તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાપાનના વૈજ્ઞાનિકોનું અલર્ટ કરનારું રિસર્ચ:કોરોનાવાઈરસ માણસની સ્કિન પર 9 કલાક સુધી જીવતો રહી શકે છે, ઘરમાં જતા પહેલાં હાથને સેનિટાઈઝ કરો કે 20 સેકન્ડ સુધી સાબુ-પાણીથી હાથ ધુઓ

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ દાવો કર્યો છે
 • ઇન્ફ્લુએન્ઝા-Aની સરખામણીમાં કોરોનાવાઈરસ 4 ગણા વધારે સમય સુધી જીવતો રહી શકે છે

કોરોનાવાઈરસ માણસની સ્કિન પર 9 કલાક સુધી જીવતો રહી શકે છે. જાપાનની લેબમાં થયેલા પ્રયોગમાં આ વાત સાબિત થઇ છે. ઇન્ફ્લુએન્ઝા-Aની સરખામણીમાં કોરોનાવાઈરસ 4 ગણા વધારે સમય સુધી જીવતો રહી શકે છે. જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ દાવો કર્યો છે.

આ વાઈરસ આટલા સમય સુધી સ્કિન પર કેવી રીતે જીવે છે, તેનું કારણ હજુ ખબર પડી નથી. રિસર્ચ પ્રમાણે, સ્કિન પર આટલા લાંબા સમય સુધી વાઈરસ રહેતા જોખમ વધી જાય છે. આથી સાબુથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથ ધોવા જરૂરી છે.

આવી રીતે રિસર્ચ થયું
રિસર્ચ માટે ફોરેન્સિક ઓટોપ્સીની મદદથી વ્યક્તિની સ્કિનના નમૂના લેવામાં આવ્યા. સ્કિનની કોશિકાઓને કોરોનાવાઈરસ અને ઇન્ફ્લુએન્ઝા-Aના સેમ્પલ સાથે મિક્સ કરવામાં આવી. રિસર્ચમાં ખબર પડી કે સ્કિન પર ફ્લૂનો વાઈરસ 1.8 કલાક સુધી જીવતો રહ્યો અને કોરોનાવાઈરસ 9 કલાક સુધી જીવિત રહ્યો.

મ્યૂકસ મિક્સ કરવા પર કોરોના 11 કલાક સુધી જીવતો રહ્યો
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે સેમ્પલમાં રેસ્પિરેટ્રી ટેક્ટ લઈનેને તેમાં મ્યૂકસ ઉમેરવામાં આવ્યો તો કોરોનાવાઈરસ 11 કલાક સુધી જીવતો રહ્યો. તેની પર હેન્ડ સેનિટાઈઝરનો પ્રયોગ કરતા તે માત્ર 15 સેકન્ડમાં ખતમ થઇ ગયો. હેન્ડ સેનિટાઈઝર 80 ટકા આલ્કોહોલવાળું હતું.

20 સેકન્ડ સુધી હાથ ધોવા જરૂરી
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની નવી ગાઈડલાઈન પ્રમાણે, 60થી 95 ટકા આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથને સેનિટાઈઝ કરો અથવા સાબુ-પાણીથી હાથ ધુઓ. આમ કરવાથી જ કોરોનાનો નાશ કરી શકાય છે.

રિસર્ચ કરનારા જાપાની વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઇન્ફ્લુએન્ઝા-Aની સરખામણીએ કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે છે. કોરોનાટાઈમમાં હાથની સફાઈનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો