તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન કેમ જરૂરી?:વેક્સિન લીધેલા લોકોને કોરોનાનો ખતરનાક વેરિયન્ટ B.1.617 ચેપ લગાડી શકે છે, પણ સ્થિતિ જીવલેણ નહીં બને

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ઝડપથી ફેલાયેલી બીજી લહેરનું કારણ વેરિયન્ટ B.1.617 જ છે
  • વેક્સિનના બે ડોઝ લીધા હશે તેમની પર ગંભીર અસર નહીં કરે

દેશમાં સમગ્ર જગ્યાએ કોરોનાવાઈરસને કહેર ફેલાયેલો છે. WHOના જણાવ્યા પ્રમાણે, ભારતમાં નોંધાયેલો B.1.617 વેરિયન્ટ ખૂબ જોખમી છે. ભારતમાં ઝડપથી ફેલાયેલી બીજી લહેરનું કારણ આ વેરિયન્ટ છે. આ ફાઈઝર અને કોવિશિલ્ડ લઇ ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરે છે. ભારતીય અને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કરેલા નવા રિસર્ચ પછી દાવો કર્યો કે, કોરોનાનું આ રૂપ વેક્સિન લીધેલા લોકોને ચેપ તો લગાડી શકે છે પણ જીવલેણ નહીં બને. વેક્સિનના બે ડોઝ લીધા હશે તેમની પર ગંભીર અસર નહીં કરે. આ દાવો ઇન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કનસોર્શીયા અને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ સંયુક્ત રિસર્ચમાં કર્યો છે.

માર્ચ-એપ્રિલમાં આ વેરિયન્ટથી સંક્રમણ ફેલાયું
રિસર્ચર અને CSIR ઇન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈંટીગ્રેટિવ બાયોલોજીના હેડ અનુરાગ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ માર્ચ અને એપ્રિલમાં થયું છે. સંશોધકોએ વેક્સિન લીધેલા હેલ્થ વર્કર પર રિસર્ચ કર્યું. બ્લડ સેમ્પલ દ્વારા ટેસ્ટિંગ કર્યું.

સંશોધક અનુરાગ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, માર્ચ અને એપ્રિલ દરમિયાન સૌથી વધારે સંક્રમણ કોરોનાના આ વેરિયન્ટને લીધે જ વધ્યા છે, પરંતુ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમના માટે સંક્રમણ જીવલેણ નહીં બને.

ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ B.1.617 વધારે સરળતાથી સંક્રમણ ફેલાવે છે
આ વેરિયન્ટ વાયરસના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ વધારે સરળતાથી ફેલાઈ રહ્યો છે. કોરોના પર કામ કરતાં WHOના વૈજ્ઞાનિક મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે, કોરોના B.1.617 વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

આ વેરિયન્ટ એન્ટિબોડી થતાં રોકે છે
અમેરિકા અને બ્રિટન સહિત ઘણી નેશનલ હેલ્થ ઓથોરિટીઝ ભારતીય વેરિયન્ટ B.1.617 વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વેરિયન્ટના અમુક મ્યુટેશન એવા છે જે ટ્રાન્સમિશન વધારે છે અને વેક્સિન અથવા નેચરલ ઈન્ફેક્શન પછી પણ એન્ટિબોડીઝ બનતા રોકે છે.

એન્ટિબોડીનું લેયર તોડવાની ક્ષમતા
કોવિડ-19ના ભારતીય વેરિયન્ટ B.1.617માં વેક્સિનથી ડેવલપ થયેલી એન્ટીબોડી ઉપર પણ અસર કરવાની ક્ષમતા છે. કોરોનાનો આ વેરિયન્ટ વેક્સિનના કારણે તૈયાર થયેલા સુરક્ષાત્મક લેયરથી બચી જાય છે. ભારત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ મોટા ભાગના લોકો માટે વેક્સિનને જ સુરક્ષિત ગણાવી છે.

આ વેરિયન્ટ 2.6 ગણો વધારે ઝડપથી ફેલાય છે
ગ્લોબલ ઈનિશેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુઅન્ઝ ડેટા (GISAID) પ્રમાણે કોરોનાનો ભારતીય વેરિયન્ટ કોરોનાના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ 2.6 ગણો વધુ ઝડપથી ફેલાય છે. WHOએ પણ આ વાત સ્વીકારી છે. આ જ કારણ છે કે, ભારતમાં કોરોના સંક્રમણના કેસ અને તેનાથી થતાં મૃત્યુની સંખ્યા ઝડપથી વધી રહી છે.

વેરિયન્ટ ઓફ કંસર્ન
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નવા સ્ટ્રેનમાં મ્યુટેશન ઝડપથી થાય છે અને આ જ કારણે એક મ્યુટેશની ઓળખ થાય ત્યાં બીજો મ્યુટેશન આવી જાય છે. ઘણા કેસમાં જોવા મળ્યું કે આ ઝડપથી ફેલાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી કરી દે છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં આ જ જવાબદાર છે. તેને WHO પણ વેરિયન્ટ ઓફ કંસર્ન કહ્યું છે. કોરોનાની બીજી લહેર પણ આના જ લીધે વધારે ઘાતક બની છે.

અન્ય સમાચારો પણ છે...