તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચમાં દાવો:મોડર્નાની વેક્સીનથી બનેલી એન્ટિબોડીઝ શરીરમાં 3 મહિના સુધી રહે છે, વેક્સીન 94% અસરકારક હોવાનો દાવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝે 34 વોલન્ટિયર્સને વેક્સીન આપી
  • વોલન્ટિયર્સને મોડર્નાની વેક્સનીન mRNA-1273ના 2 ડોઝ અપાયા

અમેરિકાની કંપની મોડર્નાની વેક્સીન શરીરમાં પાવરફુલ એન્ટિબોડીઝ બનાવે છે તેવું તાજેતરના રિસર્ચમાં સાબિત થયું છે. તે શરીરમાં પાવરફુલ એન્ટિબોડીઝ બનાવે છે. આ શરીરમાં ઓછામાં ઓછાં 3 મહિના સુધી રહે છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝે 34 વયસ્કોને વેક્સીન આપી રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, વેક્સીન આપ્યા બાદ ઈમ્યુન સિસ્ટમ એટલી એન્ટિબોડીઝ તૈયાર કરે છે જે આગામી 3 મહિના સુધી રહે છે.

ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, મોડર્નાની વેક્સીન mRNA-1273ના 2 ઈન્જેક્શન આપવામાં આવ્યા. રિસર્ચ દરમિયાન વોલન્ટિયર્સને વેક્સીન આપ્યા બાદ ઈમ્યુન રિસ્પોન્સનું એનાલિસિસ કરવામાં આવ્યું.

એક્સપર્ટ કહે છે કે, જો સમય સાથે એન્ટિબોડીઝ નાશ પામે છે તો ફરી વાઈરસનું સંક્રમણ થવા પર ઈમ્યુન સિસ્ટમ ફરી એન્ટિબોડીઝ બનાવે છે. આ પહેલાં આવેલા રિપોર્ટ પ્રમાણે, આ વેક્સીન કોરોના સામે 94% અસરકારક સાબિત થઈ છે.

ઈમર્જન્સી અપ્રૂવલની તૈયારી
મોડર્નાએ તાજેતરમાં કહ્યું હતું કે, તે અમેરિકન અને યુરોપિયન કન્ટ્રોલથી અપીલ કરશે કે કોરોનાની આ વેક્સીનને ઈમર્જન્સીમાં અપ્રૂવલ આપે. 17 ડિસેમ્બરે એડવાઈઝરી કમિટી વેક્સીનનો રિવ્યૂ કરશે. ત્યારબાદ મોડર્નાને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અપ્રૂવલ આપી શકશે.

દર્દીઓનો આંકડો 96.09 લાખે પહોંચ્યો
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો છે. અત્યાર સુધી 96 લાખ 9 હજાર 519 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 8 હજાર 401 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 90 લાખ 59 હજાર 561 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. સંક્રમણથી 1 લાખ 39 હજાર 745 લોકો મૃત્યુ પામ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો