કોરોનાને હરાવવાના પ્રયત્નો:ઘોડાની એન્ટિબોડીઝથી કોરોનાનાં દર્દીઓની સારવાર કરવાની તૈયારી, અમેરિકામાં આ મહિને પ્રથમ ટ્રાયલ 26 દર્દીઓ પર થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકન વૈજ્ઞાનિકોએ ઘોડાની એન્ટિબોડીઝથી કોરોનાનાં દર્દીઓની સારવાર કરવાની બધી તૈયારી કરી લીધી છે. આ મહિને 26 કોરોના સંક્રમિત દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવશે. ટ્રાયલનો હેતુ સંક્રમણને ઘટાડવું અને ગંભીર દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે.

રિસર્ચ કરનારી અમેરિકાની કોસ્ટા રિકા યુનિવર્સિટીનું કહેવું છે કે, જો ટ્રાયલના રિઝલ્ટ અસરકારક હશે તો મોટા પાયે હોસ્પિટલમાં સારવાર કરી શકાશે.

રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, અમારી પાસે હાજર 110 ઘોડામાંથી 6 ઘોડાનો ઉપયોગ રિસર્ચમાં કરવામાં આવશે. આ ઘોડામાં ચીન અને બ્રિટનમાંથી મંગાવવામાં આવેલા કોરોના વાઈરસ મુક્ત કરવામાં આવશે. થોડા અઠવાડિયાં પછી પર્યાપ્ત એન્ટિબોડીઝ તૈયાર થઇ જશે. ત્યારબાદ બ્લડમાંથી પ્લાઝ્મા લઈને તેમાં હાજર એન્ટિબોડીને કોરોના દર્દીઓમાં ઇન્જેક્ટ કરવામાં આવશે. આ એન્ટિબોડીઝ દર્દીઓમાં કોરોના વાઈરસ સામે લડવા માટે ઈમ્યુન રિસ્પોન્સ વધારશે અને વાઈરસને નાશ કરવામાં મદદ કરશે.

આ થેરપી વેક્સીનના ઓપ્શનમાં છે
પ્રોજેક્ટ હેડ આલ્બર્ટો આલ્પે જણાવ્યું કે, આ ટ્રાયલ યુનિવર્સિટી સાથે જોડાયેલી પિકાડો ઇન્સ્ટિટ્યૂટમાં થશે. અમને આશા છે કે, જ્યાં સુધી વેક્સીન ના આવી જાય ત્યાં સુધી આં રીત કામ કરશે. અમારી પાસે જે પણ સાધનો છે તેનો બને તેટલો સારો ઉપયોગ કરી રહ્યા છીએ.

આઈડિયા કેવી રીતે આવ્યો?
પ્રોજેક્ટ હેડે કહ્યું કે, વર્ષોથી અમે ઘોડાની એન્ટિબોડીઝમાંથી સાંપના ઝેરને તોડવાની મહેનત કરી રહ્યા છીએ. તેનાથી અમે એન્ટિ-વેનમ તૈયાર કરીએ છીએ. આ જ પ્રકારે એન્ટિબોડીથી કોરોનાને પણ હરાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અમને આશા છે કે, આ પ્રયોગમાં સફળતા મળશે. આ સારવાર ખાસ કરીને સેન્ટ્રલ અમેરિકાના ગરીબ લોકોને રાહત આપશે.

ઘોડાની પહેલાં લામા નામના પ્રાણીના એન્ટિબોડીઝ પણ કોરોના દર્દીના અમુક અંશે અસરકારક સાબિત થયા છે. ગયા અઠવાડિયે સ્વીડનના રિસર્ચએ એવી નેનોબોડીની શોધ કરી હતી જેમાં કોરોનાને બ્લોક કરવાની ક્ષમતા છે. તે કોરોનાને નષ્ટ પણ કરી શકે છે. સ્ટોકહોમની કેરોલિસ્કા ઇન્સ્ટિટ્યૂટમાં નેનોબોડીને 12 વર્ષના પ્રાણી એપ્લેકામાંથી કાઢ્યા હતા. તેને વાઈરસ પ્રોટીનની સાથે કોરોના દર્દીઓમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચ પૂરું થઇ ગયું છે પણ તેના પરિણામ આવવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...