કોરોનાનાં નવાં લક્ષણો:નખનો રંગ નારંગી બની જાય કે પછી નખ તૂટવા લાગે તો તે કોરોનાનાં લક્ષણો હોઈ શકે છે, ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોનો દાવો

4 મહિનો પહેલા
  • સંક્રમણ થયા બાદ વાઈરસની અસર રક્ત વાહિનીઓ પર થવા લાગે છે. તેને કારણે નખનો રંગ બદલાઈ જાય છે
  • ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જલિયાના રિસર્ચમાં નવાં લક્ષણોનો દાવો કરાયો

દિવસો જતાં કોરોના તેનું સ્વરૂપ બદલી રહ્યો છે તો હવે તેનાં લક્ષણો પણ અવનવાં સામે આવી રહ્યા છે. હાથના નખના રંગ બદલાવા પણ કોરોનાના લક્ષણ હોઈ શકે છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં નખનો રંગ બદલાઈ જવાના આશ્ચર્યજનક કેસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને 'કોવિડ નેલ' નામ આપ્યું છે. અત્યાર સુધી તાવ, ઉધરસ, થાક અને સ્વાદ ન આવવો જેવાં લક્ષણોને કોરોનાનાં લક્ષણો ગણવામાં આવતા હતા, પરંતુ આ નવા લક્ષણ ચોંકાવનારા છે. આ દાવો ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જલિયાના રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નખના અડધા ભાગનો રંગ બદલાઈ જાય તો તેનું કારણ કોરોના વાઈરસ હોઈ શકેછે. સંક્રમણ થયા બાદ વાઈરસની અસર રક્ત વાહિનીઓ પર થવા લાગે છે. તેને કારણે નખનો રંગ બદલાઈ જાય છે. સંક્રમિત દર્દીઓમાં લોહીની ગાંઠો બનવાથી આવું થઈ શકે છે.

રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, આ લક્ષણ કેટલા દિવસ સુધી રહે છે તે જાણી શકાયું નથી. હાલ આ લક્ષણ 4 અઠવાડિયાં સુધી જોવા મળી રહ્યાં છે.

નખમાં કેટલો ફેરફાર આવ્યો તે આ 3 રીતે સમજો
1. નખ નબળાં પડી તૂટી જવાં લાગે

કોરોના સંક્રમિત એક મહિલાના નખ તેના બેઝિક લાઈનથી ઢીલા પડવા લાગ્યો. 3 મહિના બાદ નખ પડી ગયો. તેને ઓનિકોમાઈકોસિસ કહેવાય છે. બીમારી સારી થતાં મહિલાના નખ ફરી આવવા લાગ્યા.

2. નખ પર નારંગી નિશાન
કોવિડ-19થી સંક્રમિત એક દર્દીમાં 112 દિવસ સુધી નખની ઉપર નારંગી નિશાન જોવા મળ્યા. એક મહિના સુધી આ નિશાન હતું. જોકે તેનું યોગ્ય કારણ જાણી શકાયું નથી.

3. નખ પર સફેદ રેખાઓ બનવી
કોરોનાના અન્ય એક કેસમાં દર્દીના નખ પર સફેદ રેખા જોવા મળી. વાઈરસની પુષ્ટિ થયાના 45 દિવસ પછી આ રેખા ઓઝલ થઈ.

તણાવની અસર પણ નખ પર જોવા મળી

  • કોરોના દર્દીઓના હાથ અને પગની આંગળીઓના નખમાં ખાસ પ્રકારની રેખા જોવા મળી. વાઈરસના સંક્રમણ બાદ તે 4 અઠવાડિયાં સુધી રહી.
  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, શરીરમાં તણાવ, સંક્રમણ, કીમોથેરપીની આડઅસર બાદ નખ અસ્થાયી રીતે વધવાના બંધ થઈ જાય છે. આવું કોવિડને કારણે થઈ શકે છે.
  • આ રેખા નખના મૂળથી થોડે ઉપર જોવા મળે છે. તેની કોઈ સારવાર નથી. સંક્રમણથી વ્યક્તિ સ્વસ્થ થવા લાગે તેમ તેમ આ રેખા ઠીક થતી જાય છે.
અન્ય સમાચારો પણ છે...