• Gujarati News
  • Lifestyle
  • Health
  • Covid Test Can Be Done By Taking A Sample From The Screen Of The Smartphone, Claims 81 To 100% Accurate Results.

કોરોના ટેસ્ટિંગની નવી રીત:સ્માર્ટફોનની સ્ક્રીન પરથી સેમ્પલ લઈને કોવિડ ટેસ્ટ થઈ શકશે, દાવો-81થી 100% સટીક પરિણામ જણાવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વધારે વસતીવાળી જગ્યા પર કોવિડ ટેસ્ટિંગ માટે આ નવો ઓપ્શન બની શકે છે - Divya Bhaskar
વધારે વસતીવાળી જગ્યા પર કોવિડ ટેસ્ટિંગ માટે આ નવો ઓપ્શન બની શકે છે
  • આ નવા પ્રકારનું ટેસ્ટિંગ યુનિવર્સિટી કોલેજ લંડન અને ડાયગ્નોસિસ બાયોટિક સ્ટાર્ટઅપે સાથે મળીને રેડી કર્યું છે
  • 540 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું

લંડનનાં વૈજ્ઞાનિકોએ કોરોના ટેસ્ટિંગની નવી રીત શોધી છે. તેનું નામ ફોન સ્ક્રીન ટેસ્ટિંગ રાખવામાં આવ્યું છે. હવે ટેસ્ટિંગ માટે સ્વોબ સ્ટિકથી નાકમાંથી કે પછી ગળામાંથી સેમ્પલ લેવાની જરૂર નહીં પડે. સ્માર્ટફોનની સ્ક્રીનથી સેમ્પલ લઇ શકાશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે, ફોન સ્ક્રીન ટેસ્ટિંગના પરિણામ RT-PCRની જેમ જ સટીક આવે છે અને ખર્ચ પણ ઓછો થાય છે.

સંશોધક ડૉ. રોડ્રિગો યુંગે કહ્યું કે, આ નવા પ્રકારનું ટેસ્ટિંગ યુનિવર્સિટી કોલેજ લંડન અને ડાયગ્નોસિસ બાયોટિક સ્ટાર્ટઅપે સાથે મળીને રેડી કર્યું છે.

તપાસ માટે સ્માર્ટફોન જ કેમ પસંદ કર્યો?
સંશોધકે જણાવ્યું, જ્યારે કોઈ વ્યક્તિ ઉધરસ ખાય છે કે વાત કરે છે તો તેના મોઢામાંથી ડ્રોપલેટ્સ એટલે કે લાળ આજુબાજુની સપાટી પર ભેગી થાય છે. કોરોનાને લીધે સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સમાં વાઈરસના કણ હાજર હોય છે.

આ ડ્રોપલેટ્સ મોઢામાંથી નીકળીને સ્માર્ટફોનની સ્ક્રીન પર ભેગા થઈ જાય છે. સ્ટિકની મદદથી સ્ક્રીન પર હાજર વાઈરસના કણનું સેમ્પલ લઈને તેને સેલાઈન વોટરમાં મૂકવામાં આવે છે. એ પછી લેબમાં મોકલવામાં આવે છે.

81થી 100 ટકા ચોક્કસ પરિણામ
વૈજ્ઞાનિકોએ આ શોધ સાથે દાવો કર્યો છે કે, સ્ક્રીન ટેસ્ટિંગની મદદથી 81થી 100% ચોક્કસ પરિણામ મળે છે. રિસર્ચ દરમિયાન 540 લોકો પર થયેલી તપાસ પછી આ વાત ખબર પડી છે. આ દર્દીઓનો RT-PCR અને ફોન સ્ક્રીન ટેસ્ટ થયો. 540માંથી 51 લોકો સંક્રમિત હતા. નવા ટેસ્ટથી આ બધા કેસ ખબર પડી.

સંશોધકોનું કહેવું છે કે, ફોન સ્ક્રીન ટેસ્ટ નેગેટિવ રિપોર્ટની પરિણામ 98.8% સટીક બતાવે છે. તપાસ દરમિયાન માત્ર 6 જ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેનો RT-PCR ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ કારણોસર આ નવી ટેસ્ટિંગ રીત કામની છે
સંશોધકોએ જણાવ્યું કે, વધારે વસતીવાળી જગ્યા પર કોવિડ ટેસ્ટિંગ માટે આ નવો ઓપ્શન સાબિત થઈ શકે છે. ડૉ. યૂંગે કહ્યું, ઘણા લોકો સંક્રમિત હોય છે પણ તેમનામાં લક્ષણો દેખાતા નથી. તેવામાં ભૂલથી વાઈરસ ફેલાય છે. આ રીતથી પેશન્ટને કોઈ તકલીફ આપ્યા વગર ચેકિંગ કરી શકાય છે કારણ કે RT-PCR ટેસ્ટ દરમિયાન દર્દીઓનાં મનમાં ડર હોય છે.

અન્ય સમાચારો પણ છે...