• Home
  • Lifestyle
  • Health
  • Coronavirus Myths and Misconceptions; World Health Organization (WHO) Questions Answered

કોરોના વાઇરસ / દુનિયાભરમાં ભય ફેલાવનાર કોરોના વાઇરસને લઈને ભ્રમિત કરનારા સવાલોનો WHOનો જવાબ

Coronavirus Myths and Misconceptions; World Health Organization (WHO) Questions Answered

Divyabhaskar.com

Feb 07, 2020, 12:58 PM IST

હેલ્થ ડેસ્કઃ કોરોના વાઇરસથી ચીન સહિત અનેક દેશોમાં સ્વાસ્થ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. ભારતમાં પણ વાઇરસના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વાઇરસથી બચવા માટેના જાતભાતના ઉપાયો વાઇરલ થયા છે. તલના તેલનો ઉપયોગ, ન્યૂમોનિયાની દવા કે પછી લસણનું સેવન કરવાથી આ વાઇરસના ચેપને રોકી શકાય છે તેવી વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. આ તમામ વાતો અને ઉપાયોથી લોકોને ભ્રમિત થતા રોકવા માટે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ 10 સવાલોના જવાબ આપ્યા છે.

1.

WHO: લસણનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે પરંતુ તેનાથી આ વાઇરસના ચેપથી બચી શકાતું નથી. આ વાત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ શકી નથી.
2.

WHO: ના, તલનું તેલ વાઇરસને નષ્ટ કરતું નથી. જોકે બ્લીચિંગ, ક્લોરિનયુક્ત ક્લિનીંગ એજન્ટમાં રહેલાં કેટલાક રસાયણો આ વાઇરસનો સામનો કરી શકે છે પરંતુ જો વાઇરસ શરીરમાં પ્રવેશ્યો હોય તો આ તમામ ચીજવસ્તુઓની કઈ અસર થતી નથી. આ ચીજવસ્તુઓને ચામડી પર લગાવવું ખતરનાક સાબિત થઈ શકે છે.

3.

WHO: ના. મીઠાંના પાણીથી નાક ધોવાથી આ વાઇરસના ચેપને રોકી શકાય તેનું કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી. આ ઉપાયથી શરદી ઉધરસ મટાડી શકાય છે. દરરોજ નાક સાફ કરવાથી જરૂરી નથી કે શ્વાસ લેવાની પ્રક્રિયાને અવરોધ કરનારા ચેપને રોકી શકાય.
4.

WHO: હા તે સુરક્ષિત છે. ચીનથી આવેલા પાર્સલ અથવા લેટરને અડવાથી અથવા તેનો ઉપયોગ કરવાથી ચેપ ફેલાતો નથી. કોરોના વાઇરસ લાંબા સમય સુધી કાગળ અથવા પેકેજિંગના સંપર્કમાં આવવાથી જીવિત રહેતો નેથી તે રિસર્ચમાં પુરવાર થયું છે.
5.

WHO: અત્યાર સુધી એવું કોઈ પ્રમાણ નથી મળ્યું જેનાથી તે સાબિત થાય કે પાળતું શ્વાન અથવા બિલાડી સહિતના પ્રાણીઓથી કોરોના વાઇરસ ફેલાય છે. તકેદારી રૂપે પાળતું પ્રાણીઓને અડ્યા પછી સાબુથી હાથ ધોઈ લેવા જોઈએ. તેનાથી ઈ-કોલાઈ અને સલ્મોનેસા જેવા બેક્ટેરિયાથી પણ બચી શકાય છે, જે સામાન્ય રીતે માણસ અને પ્રાણીઓ વચ્ચે ફેલાય છે.
6.

WHO: ના. ન્યૂમોકોકલ અને હીમોફિલસ ઈનફ્લૂએન્ઝા ટાઈપ જેવી ન્યૂમોનિયા વેક્સીન કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી નથી. વૈજ્ઞાનિકો આ વાઇરસ માટે વેક્સીન વિક્સાવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ કોઈ અસરકાર વેક્સીન તૈયાર કરવામાં આવી નથી.
7.

WHO: ના. વૈજ્ઞાનિક રીતે આ વાતની પુષ્ટિ થઈ નથી. કેટલાક માઉથવોશ એવા છે જે લાળથી કીટાણુઓ નષ્ટ કરે છે પરંતુ તેનો મતલબ એ નથી કે તે કોરોના વાઇરસના ચેપથી બચાવી શકે છે.
8.

WHO: આ વાઇરસ કોઈ પણ ઉંમર અને વર્ગની વ્યક્તિને થઈ શકે છે. અસ્થમા, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝથી પીડિત લોકોને આ વાઇરસનો જલ્દી ચેપ લાગી શકે છે અને ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. તમામ ઉંમર અને વર્ગની વ્યક્તિએ સાવચેતીના પગલાં લેવા જોઈએ.
9.

WHO: એન્ટિબાયોટિક્સ માત્ર બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે પરંતુ વાઇરસ સામે નહીં. કોરોના વાઇરસથી ચેપિત દર્દીઓમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લક્ષણ જોવા મળે તો સાવચેતીના ભાગ રૂપે એન્ટિબાયોટિક્સ આપી શકાય છે.
10.

WHO: અત્યાર સુધી કોઈ એવી દવા તૈયાર નથી કરવામાં આવી જે કોરોનાવાઇરસથી બચાવી શકે અથવા તેની સારવાર કરી શકે.

X
Coronavirus Myths and Misconceptions; World Health Organization (WHO) Questions Answered

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી