તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અલર્ટ:શિયાળામાં શ્વાસનળી મારફતે હવામાં ફેલાતાં રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સ વધારે કોરોના સંક્રમણ ફેલાવી શકે છે, ઓછાં તાપમાનમાં તેની વરાળ ન બનતી હોવાથી વધારે જોખમ

11 દિવસ પહેલા
  • અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો
  • કહ્યું- શિયાળામાં માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ પૂરતું નથી

શિયાળામાં ડ્રોપલેટ્સથી કોરોનાનાં સંક્રમણનું જોખમ વધી શકે છે. ઉધરસ અને છીંક ખાવા પર શ્વાસનળી મારફતે નીકળતાં રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સ કોરોનાના કેસો વધારી શકે છે. આ દાવો અમેરિકાના કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. સંશોધક યેંયિંગ જૂના કહેવા પ્રમાણે, સંક્રમણ રોકવા માટે શિયાળામાં માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ પૂરતું નથી.

ઓછાં તાપમાન અને ઓછી હ્યુમિડિટી જોખમ વધારી શકે છે
જૂ જણાવે છે કે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે મોટા ભાગની પરિસ્થિતિઓમાં રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સ 6 ફૂટથી વધારે અંતર સુધી ફેલાય છે. ઘરમાં ઓછાં તાપમાનવાળી જગ્યા જ્યાં કૂલર્સ હોય છે, ત્યાં હ્યુમિડિટી ઓછી હોય છે. આવી પરિસ્થિતિમાં સંક્રમણનું જોખમ હોય છે.

શિયાળામાં આ કારણે વધારે જોખમ
શિયાળામાં જોખમ વધારે છે તેના પાછળ સંશોધકોએ તર્ક પણ આપ્યો છે. તેમનું કહેવું છે કે ગરમ અને સૂકા વિસ્તારોમાં રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સની વરાળ બની જાય છે, પરંતુ ત્યારબાદ બચેલાં ડ્રોપલેટ્સ અન્ય ડ્રોપલેટ્સ સાથે મળી નવાં ડ્રોપલેટ્સ બનાવે છે, પરંતુ ઓછાં તાપમાનમાં ડ્રોપલેટ્સ વરાળમાં પરિવર્તિત થતાં નથી તેથી જોખમ વધે છે.

10 માઈક્રોન્સથી પણ નાના હોય છે રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સ
સંશોધકોના જણાવ્યા અનુસાર, રેસ્પિરેટ્રી ડ્રોપલેટ્સ આકારમાં 10 માઈક્રોન્સ કરતાં પણ નાના હોય છે. તે હવામાં લાંબા સમય સુધી રહી શકે છે. શ્વાસ લેતી વખતે આ કણો વ્યક્તિના શરીરમાં પહોંચી શકે છે. ઉનાળાની સરખામણીમાં શિયાળામાં તેનું જોખમ વધારે છે.

જોખમ આસપાસનાં વાતાવરણ પર નિર્ભર
જૂ કહે છે કે, આ તમામ વાતો એ વાત પર નિર્ભર કરે છે કે તમારી આસપાસ કેવું વાતાવરણ છે. રિસર્ચની મદદથી લોકોને અલર્ટ કરવાનો પ્રયત્ન કરાયો છે, જેથી સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય. આ પહેલાં પણ અનેક રિસર્ચ સામે આવી ચૂક્યા છે, જે પ્રમાણે શિયાળામાં વધારે અલર્ટ રહેવાની જરૂરિયાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો