વેક્સિન જ ઉપાય:વેક્સિન લીધા બાદ 2.3% લોકો સંક્રમિત થાય છે, બ્રેક થ્રુ ઈન્ફેક્શન થવાથી ઓછું જોખમ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન લગાવ્યા બાદ કોરોનાનું સંક્રમણ થાય છે ત્યારે તેને BTI અર્થાત બ્રેક થ્રુ ઈન્ફેક્શન કહેવાય છે
  • અપોલો હોસ્પિટલના સંશોધકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો
  • હોસ્પિટલના 3235 સ્વાસ્થ્યકર્મીઓનો કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા
  • તેમાંથી માત્ર 85 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લીધા બાદ કોરોના સંક્રમણ થયું

જો તમે વેક્સિન લેવામાં હજુ પણ શંકા રાખી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આ અહેવાલ વાંચી બની શકે તમે વેક્સિન લેવા માટે તમારું મન મક્કમ કરી લો. વેક્સિન લીધા પછી કોરોના વાઈરસનાં સંક્રમણનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. આ વાત અપોલો હોસ્પિટલનાં રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચ પ્રમાણે, હોસ્પિટલના 3235 સ્વાસ્થ્યકર્મીઓનો કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 85 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લીધા બાદ કોરોના સંક્રમણ થયું. સંક્રમિત થનારા 85 સ્વાસ્થ્યકર્મીઓમાંથી 60 ને વેક્સિનના બંને ડોઝ લીધા હતા અને 20 લોકોએ 1 ડોઝ લીધો હતો. સંક્રમિત કર્મીઓમાં મહિલાઓની સંખ્યા વધારે હતી.

કોવિડની રસી લગાવ્યા બાદ 97% લોકો સુરક્ષિત
સીનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. અનુપમ સિબ્બલના જણાવ્યા પ્રમાણે, જ્યારે વેક્સિન લગાવ્યા બાદ કોરોનાનું સંક્રમણ થાય છે ત્યારે તેને BTI અર્થાત બ્રેક થ્રુ ઈન્ફેક્શન કહેવાય છે. રિસર્ચ પ્રમાાણે, કોવિડ-19ની રસી 100% ઈમ્યુનિટી નથી આપતી પરંતુ સંક્રમણ થવા પર તે ગંભીર સ્થિતિ થતાં અટકાવે છે.

રિસર્ચ દરમિયાન વેક્સિન લગાવ્યા બાદ 97.3% સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ જોવા મળ્યું નહિ. જે લોકોમાં બ્રેક થ્રુ ઈન્ફેક્શન થયું તો તેમાંથી માત્ર 0.06% લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

વેક્સિન લગાવ્યા બાદ સંક્રમણ શા માટે થાય છે
ડૉ. અનુપમ કહે છે કે, રિસર્ચમાં એ પણ માલુમ પડ્યું છે કે BTI ખુબ ઓછી સંખ્યામાં હોય છે. તે ગંભીર સંક્રમણ નથી હોતું. આવા કેસમાં ICUમાં ભરતી અથવા દર્દીઓનાં મૃત્યુ થતાં નથી. તેથી રસીકરણ ખુબ અગત્યનું છે. હાડકાંના રોગના નિષ્ણાત અને રિસર્ચર ડૉ. રાજુ વૈશ્ય જણાવે છે કે, એવા ઘણા કારણ છે જે BTI માટે જવાબદાર છે. તેમાં વેક્સિન અને વ્યક્તિનો બિહેવિયર સામેલ છે.

ડૉ. રાજુના જણાવ્યા પ્રમાણે, કોવિડ વેક્સિન લગાવ્યા બાદ શરીરમાં ઈમ્યુનિટી વિકસિત થવામાં વાર લાગે છે. રસીના બીજા ડોઝના આશરે 2 અઠવાડિયાં બાદ ઈમ્યુનિટી વિકસિત થઈ શકે છે. આ દરમિયાન સાવચેતી ન રાખવામાં આવી તો BTI થઈ શકે છે.

ખતરનાક સ્ટ્રેનનું સંક્રમણ થયું પરંતુ જીવલેણ નહિ
ડૉ. અનુપમ સિબ્બલના જણાવ્યા પ્રમાણે, જે 69 લોકો સંક્રમિત થયા તેમાંથી 51 લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ગયા હતા. અન્ય 18 લોકોને પ્રથમ ડોઝ જ અપાયો હતો. રિસર્ચનું પરિણામ એટલે મહત્તવ રાખે છે કારણ કે અડધાથી ઉપર લોકોને કોરોનાના b1.617.2 વેરિઅન્ટનું સંક્રમણ થયું. આ વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે અને બીમારી ગંભીર બનાવે છે. તેથી WHOએ તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન નામ આપ્યું.

અન્ય સમાચારો પણ છે...