અમેરિકન સંશોધકોનો દાવો:જેમની ઇમ્યુન સિસ્ટમ નબળી હતી તેવા 90% લોકોમાં વેકિસન લીધા પછી એન્ટિબોડીઝ બની, આ લોકોની એન્ટિબોડીઝ સ્વસ્થ વ્યક્તિ જેટલી સ્ટ્રોંગ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને 133 દર્દીઓ પર રિસર્ચ કર્યું
  • રોગથી પીડિત 133 દર્દીઓની સરખામણી 33 સ્વસ્થ લોકો કરી

કોરોના વેક્સિન અસરકારક છે, આ વાતની વધુ એક સાબિતી સામે આવી છે. અમેરિકન સંશોધકના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે, જે લોકોની ઇમ્યુન સિસ્ટમ નબળી હતી તેવા 90% લોકોમાં વેક્સિન લીધા પછી એન્ટિબોડીઝની સંખ્યા વધી. તેમનામાં હાલ એક સ્વસ્થ વ્યક્તિમાં હોય તેટલી સ્ટ્રોંગ એન્ટિબોડીઝ છે.

રિસર્ચની 3 મોટી વાતો

  • એન્ટિબોડીઝનો રિસ્પોન્સ સમજવા માટે અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને 133 દર્દીઓ પર રિસર્ચ કર્યું. આ દરેક દર્દીઓ ઇમ્ફલેમેટ્રી બૉવેલ ડિસીઝ, સંધિવા અને લ્યુપસ સ્પોન્ડિલોઆર્થરાઈટિસ થી પીડિત હતા અને ઇમ્યુનિટી વધારવા માટે ઇમ્યુનોઝપ્રેઝન્ટ દવાઓ લેતા હતા.
  • તેમની સરખામણી 33 સ્વસ્થ લોકો સાથે કરવામાં આવી. તેમના બ્લડનું સેમ્પલ લીધું. આ લોકોએ ફાઇઝર અને મોડર્ના વેક્સિનના પ્રથમ ડોઝના 3 અઠવાડિયાં પછી બીજો ડોઝ લીધો હતો.
  • સ્ટડી રિપોર્ટમાં ખબર પડી કે, દરેક સ્વસ્થ લોકો અને 88.% ઇમ્યુનોઝપ્રેઝન્ટ દવાઓ લેતા દર્દીઓમાં કોરોના વિરુદ્ધ એન્ટિબોડીઝ બની. જો કે, આ દર્દીઓમાં સ્વસ્થ લોકોની સરખામણીમાં એન્ટિબોડીઝનો રિસ્પોન્સ થોડો નબળો હતો.

દવાઓ લીધી હોવા છતાં એન્ટિબોડીઝ બની
સંશોધક અલી એલિકેડીએ કહ્યું, ઇમ્યુનોઝપ્રેઝન્ટ દવાઓ લેતા દર્દીઓમાં બનતી એન્ટિબોડીઝ તેમને કોરોનાથી બચાવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. સંક્ર્મણ સામે રક્ષણ માટે શરીરમાં એન્ટિબોડીઝનું મિનિમમ લેવલ કેટલું હોવું જોઈએ તે પણ કોઈ જાણતું નથી. આ ઉપરાંત કોરોનાના જોખમી વેરિઅન્ટ અને બ્રેકથો ઇન્ફેક્શન સામે વેક્સિનનો ત્રીજો ડોઝ બચવાઇ શકશે કે કેમ તે કહેવું પણ અઘરું છે.

અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી CDCએ કહ્યું કે, જે લોકો ઇમ્યુનોઝપ્રેઝન્ટ દવા લેતા હોય તેમણે ઇમ્યુન રિસ્પોન્સ વધારે સારો કરવા માટે વેક્સિનનો ત્રીજો ડોઝ લેવો જરૂરી છે.

સંક્ર્મણના 9 મહિના પછી પણ શરીરમાં એન્ટિબોડીઝ રહે છે
શરીરમાં એન્ટિબોડીઝ કેટલા સમય સુધી રહે છે, આ વાત પર ઈટાલીની પડુઆ યુનિવર્સિટી અને લંડનની ઇમ્પીરિયલ કોલેજે સાથે મળીને રિસર્ચ કર્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઇટાલી શહેરમાં હજાર કોરોના દર્દીઓનો ડેટા એનાલિસ કર્યો હતો. તેમાંથી 85% દર્દીઓની તપાસ કરવામાં આવી. મે અને નવેમ્બર 2020માં એકવાર ફરીથી દર્દીઓમાં એન્ટિબોડીઝનું લેવલ ચેક કરવામાં આવ્યું. સ્ટડીમાં ખબર પડી કે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે લોકો સંક્રમિત થયા હતા તેમાંથી 98.8% દર્દીઓમાં નવેમ્બરમાં એન્ટિબોડીઝ દેખાઈ.

અન્ય સમાચારો પણ છે...