રિસર્ચ:કોટનનો વૉશેબલ 2 લેયરનો માસ્ક 1 વર્ષ પછી પણ કોરોના સામે રક્ષણ આપે છે, અમેરિકાના સંશોધકોનો દાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં પ્રમાણે, કોટન માસ્ક 0.3 માઇક્રોનવાળા સૂક્ષ્મ કણોને 23% રોકી શકે છે
  • માસ્કની અસરકારતાં જાળવી રાખવા માટે યોગ્ય રીતે પહેરવો જરૂરી

કોરોના વાઈરસથી બચવા માટે તમે જો કોટન બેઝ્ડ 2 લેયર માસ્કનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તારા માટે છે. વૉશેબલ અર્થાત ઉપયોગ કર્યા પછી ધોઈને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા માસ્ક 1 વર્ષ પછી પણ કોરોનાના કણ શ્વાસમાં જતાં રોકે છે. કોટનથી બનેલા માસ્કને 1 વર્ષ પછી પણ રિપ્લેસ કરવાની જરૂરિયાત નથી. આ દાવો એરોસોલ એન્ડ એર ક્વોલિટી રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં કરવામાં આવ્યો છે. રિસર્ચ પ્રમાણે, કોટન માસ્ક નાક અને હડપચી કવર કરે છે તો તે સામાન્ય કપડાંની સરખામણીએ ઘણી સુરક્ષા આપે છે.

રિસર્ચ કરનાર અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના સંશોધક મેરિના વેન્સ કહે છે કે, મહામારીની શરૂઆતથી અત્યારથી સુધી દરરોજ 7200 ટન મેડિકલ વેસ્ટ ઠલવાઈ રહ્યો છે. તેમાં ડિસ્પોઝેબલ માસ્કની સંખ્યા વધારે છે. તે પર્યાવરણ માટે જોખમ બની રહ્યા છે. આ જોખમ ઓછું કરવા માટે રિસર્ચ કરવામાં આવ્યું કે ડિસ્પોઝેબલને બદલે વૉશેબલ કોટન માસ્ક કોરોના સામે કેટલી સુરક્ષા આપે છે.

રિસર્ચ
ટેસ્ટિંગ માટે માસ્ક એક સ્ટીલની નળી પર લગાવામાં આવ્યો. આ નળીમાં એક તરફથી હવા અને એરબોર્ન પાર્ટિકલ્સ છોડવામાં આવ્યા. આ માસ્ક ભેજવાળાં વાતાવરણ અને તાપમાનના ઘટાડા વધારા પર આ પાર્ટિલ્સને કેટલી હદે રોકી શકે છે તેનું અવલોકન કરવામાં આવ્યું.

આ ટેસ્ટ બાદ રિપોર્ટમાં સામે આવ્યું કે, કોટન માસ્કને વારંવાર ધોયા પછી પણ તેની અસરકારકતા ઓછી થતી નથી. અનેકો વખત ધોયા બાદ પણ આ માસ્ક પાર્ટિકલ્સ સામે રક્ષણ આપે છે.

માસ્ક પહેરતાં સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
સંશોધકોનું કહેવું છે કે, માસ્ક પહેરતાં પહેલાં ધ્યાન રાખો કે તેની કિનારી અને ચહેરા વચ્ચે કોઈ જગ્યા ન રહે. તે ચહેરા પર યોગ્ય રીતે ફિટ હોવો જોઈએ. વ્યક્તિ પ્રમાણે ચહેરાના આકારમાં ફરક હોય છે તેથી તમારા ચહેરાના આકાર પ્રમાણે ફિટ રહે તેવા માસ્કની પસંદગી કરો. માસ્ક પર થયેલાં અન્ય એક રિસર્ચમાં સામે આવ્યું કે, ઢીલો માસ્ક પહેરવાથી એરબોર્ન પાર્ટિકલ્સ 50% સુધી શ્વાસ લેતાં સમયે શરીરમાં પહોંચે છે.

કયો માસ્ક કેટલો સુરક્ષિત?
સંશોધકોનું કહેવું છે કે, માસ્કની સુરક્ષા તેના બનેલાં કપડાં પર આધાર રાખે છે. આ કાપડ વાઈરસના કણો રોકવા માટે કેટલું સુરક્ષિત છે તેના પર તેની સુરક્ષા નક્કી થાય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે કોટન માસ્ક 0.3 માઇક્રોનવાળા સૂક્ષ્મ કણોને 23% રોકી શકે છે. સામાન્ય ચહેરા પર બાંધવામાં આવતા કાપડ આવાં સૂક્ષ્મ કણોને માત્ર 9% સુધી રોકી શકે છે.

સર્જીકલ માસ્કમાં 42થી 88% સુધી આ કણો રોકવાની ક્ષમતા હોય છે. સર્જીકલ માસ્ક ઉપર કોટન માસ્ક પહેરવામાં આવે તો વધુ 40% સુરક્ષા મળે છે. KN95 અને N95 માસ્ક 83થી 99% સુધી એરબોર્ન કણો રોકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...