કોરોનાથી બચવા ઉકાળા ફાયદાકારક:ગિલોયનો ઉકાળો હૃદય રોગોથી બચાવશે, જેઠીમધ શ્વાસનળી અને ગળાંના દુખાવામાં રાહત આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેઠીમધના લાકડાંમાં કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ બાયોટિક અને પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી શ્વાસનળી સ્વસ્થ રહે છે
  • કાલમેઘનો ઉકાળો અસ્થમા, તાવ, હાઈ બ્લડ પ્રેશર, ઉધરસ સહિતના રોગોની સારવારમાં ઉપયોગી છે

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ઘણા દર્દીઓમાં તેનાં લક્ષણ નથી જોવા મળી રહ્યા. કેટલાક દર્દીઓને કોવિડ-19થી શરૂઆતમાં શરદી ઉધરસની સમસ્યા થઈ રહી છે. કોરોનાની સારવાર દરમિયાન ઉકાળા સંક્રમણની ગતિ ધીમી કરવામાં મદદગાર સાબિત થાય છે.

જે લોકોને સંક્રમણ થયું નથી તેઓ ઉકાળાનું સેવન કરે તો વાઈરસથી લડવાની તેમની શક્તિ વધે છે. તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકે છે અને લોહી શુદ્ધ બનાવે છે. તેને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે.

સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિલ પ્લાન્ટ્સ, લખનઉના એક્સપર્ટ આશીષ કુમાર પાસેથી જાણો ઘરે જ આયુર્વેદિક ઉકાળા બનાવવાની રીત અને તેના ફાયદા...

ગિલોયનો ઉકાળો: શરદી ઉધરસમાં રાહત આપે છે અને ભૂખ વધારે છે

ફાયદા: ગિલોય અથવા ગળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. નબળાઈ, પેટના રોગ, છાતીના સ્નાયુ જકડાઈ જવા અને શરદી ઉધરસમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ભૂખ વધારવાનું પણ કામ કરે છે. હૃદય રોગમાં પણ તે રાહત આપે છે. ગિલોયની વેલના ટુકડાથી ઘરે જ ઉકાળો બનાવી શકાય છે. માર્કેટમાં ગિલોય સત્વ, ગિલોય ચૂર્ણ અને ગિલોય જ્યુસ અવેલેબલ છે.

આ રીતે બનાવો: સૌ પ્રથમ 2 ઈંચ આદું, 4 તુલસીના પાંદડા, ગિલોયના 4 પાંદડા, કાળા મરી, લવિંગ, એક નાનો ટુકડો તજને 2 કપ પાણીમાં નાખી ઉકાળો. પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને નવશેકું જ પી લો.

જેઠીમધનો ઉકાળો: તે શ્વાસનળી સ્વસ્થ રાખે છે અને ગળાંની ખરાશ દૂર કરે છે.

ફાયદા: જેઠીમધના લાકડાંમાં કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ બાયોટિક અને પ્રોટીન હોય છે. તેનું સેવન કરવાથી શ્વાસનળી સ્વસ્થ રહે છે. તેને ચાવવાથી ગળાંની ખરાશ દૂર થાય છે.

આ રીતો બનાવો: તેનો ઉકાળો બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં પીસેલા 5 કાળા મરી, 1 ટુકડો જેઠીમધ, 5 પત્તા તુલસી અને 1 નાનો ટુકડો આદુંનો નાથી ધીમા ગેસે ઉકાળો. પાણી ઉકળી અડધું થઈ જાય ત્યારે તેમાં 1/4 ચમચી હળદર ઉમેરી 2થી 3 વખત ઉભરો આવવા દો. ત્યારબાદ 1 કપમાં ગાળી લો અને મધ નાખી પીઓ.

કાલમેઘનો ઉકાળો: તાવ, હાઈ બ્લડ પ્રેશર અને ઉધરસમાં રાહત આપે છે

ફાયદા: કાલમેધનું વૈજ્ઞાનિક નામ 'એન્ડ્રોગ્રેફિસ પેનીકુલેટા' છે. તેનો નાનકડો છોડ હોય છે. તે એન્ટિવાઈરલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ કેન્સર અને એન્ટિઈન્ફ્લેમેટરી છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણો ફાયદાકરક છે. અસ્થમા, તાવ, હાઈ બ્લડ પ્રેશર, ઉધરસ, ગળામાં ચાંદાં, અતિસાર, પાઈલ્સ સહિતના રોગોની સારવારમાં તેનો ઉપયોગ થાય છે.

આ રીતે બનાવો: આ છોડના તમામ ભાગ કડવા હોય છે. તેથી તેને કડવાહટનો રાજા કહેવાય છે. ઉકાળો બનાવવા માટે આખા છોડને 1 લિટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય તો તેને ગાળી લો અને 1 ચમચી મધ ઉમેરો.

મસાલાનો ઉકાળો: ગળાંમાં ખરાશ અને ઉધરસમાં રાહત આપે છે

ફાયદા: ઘરમાં રહેલા મસાલાનો લોકો ઉકાળો બનાવી પીવા લાગ્યા છે. આ ઉકાળો ગળામાં ખરાશ અને શરદી-ઉધરસમાં રાહત આપે છે.

આ રીતે બનાવો: તેને બનાવવા માટે કાળા મરી, નાની ઈલાયચી અને તજ ભેળવી પાવડર બનાવી લો. ત્યારબાદ પૅનમાં 1થી 2 કપ ગરમ પાણી લો અને તમામ માસાલો ઉમેરી દો. 1 મિનિટ સુધી તેને ઉકાળો. પાણી ગાળી લઈ તે ઠંડું થઈ જાય ત્યારબાદ તુલસીના 4 પાન અને સ્વાદાનુસાર મધ ભેળવી પીવો.

અન્ય સમાચારો પણ છે...