તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના વૈજ્ઞાનિકોએ રોજના કામમાં ઉપયોગી વસ્તુઓમાં વપરાતા એવા કેમિકલની ઓળખ કરી છે જે કોરોના વેક્સીનની અસર ઓછી કરી શકે છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર ફિલિપી ગ્રેંડઝીન કહે છે કે, મહામારીના આ સમયમાં આ કેમિકલ કેટલી હદે અસર કરશે તે હજું કહી શકાતું નથી, પરંતુ તેનાથી જોખમ તો છે જ. આપણે માત્ર આશા રાખી શકીએ છીએ કે પરિસ્થિતિ કન્ટ્રોલમાં રહે.
રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ કેમિકલ કોરોનાનું જોખમ વધારે છે. જો આ કેમિકલ ફેફસાં સુધી પહોંચી ગયું તો હાલત વધુ નાજુક થઈ શકે છે.
આ વસ્તુઓમાં પોલિફ્લુરોએલ્કિલ જોવા મળે છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, પેન, વાસણો, પિત્ઝાના બોક્સ અને વોટરપ્રૂફ કપડાંમાં પોલિફ્લુરોએલ્કિલ કેમિકલ જોવા મળે છે. તેને PFAS પણ કહેવાય છે. આ કોરોનાની વેક્સીનને ખરાબ રીતે અસર કરી શકે છે.
કેટલું જોખમકારક છે આ કેમિકલ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ કેમિકલ લિવર ડેમેજ કરવા, કેન્સરનું કારણ બનવામાં અને પ્રજનન ક્ષમતા ઘટાડવાના રિસ્કને વધારે છે. પ્રારંભિક રિસર્ચ કહે છે, એવા બાકો જે આ કેમિકલના સપંર્કમાં રહે છે તેમનામાં ટિટનેસ અને ડેપ્થેરિયાની વેક્સીન લગાવા પર એન્ટિબોડીઝની સંખ્યા ઓછી જોવા મળી.
કોરોના વેક્સીન પર પણ ખરાબ અસર જોવા મળી શકે છે
પ્રોફેસર ફિલિપી ગ્રેંડઝીન કહે છે કે, જે રીતે ડેપ્થેરિયા અને ટિટનેસની વેક્સીન લગાવ્યા બાદ બાળકોમાં એન્ટિબોડીઝ ઓછી જોવા મળી એ રીતે કોવિડ-19ની વેક્સીનનો પણ નેચર જોવા મળ્યું તો કેમિકલની ખરાબ અસર જોવા મળી શકે છે. તે કોરોના સામે વેક્સીનનો રિસ્પોન્સ ઓછો કરી શકે છે. જોકે હાલ આ વિશે કોઈ ઓફિશિયલ માહિતી સામે આવાની બાકી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.