તે 100 ટકા સચોટ નથી. ક્લિનિકલ ટ્રાયલમાં પરિણામોને વધારે સાબિત કરવાની જરૂર છે.