ચેતજો:વેક્સિન ન લેનારા લોકોમાં કોરોના વાઈરસથી મૃત્યુ થવાનું જોખમ 10ગણું, અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCએ 3 રિસર્ચ રિપોર્ટ જાહેર કરી વેક્સિનની અસરકારકતા સમજાવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાઈરસની તમામ વેક્સિન હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટાડે છે
  • મૉડર્નાની વેક્સિન દર્દીને હોસ્પટિલમાં દાખલ થતાં બચાવવા માટે 95% અસરકારક

જો તમે હજુ પણ કોરોના વેક્સિન નથી લીધી તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. વેક્સિન ન લેનારા લોકોને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ 10ગણું વધી જાય છે. અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCએ તેના વીકલી રિપોર્ટમાં દાવો કર્યો છે. CDCએ 3 સ્ટડીનાં માધ્યમથી જણાવ્યું છે કે કોરોનાથી થતાં મૃત્યુ રોકવા હોય તો કોવિડની વેક્સિન લેવી જરૂરી છે.

CDCના વીકલી રિપોર્ટ 'મોર્બેલિટી એન્ડ મોર્ટેલિટી'માં વેક્સિનની અસર જણાવવા માટે અલગ અલગ 3 રિસર્ચ સામેલ કરવામાં આવ્યાં છે.

પ્રથમ રિસર્ચ: અમેરિકાના 13 રાજ્યોના 6 લાખ લોકો સામેલ
કોરોના વાઈરસની તમામ વેક્સિન હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટાડે છે. આ વેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરકારક છે. CDCએ 6 લાખ લોકો પર રિસર્ચ કર્યું. વેક્સિન લીધા બાદ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોસ્પિટલમાં દાખલ થનારા લોકો અને મૃત્યુ પામનારનો ડેટા સામેલ કરવામાં આવ્યો. આ તમામ લોકો 13 રાજ્યોના હતા તેમને 4 એપ્રિલથી 17 જુલાઈની વચ્ચે કોવિડ થયો હતો.

રિપોર્ટ પ્રમાણે, ડેલ્ટા વેરિઅન્ટે જૂનથી જુલાઈમાં તારાજી મચાવી ત્યારે વેક્સિનની અસર 90%થી ઘટી 80% થઈ હતી. આ દરમિયાન દર્દીમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ રોકવા માટે વેક્સિનની અસરકારકતા પહેલાં જેવી જ રહી.

ઈમોરી યુનિવર્સિટીના વાઈરસ નિષ્ણાત મેહુલ સુતાર જણાવે છે કે, સંક્રમણ રોકવા માટે વેક્સિન 80% અસરકારક સાબિત થઈ તે ખૂબ સારી વાત છે. હાલમાં ઉપલબ્ધ તમામ વેક્સિન ઝડપથી સંક્રમણ ફેલાવનાર વેરિઅન્ટ્સ સામે પણ સુરક્ષા આપે છે.

બીજી સ્ટડી: મૉડર્નાની વેક્સિન 95% અસરકારક
જૂનથી ઓગસ્ટ મહિનામાં અમેરિકાના 9 રાજ્યોના 32 હજાર દર્દીઓ પર વેક્સિનની અસરકારકતા તપાસવા માટે રિસર્ચ કરવામાં આવ્યું. આ સમયગાળામાં ડેલ્ટા વેરિઅન્ટ સંક્રમણના પ્રારંભિક તબક્કામાં હતું.

રિસર્ચ પ્રમાણે, ડેલ્ટા વેરિઅન્ટ સામે ફાઈઝર અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનની સરખામણીએ મૉડર્નાની વેક્સિન વધુ અસરકારક છે. વયસ્કો પર કરવામાં આવેલા સર્વે પ્રમાણે મૉડર્નાની વેક્સિન દર્દીને હોસ્પટિલમાં દાખલ થતાં બચાવવા માટે 95% અસરકારક છે. ફાઈઝરની વેક્સિન 80% અને જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન 60% જ અસરકારક છે.

અમેરિકામાં ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધક શૉન ગ્રેનિસ જણાવે છે કે, દુનિયાભરના રિયલટાઈમ આંકડા જણાવે છે કે, નવાં વેરિઅન્ટનુ સંક્રમણ રોકવામાં અને હોસ્પિલમાં દાખલ થતાં બચાવવામાં તમામ વેક્સિન અસરકારક છે.

ત્રીજી સ્ટડી: ડેલ્ટા વેરિઅન્ટ સામે વેક્સિન 87% અસરકારક

ફાઈઝર બાયો એનટેક અને મૉડર્નાની mRNA વેક્સિન પર રિસર્ચ કરવામાં આવ્યું. આ વેક્સિન ડેલ્ટા સંક્રમણના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થતાં બચાવવામાં 87% અસરકારક સાબિત થઈ છે. 18થી 64 વર્ષના દર્દીઓમાં તેની અસર 95% અને 65 વર્ષી વધુ ઉંમરના દર્દીઓમાં તેની 80% અસરકારકતા જોવા મળી.

અન્ય સમાચારો પણ છે...