રિસર્ચ:ડેલ્ટા વેરિઅન્ટથી બચવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી નથી, તેની સામે પણ વેક્સિન 95% અસરકારક; નવાં વેરિઅન્ટ રોકવા માટે વેક્સિનેશન જરૂરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં કોરોનાનાં આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટથી પીડિત દર્દીઓ પર વેક્સિન 95% અસરકારક સાબિત થઈ
  • શરીરમાં એન્ટિબોડીઝ બન્યા બાદ ઈમ્યુન સિસ્ટમ જૂના અનુભવોના આધારે વાઈરસને પોતાની મેમરીમાં કેદ કરે છે
  • સમય જતાં એન્ટિબોડીઝ લેવલ ઘટે તો પણ ઈમ્યુન સિસ્ટમ આપમેળે વાઈરસ સામે લડત આપે છે

ડેલ્ટા વેરિઅન્ટ અથવા કોવિડથી બચવા માટે બૂસ્ટર ડોઝ કેટલો આવશ્યક છે? આ સવાલનો જવાબ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં આપ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોનાની વેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ પર પણ અસરકારક છે. લોકોએ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી. 'લાન્સેટ' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અને અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)એ સંયુક્ત રીતે કર્યું છે.

બૂસ્ટર ડોઝ કે વેક્સિન ડોઝ બંનેમાંથી કયો બેસ્ટ?
સંશોધકોનું કહેવું છે કે, અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે, કોરોનાના દરેક વેરિઅન્ટ પર વેક્સિન અસરકારક છે. કોરોનાનાં આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટથી પીડિત દર્દીઓ પર વેક્સિન 95% અસરકારક સાબિત થઈ છે.

સંશોધક અને WHOના વૈજ્ઞાનિક ડૉ. એના મારિયા જણાવે છે કે, કોરોનાના રિસ્ક ઝોનમાં રહેવા લોકોનો જીવ વેક્સિનથી બચાવી શકાય છે. જે લોકોએ અત્યાર સુધી વેક્સિન નથી લીધી તેમનાં વેક્સિનેશન માટે પ્રાથમિકતા હોવી જોઈએ. જો બૂસ્ટરથી ફાયદો થાય તો પણ વેક્સિનના ડોઝ જરૂરી છે. વેક્સિનેશનની મદદથી કોરોના મહામારી ડામવા સાથે નવાં વેરિઅન્ટ બનતાં પણ રોકી શકાશે.

એન્ટિબોડીઝ ઓછી બને તો ગભરાશો નહિ
રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, વેક્સિન લીધા બાદ શરીરમાં એન્ટિબોડીઝ ઓછી થઈ રહી હોય તો તેનો અર્થ એ નથી કે શરીરમાં વેક્સિનની અસર ઓછી થઈ રહી છે. શરીરમાં એન્ટિબોડીઝ બન્યા બાદ રોગોથી બચાવનાર ઈમ્યુન સિસ્ટમ જૂના અનુભવોના આધારે વાઈરસને પોતાની મેમરીમાં કેદ કરી લે છે. ભવિષ્યમાં આ વાઈરસ શરીરમાં ફરી એન્ટ્રી કરે તો ઈમ્યુન સિસ્ટમ તેને ડામવા માટે પ્રયત્ન કરે છે. ઈમ્યુન સિસ્ટમ વાઈરસની ઓળખ તો કરે જ છે તેથી એન્ટિબોડીઝનું લેવલ ઘટે તો ગભરાશો નહિ.

સંશોધક એના મારિયા જણાવે છે કે, કોરોના પ્રત્યે વેક્સિનની અસર ઘટી રહી છે તેની પુષ્ટિ હાલનાં રિસર્ચ કરતાં નથી. તેથી વેક્સિન લેવી પ્રાયોરિટી હોવી જોઈએ. વેક્સિનેશનથી જ લોકોનું જીવન સુરક્ષિત રહેશે.

WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન જણાવે છે કે, હાલ અવેલેબલ વેક્સિન સુરક્ષિત, અસરકારક હોવાની સાથે જીવન બચાવે છે. મેક્સિમમ વેક્સિનેશનથી જ કોરોનાના કેસ ઘટાડી શકાશે.

અન્ય સમાચારો પણ છે...