તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના પર ચોંકાવનારું રિસર્ચ:કોરોનાથી બહેરાશ આવી શકે છે, તેનાં સંક્રમણથી આજીવન સાંભળવાની શક્તિ ઓછી અથવા નાશ પામે છે; બ્રિટનમાં સામે આવેલા કેસે આપ્યો વેકઅપ કોલ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ બ્રિટનમાં આ કેસનું રિસર્ચ જાહેર કર્યું
  • સંશોધકોએ જણાવ્યું કે, ICUમાં દાખલ દર્દીથી ડૉક્ટર્સ વાત કરે તો સાંભળવાની ક્ષમતા વિશે જરૂર પૂછે

કોરોના પર અવનવા રિસર્ચના પરિણામો સામે આવીને નવાઈ પમાડી રહ્યાં છે. તેવામાં બ્રિટનથી સામે આવેલાં એક રિસર્ચે સૌને ચોંકાવી દીધા છે. આ રિસર્ચ અનુસાર કોરોનાથી જીવનભર બહેરાશ આવી શકે છે. તેનાં સંક્રમણથી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે અથવા નાશ પામે છે. આ દાવો બ્રિટનની યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ કર્યો છે.

સંશોધકોનું કહેવું છે કે સંક્રમણ બાદ સ્ટિરોઈડ દવાઓ આપવાથી તેની આડઅસર થઈ શકે છે. તે બહેરાપણાં સ્વરૂપે સામે આવી શકે છે. જોકે, દર્દીની સાંભળવાની શક્તિ કેવી રીતે ઓછી થઈ તે હજુ સ્પષ્ટ થપું નથી. ઘણી વખત ફ્લુ અને હર્પીઝ જેવા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં આવું થઈ શકે છે.

ક્યારે, શું અને કેવી રીતે થયું આ 5 પોઈન્ટમાં સમજો

  • BMJ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં કેસ રિપોર્ટ પ્રમાણે, જે વ્યક્તિમાં આ કેસ સામે આવ્યો તે અસ્થમાનો દર્દી હતો અને કોરોનાના લક્ષણો જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
  • દાખલ થયાના 10 દિવસ બાદ તેને ICUમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને 30 દિવસ સુધી રખાયો હતો.
  • ધીરે ધીરે દર્દીમાં કોમ્પિકેશન્સ વધવા લાગ્યા. ત્યારબાદ તેને એન્ટિ વાઈરલ રમેડેસિવિર, સ્ટિરોઈડ્સ આપવામાં આવી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ કરવામાં આવ્યું. આ ટ્રીટમેન્ટ પછી દર્દીને રાહત થઈ.
  • કેટલાક દિવસો બાદ દર્દીના જમણા કાનમાં ઘંટડી વાગે તેવો અવાજ સંભળાવવા લાગ્યો અને તેને અચાનક સંભળાવાનું બંધ થઈ ગયું. એક અઠવાડિયાંમાં તેને ફરી ICUમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.
  • દર્દીની તપાસ કરનાના ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ અગાઉ ક્યારેય પણ દર્દીની સાંભળવાની ક્ષમતા પર અસર નથી થઈ. તે ફિઝિકલી ફિટ હતો.

કાનમાં ન તો સોજો હતો ન તો કોઈ બ્લોકેજ
સંશોધકોનું કહેવું છે કે, દર્દીના કાનની તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે તેને ન તો કોઈ બ્લોકેજ હતું ન તો કોઈ સોજો. આ ઘટના બાદ દર્દીના અનેક ટેસ્ટ કરાવ્યા. તેમાં ફ્લુ, રુમેટોઈડ આર્થ્રાઇટિસ, HIVનાં ટેસ્ટ પણ સામેલ હતા. રિસર્ચમાં સામે આવ્યું કે તેના બહેરાપણાંનું કારણ કોરોનાનું સંક્રમણ હતું.

સાંભળવાની ક્ષમતા ઓછી થવી અને ટિનિટસનાં લક્ષણો પણ અલર્ટ કરનારા
સંશોધકોના જણાવ્યા મુજબ, સાંભળવાની ક્ષમતા ઓછી થવી અને ટિનિટસ (કાનમાં અવાજ સાંભળાવવો) જેવાં લક્ષણો પણ કોરોના અને ફ્લુના દર્દીઓમાં જોવા મળ્યા છે, પરંતુ અચાનાક સંભળાવાનું બંધ થઈ જવાનો કેસ અત્યાર સુધી જોવા મળ્યો નથી. વૈજ્ઞાનિકોને એપ્રિલમાં કોરોનાના કેટલાક દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળ્યા હતા.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના કાનના મધ્યભાગને પ્રભાવિત કરી શકે છે. આ વાઈરસ શરીરમાં એવા રસાયણોને વધારે છે જે સાંભળવાની શક્તિથી સંકળાયેલા છે. સંશોધકો સલાહ આપી રહ્યા છે કે જ્યારે ડૉક્ટર્સ ICUમાં કોરોના પીડિતથી વાત કરે તો સાંભળવાની ક્ષમતા વિશે જરૂર પૂછે. દર્દીઓમાં આ પ્રકારના કોઈ લક્ષણ જણાય તો તરત ઈમર્જન્સી સારવાર આપે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો