તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અપડેટ:બ્રિટિશ એક્સપર્ટે કહ્યું – ગંધ અને સ્વાદ ન ઓળખી શકવા એ પણ કોરોના વાઇરસના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે

હેલ્થ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિકોનો દાવો – દક્ષિણ કોરિયામાં કોરોનાથી પીડિત 30% લોકોમાં ગંધ ન સૂંઘી શકવું એ મુખ્ય લક્ષણ હતું
  • રિપોર્ટ અનુસાર, આ સ્થિતિ એક સ્ક્રીનિંગ ટૂલની જેમ છે, જે દર્દીને અલર્ટ કરી શકે છે

હેલ્થ ડેસ્કઃ કોરોના વાઇરસના લક્ષણો વિશે દરરોજ કંઇક નવિં જાણવા મળે છે. ત્યારે આ વાઇરસને લઇને હવે એક નવી અપડેટ આવી છે. ગંધ અને સ્વાદ ન ઓળખી શકવા એ પણ કોરોના વાઇરસના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. આ દાવો બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તેમના રિપોર્ટમાં કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ચેપના કારણે સોજો આવે છે, જેના કારણે સૂંઘવાની ક્ષમતા પર અસર પડે છે. આ સિવાય જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો તો એવો પણ છે કે આ સ્થિતિ એક સ્ક્રીનીંગ ટૂલની જેમ કાર્ય કરે છે.

સાઉથ કોરિયા, ચીન અને ઇટાલીના દર્દીઓમાં આવા લક્ષણ
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, શરીરમાંથી ચેપ જતો રહેવા પર ગંધ સૂંઘવાની ક્ષમતામાં સુધાર આવે છે. પરંતુ બહુ ઓછા કેસમાં આ જોવા મળે છે. તેમજ, કેટલાક કેસમાં આજીવન સુગંધ અનુભવવાની ક્ષમતા જતી રહે છે. બ્રિટિશ રાયનોલોજિકલ સોસાયટીના પ્રેસિડન્ટ નિર્મલ કુમારના જણાવ્યાનુસાર, સાઉથ કોરિયા, ચીન અને ઇટાલીમાં કોરોનાથી પીડિત લોકોમાં આ લક્ષણ જોવા મળ્યાં હતાં.

આ લક્ષણ ચેપ ઓળખવામાં મદદરૂપ બનશે
અહેવાલમાં જણાવ્યા મુજબ, 30% લોકો કોરોનાથી પીડિત લોકોમાં ગંધ ન સૂંઘી શકવી એ આ ચેપનું સૌથી અગ્રણી લક્ષણ હતું. તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત આ પણ હવે કોરોના વાઇરસનું એક મહત્ત્વપૂર્ણ લક્ષણ ગણાય છે, જે ચેપને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. અમેરિકન અકેડેમી ઓફ ઓટોલેરેંગોલોજી દ્વારા તાજેતરમાં જ આ પ્રકારનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.

સ્વાદ અનુભવવાની ક્ષમતા પર પણ અસર પડે છે
અમેરિકન અકેડેમીના રિપોર્ટ મુજબ, કોરોનાનો ચેપ સૂંઘવાની ક્ષમતા ઓળખવાની સાથે સ્વાદ ઓળખવાની ક્ષમતાનો પણ નાશ કરે છે. આવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. મેસેચ્યુસેટ્સના સાઇનસ રોગના નિષ્ણાત ડો. એરિક હોલબ્રૂકના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં દર્દીઓ કેટલાક ખાસ પ્રકારની ફ્લેવરના સ્વાદમાં અંતર પારખી સકતા નથી. પરંતુ કોરોનાથી પીડિત દર્દીઓ સ્વાદને સંપૂર્ણ રીતે ઓળખી નથી શકતા એ વાત પર સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી. હાલમાં હું કોરોનાના આવા કેસો પર સંશોધન કરી રહ્યો છું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો