તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Coronavirus WHO News | World Health Organization (WHO) Issued Warning About Increasing Coronavirus Disease (COVID 19) Cases Of Among Youth

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનોને WHOની ચેતવણી:5 મહિનામાં યુવાનોમાં સંક્રમણના કેસમાં 3 ગણો વધારો થયો, 15થી 24 વર્ષની વયના યુવાનોમાં સંક્રમણના જોખમનો દર 4.5%થી વધીને 15% થયો

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 24 ફેબ્રુઆરીથી લઈને 12 જુલાઈ સુધી યુવાનોમાં કોરોનાના સંક્રમણનો દર 4.5%થી વધીને 15% થયો
 • WHOના જણાવ્યા અનુસાર, નાઈટક્લબ પાર્ટી અને બીચ પર ફરવા જવાના કારણોને લીધે યુવાનો વાઈરસનો ભોગ બની રહ્યા છે
 • 5 મહિનામાં યુવાનોમાં સંક્રમણના 60 લાખ કેસો સામે આવ્યા

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ યુવાનોમાં કોરોનાના વધતા જતાં કેસને લઈ ચેતવણી જાહેર કરી છે. WHOના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં યુવાનોમાં કોરોનાના કેસનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 મહિનામાં 15થી 24 વર્ષની વયના યુવાનોમાં સંક્રમણ 3 ગણું વધ્યું છે

24 ફેબ્રુઆરીથી લઈને 12 જુલાઈ સુધી આ યુવાનોમાં સંક્રમણનો દર 4.5%થી વધીને 15% થયો છે. 5થી 14 વર્ષના બાળકોમાં આ દર 0.8થી વધીને 4.6% થયો છે. નિષ્ણાતો અનુસાર, વધારે ટેસ્ટિંગ કરાતા યુવાનોમાં વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ સ્કૂલો પણ શરૂ થઈ છે. તેને લીધે સંક્રમણના કેસા વધી રહ્યા છે.

5 મહિનામાં 60 લાખ કેસો સામે આવ્યા

 • WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમના જણાવ્યા પ્રમાણે, અમે અગાઉ પણ કહી ચૂક્યા છે અને આગળ પણ એ જ કહીશું કે યુવાનો સુરક્ષિત નથી. યુવાનો પણ સંક્રમિત થઈ શકે છે, તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. તેઓ અન્ય વ્યક્તિને સંક્રમિત પણ કરી શકે છે.
 • WHOના જણાવ્યા પ્રમાણે, યુવાનોમાં સંક્રમણ વધવાનું કારણ, નાઈટક્લબ પાર્ટી અને બીચ પર ફરવા જવાનું છે. તેને લીધે દુનિયાભરમાં કેસ વધી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 60 લાખ યુવાનો સંક્રમિત થઈ ચૂક્યા છે.

અમેરિકા સહિત યુરોપ અને એશિયામાં પણ કેસ વધ્યા

 • WHOએ આપેલી માહિતી અનુસાર, યુવાનોમાં કોરોનાના કેસો અમેરિકા સહિત સ્પેન, જર્મની, ફ્રાન્સ સહિતના યુરોપના દેશોમાં તેમજ જાપાન સહિતના એશિયાના દેશોમાં પણ વધી રહ્યા છે. જોન હોપ્કિન્સ હોસ્પિટલની નર્સ મેનેજર નેયસા અર્નેસ્ટ જણાવે છે કે, યુવાનો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા સહિતની બાબતો માટે એટલા ગંભીર નથી.
 • નેયસા અર્નેસ્ટના જણાવ્યા મુજબ, ટ્રાવેલ દરમિયાન કોરોનાના સંક્રમણનું જોખમ વધારે રહે છે. કોરોનાકાળમાં ઘરની બહાર સૌથી વધારે યુવાનો ફરે છે. કારણ કે તેઓ નોકરી પર જાય છે સાથે જ તેઓ નાઈટક્લબ પાર્ટી અને બીચ પર પણ લટાર મારવા નીકળી પડે છે. ઘરમાં જરૂરી સામાન લાવવાનું કામ પણ યુવાનો કરતાં હોય છે.

વધતા જતા કેસોને લીધે બીજી લહેર આવી શકે છે
નિષ્ણાતોનું કહેવું છે કે, જે રીતે સંક્રમણના કેસો વધી રહ્યા છે તે કોરોનાની બીજી લહેરનું કારણ બની શકે છે. ઘણા દેશોમાં ટ્રાવેલ માટે નવા નિયમ લાગુ કરવાની આવશ્યકતા છે. વિયતનામ સહિતના દેશોમાં સંક્રમણ ફેલાતું બંધ થઈ ગયા બાદ પણ ફરી નવા કેસો સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો