ઈન્જેક્શનના ડરે બેચેની વધારી:વેક્સિન લગાવ્યા બાદ 30% સુધી આડઅસરનું કારણ બેચેની, મહિલાઓમાં તેના કેસ સૌથી વધારે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન કમિટીએ પોતાનાં રિસર્ચમાં આ દાવો કર્યો
  • એક્સપર્ટનું માનવું છે કે, બેચેનીને લીધે કેટલીક કોવિડ વેક્સિનની ઓછી અસર થઈ શકે છે

વેક્સિન લગાવ્યા બાદ 30%થી વધારે લોકોમાં આડઅસરનું કારણ બેચેની છે. આ ખુલાસો વેક્સિનની આડઅસર પર રિસર્ચ કરનાર નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન કમિટીએ કર્યો છે. કમિટીએ 88 કેસ પર સ્ટડી કર્યું. તેમાંથી 22 કેસમાં આડઅસરનું કારણ બેચેની સામે આવ્યું. 28 જૂને સ્ટડી પૂરી થયા બાદ તેનાં પરિણામ જાહેર કરવામાં આવ્યા.

મહિલાઓમાં બેચેનીના કેસ વધારે
રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, પુરુષોની સરખામણીએ મહિલાઓમાં બેચેનીના કેસ વધારે સામે આવ્યા છે. આ બેચેનીનું એક મોટું કારણ ઈન્જેક્શનનો ડર છે. તેને નીડલ ફોબિયા કહેવાય છે. જે 22 લોકોને બેચેનીની ફરિયાદ હતી તેમાંથી 16 લોકોએ કોવિશિલ્ડ અને અન્ય લોકોએ કોવેક્સિન લીધી હતી.

એક્સપર્ટ કહે છે કે, આ પ્રકારની બેચેનીને પોસ્ટ વેક્સિનેશનની આડઅસર ન માનવી જોઈએ. કોવિડની વેક્સિન હાલ નવી છે તેની કઈ આડઅસર હોઈ શકે છે તે હજુ સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી. તેથી લોકો વેક્સિન લીધા બાદ જરૂરિયાત કરતાં વધારે ચિંતા કરી રહ્યા છે અને બેચેની વધે છે. તેને કારણે વેક્સિન લીધા બાદ ઊંઘ ન આવવી, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો આડઅસરમાં આવે છે.

બેચેનીથી વેક્સિન પર શું અસર થશે
એક્સપર્ટ માને છે કે, બેચેનીને લીધે કેટલીક કોવિડ વેક્સિનની ઓછી અસર થઈ શકે છે. બેચેની અને તણાવ બંને સીધી રીતે રોગ પ્રતિકારક શક્તિ નબળી બનાવે છે. તેનાથી બીમારી સામે લડવાની ક્ષમતા ઘટે છે. આવી સ્થિતિમાં રિલીઝ થતાં કોર્ટિસોલ હોર્મોનને કારણે શરીરમાં એવા રિએક્શન થાય છે જેનાથી સોજો આવી શકે છે.

આ બેચેનીથી બચવા માટે આ વાતોનું ધ્યાન રાખો

  • વેક્સિન લગાવવા જાઓ તો પોતોના મનમાંથી આડઅસરનો ડર કાઢી દો. ટ્રાયલમાં સાબિત થઈ ચૂક્યું છે કે વેક્સિન સુરક્ષિત છે.
  • વેક્સિન લેવાના થોડા દિવસ પહેલાં પોતાની ઊંઘ પૂરતી લો. આલ્કોહોલથી દૂર રહો અને વગર કારણની ચિંતા છોડી દો.
  • ઈન્જેક્શન એક નાનનકડી પ્રક્રિયા છે તેનાથી ડરવાની જરૂર નથી. ઈન્જેક્શન લીધા બાદ પોતાનું મન ડાયવર્ટ કરો.
અન્ય સમાચારો પણ છે...