ફર્સ્ટ ટાઈમ ઈન ઈન્ડિયા:કોવિડથી રિકવર થયેલાં દર્દીઓના પિત્તાશયમાં ગેંગરીનના કેસ સામે આવ્યા, રિકવર થયા બાદ પણ લક્ષણો જણાય તો તરત ચેકઅપ કરાવવાની ડૉક્ટરની સલાહ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીની સરગંગારામ હોસ્પિટલના 5 દર્દીઓની સર્જરી થઈ
  • કોવિડથી રિકવર થયા બાદ પણ દર્દીઓના પિત્તાશયમાં સોજા જોવા મળ્યાં
  • રિકવરી બાદ તાવ, શરીરમાં દુખાવો અને ઊલટી જેવાં લક્ષણો જણાય તો ચેકઅપ કરાવવા માટે ડૉક્ટ​​​રની સલાહ

કોરોના વાઈરસથી લોહીમાં ગાંઠો થવી મગજની સમજવા વિચારવાની ક્ષમતા ઘટી જવી જેવી અનેકો સમસ્યા થઈ રહી છે. તેની હરોળમાં દેશમાં એવો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં કોરોના વાઈરસના 5 દર્દીના પિત્તાશયમાં ગેંગરીન થયું છે. તેમાંથી 4 પુરુષ અને એક મહિલા છે. આ તમામ દર્દીઓની સર્જરી દિલ્હીની સરગંગારામ હોસ્પિટલમાં થઈ છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, સંભવત: આ દેશનો પ્રથમ કેસ છે જેમાં કોરોનાથી પીડિત દર્દી ગેંગરીનથી પણ ઝઝૂમી રહ્યા છે.

5 દર્દીની સર્જરી થઈ

  • પિત્તાશયમાં ગેંગરીનથી આ 5 પીડિત દર્દીની ઉંમર 37થી 75 વર્ષની હતી. દિલ્હીની સરગંગારામ હોસ્પિટલના ઈન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ડ ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. અનિલ અરોડા જણાવે છે કે, જૂનથી ઓગસ્ટ મહિનામાં આ દર્દીઓ ડિટેક્ટ થયા. આ દર્દીની હાલત એ હદે ગંભીર બની હતી કે તેમનાં પિત્તાશયની કોથળી ઓગળવા લાગી હતી. તેમાંથી 4 દર્દીની થેલી ફાટી ગઈ હતી. આવી ગંભીર સ્થિતિમાં દર્દીનો જીવ બચાવવા તાત્કાલિક સર્જરી કરવામાં આવી.
  • ડૉ. અનિલ અરોડાના જણાવ્યા પ્રમાણે, કોવિડથી રિકવર થયા બાદ પણ દર્દીઓના પિત્તાશયમાં ગંભીર સોજો હતો. પેટનું અલ્ટ્રાસાઉન્ડ અને CT સ્કેન કરવામાં આવ્યું. તેમાં પિત્તાશયમાં ગેંગરીનની પુષ્ટિ થઈ.

આ તમામ દર્દી તાવ, પેટમાં દુખાવો અને ઊલટી જેવી સમસ્યાથી પીડિત હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ 5 દર્દીમાંથી 2 દર્દી ડાયાબિટીસથી પીડિત હતા. 1 દર્દી હૃદય રોગી હતો. અન્ય 3 દર્દીને કોવિડની સારવાર દરમિયાન સ્ટિરોઈડ આપવામાં આવ્યાં હતાં.

આ લક્ષણો જણાય તો તપાસ કરાવો
સરગંગારામ હોસ્પિટલમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. શશિ ધવન જણાવે છે કે કોવિડથી રિકવર થયા બાદ પણ લક્ષણો પર નજર રાખવી જરૂરી છે. રિકવરી બાદ તાવ, શરીરમાં દુખાવો અને ઊલટી જેવાં લક્ષણો જણાય તો ચેકઅપ કરાવવું જરૂરી છે.

કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડૉ. પ્રવીણ શર્માના જણાવ્યા પ્રમાણે, સમયસર ગેંગરીનની ઓળખ થઈ જાય તો એન્ટિબાયોટિક્સની મદદથી પિત્તાશય ડેમેજ થતાં રોકી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...